________________
૫૩૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ એ તો. આહાહાહા !
ભગવાન આત્મા ચૈતન્ય સ્વભાવી આનંદ પ્રભુ. એ આનંદનો સ્વાદ એ ચૈતન્યનો સ્વાદ છે અને એ રાગ જે રાગ વિકલ્પ હોં, આહાહાહા! ચાહે તો પંચમહાવ્રતના પરિણામ હો, એ રાગ છે ભાઈ તને ખબર નથી, એ તો વૃત્તિનું ઉત્થાન છે એ રાગનો સ્વાદ કલુષિત છે તને ખબર નથી. આહાહા! ઈ જડ ને ચૈતન્યના સ્વાદની ભિન્નતાને લઈને, જુદા જુદા સ્વાદને લીધે (જુદા) જણાય છે. આહાહાહા... કેટલી ધીરજ જોઈએ આમાં. આહાહાહા! કે મોહકર્મના ઉદયનો સ્વાદ રાગાદિ છે. રાગ દ્વેષ હરખ શોક એ બધા ભાવ મોહકર્મના ઉદયનો સ્વાદ એ છે. આહાહાહા !
રાજીપો થઈ જાય આમ પૈસા પાંચ પચીસ લાખ મળે, ને બે લાખની પેદાશ મહિને હોય તો જાણે. ઓહોહો ! કોણ જાણે શું વધી ગયો? એનો રાજીપો એ રાગના ઝેરનો સ્વાદ છે. આહાહા! છે? (શ્રોતા - શીરો ને લાપસી બનાવે અને આપ એને ઝેરનો સ્વાદ કહો છો) બે લાખ પેદા થાય તો કહે લાપસી કરો આજ, ધૂળમાંય નથી હવે સાંભળને ! આ બધા પૈસાવાળા બેઠા, કરોડોપતિ (શ્રોતા- આપ ના પાડો છો) કહે છે, આ રહ્યા આ ઘીયા કરોડપતિ છે આ અમારે પ્રવિણભાઈ એ તો વળી ઘણા કરોડ છે, એમ કહે છે. એક જણો અમને કહેતો'તો અમે તો સાંભળેલી વાત છે હોં. એક જણ એમ કહેતો તો છ(એ) છોકરા પાસે એક એક કરોડ છે, એમ કહેતો'તો કોક ડાહ્યો માણસ. નામ ન અપાય અને એના બાપ પાસે જુદા પચાસ સાંઈઠ લાખ, મરી ગયા ત્યારે વારસામાં બાવીસ લાખ તો સરકારને દેવા પડ્યા, એના બાપના પૈસા માટે બાવીસ લાખ દેવા પડયા. કહો એ તો સાચી વાત છે ને? કારણ એના બાપનું જુદું હતું ને. છ બ્લોક જુદા જુદા પાંચ પાંચ લાખના ત્યાં જ છોકરાના, બાપનો જુદો બ્લોક સાતમો પાંચ પાંચ લાખના અને આની મૂડી જુદી કારણકે સરકારના શું કહેવાય છે. (શ્રોતા – ઈન્કમટેક્ષ) ઈન્કમટેક્ષ માટે એને લઈને ભાગ વાણિયા પાડે. એણે બાપ મરી ગયા ને જુદા હતા, બાવીસ લાખ ભરવા પડ્યા બાવીસ લાખ તો એકલા એના બાપના પૈસાના ભરવા પડયા એના પૈસા જુદા, એ સુખી હશે ને?
એ રાજીપો જે માને છે તે દુઃખ છે. આહાહા ! એ રાગનો સ્વાદ છે પ્રભુ, તને ખબર નથી. આહાહા ! ત્રણ લોકના નાથ જિનેશ્વરદેવનો પોકાર છે, જગત પાસે. આહાહાહા! (શ્રોતા:જગત બહેરું બહુ ) આહાહાહા ! સાંભળવા મળે નહીં સત્ય વાત બિચારા ક્યાં જાય? સિદ્ધાંતમાં તો એને ભિખારી કહ્યા છે, વરાકા. આહાહાહા ! આંહી તો આપણે દરબાર આવ્યા હતા ને આપણે ભાવનગર, કરોડનો તાલુકો ભાવનગર દરબાર આવ્યા'તા. આંહી તો ઘણાં આવે મોટા શેઠીયાઓ રાજાઓ આવે, આવ્યા'તા બે ત્રણ વાર આવ્યા'તા, મંદિર વખતે આવ્યા'તા, માન સ્તંભ વખતે આવ્યા'તા, તો એને કહ્યું તું. અમારે તો શું રાજા હોય કે રાંક હોય, કીધું રાજા, દરબાર એક મહીને લાખ માગે ઈ નાનો માગણ પાંચ લાખ માગે ઈ મોટો માગણ અને કરોડ રૂપિયા માગે તે માગણનો માગણ મોટો ભિખારી છે કીધું, ભિખારાઓ! આત્મા અંદર અનંત આનંદની લક્ષ્મીનો ભંડાર એને જોતો નથી, એને માનતો નથી અને આ બહારની ધૂળ એ અજીતભાઈ !