________________
૫૪)
સમયસાર સિદ્ધિ ભાગ-૨ છે. (શ્રોતા:- આપના ઉપદેશથી બને છે ) એ બિલકુલ હરામ વાત છે. એ વાતું છે બધી નિમિત્તની. આહાહા !
આંહી તો બનાવનારનો ભાવ બનાવી શકું છું એ તો ન હોય પણ ભાવ જે છે એ શુભ છે, પુણ્ય છે. એમાં ધર્મ છે એ નહીં. એ પુણ્ય છે એ રાગનો, મેલનો રાગનો સ્વાદ છે. આહાહા ! ગજબ વાત છે પ્રભુ. છે?
જડ ચૈતન્યના જુદા જુદા સ્વાદને લીધે જણાય છે” જણાય છે કે મોહકર્મના ઉદયનો સ્વાદ રાગદ્વેષ, હરખ-શોક આદિ છે. આહાહાહા ! રાગાદિ છે ને? આદિ છે ને? રાગ દ્વેષ અણગમો, આહાહા... વીંછી કરડે, એ વીંછી કરડે એનો નથી, એના તરફ અણગમો છે એનો વૈષનો સ્વાદ છે એને. આહાહાહા ! એ રાગાદિ દ્વેષાદિ હરખાદિ. આહાહા !
આ હરખ જમણ કરે છે ને આપણે વાણીયામાં દશા શ્રીમાળી, હરખ જમણ કરે સાત ટંક હતું, હવે તો બધું થઈ ગયું ફેર, પહેલાં સાત ટંક હતું ને હરખ જમણ કરે એટલે નવટુંક થતા'તા હવે આ તો સાંઈઠ સીત્તેર વર્ષ પહેલાંની વાત ઉમરાળાની. આંહી તો જન્મસ્થળની વાતો જાણવામાં આવી હોય ને એ જાણીએ હરખ જમણ કરે ત્યારે, આહાહા... જાનવાળો એક દિ જમાડે પછી બધા જમે, એ હરખ જમણ, હરખ જમણ એટલે રાગનું જમણ હરખ એટલે રાગ, હરખ એટલે દુઃખ, એ દુઃખ એ કર્મના ઉદયના સ્વાદનો ભાવ છે. કહે છે અરેરે આટલું બધું વહેંચવું હવે તો નવરો ક્યાં બિચારો. આહાહા!
તે ચૈતન્યના નિજ સ્વભાવના સ્વાદથી જુદો જ છે. છે? આહાહાહા ! જે રાગ શુભરાગ, અશુભરાગ અણગમો દ્વેષ, રાજીપો રાગ, રાજીપો રતિ, અરાજીપો અરત્તિ શોક, એ બધા ભાવ, કર્મના નિમિત્તના થતાં વિકારી ભાવ એનો સ્વાદ છે. અરે આટલું બધું લઈ જવું હવે અંદર. હજી તો શરીર મારું નથી એમ માનવામાં પરસેવા ઊતરે, આ શરીર મારું નહીં તો કોનું છે આ? આ તો માટી જડ છે એને અંદરમાં પુણ્ય પાપના ભાવથી ભિન્ન જાણવો, આહાહાહા. એવું છે પ્રભુ. આહા!
એ રાગાદિ છે, મોહકર્મના ઉદયનો સ્વાદ તો રાગદ્વેષ પુણ્ય પાપ રાજીપો રતિ અરતિ શોક આદિ છે, તે ચૈતન્યના નિજ સ્વભાવના સ્વાદથી જુદો જ છે. આહાહાહા ! આહાહા ! રાગનો સ્વાદ છે. આકુળતા દુઃખરૂપ છે. આહાહાહા.. અને ભગવાન આત્માનો સ્વાદ તે અનાકુળ આનંદરૂપ છે, એમ જે (સ્વાદ) ભેદ કરે તેને સમ્યગ્દર્શન થાય, આહાહાહા... ચારિત્ર તો ક્યાંય રહી ગયું બાપા ! કોને કહે એ તો હજી લોકોએ સાંભળ્યું નથી. આ તો હજી સમ્યગ્દર્શનની વાત પહેલા એકડાની વાત છે. આહાહાહા ! સમજાણું કાંઈ ?
એ નિજ સ્વભાવના સ્વાદથી, નિજ નામ ભગવાન આત્મા પોતાનો એનો સ્વભાવ સ્વભાવ, પોતાનો જે જ્ઞાન આનંદ શાંત વીતરાગતા એવો જે ભાવ, આહાહાહા... એનો સ્વાદ જુદો છે, એના સ્વાદથી રાગનો સ્વાદ, (જુદો છે) માળે આટલુ બધું... આહાહાહા !
આ રીતે ભાવકભાવ જે મોહનો ઉદય, શું કીધું? ભાવક એટલે કર્મ જડ છે, મોહનીય કર્મ આદિ આઠ કર્મ છે ને, જડ-જડ એને અહીંયા ભાવક કહ્યાં છે, ભાવક ભાવ એના ભાવકથી થયેલો પુણ્ય પાપનો રાગાદિ ભાવ, એ ભાવકનો ભાવ છે એમ કહ્યું છે. એ ભગવાન આત્માનો