________________
૫૩૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ વાત ગઈ, પણ રાગ મારો છે એ વાત( ગઈ ) જાય છે, ત્યારે ધર્મી થાય છે. ત્યારે તે સમ્યગ્દષ્ટિ, ધર્મની શરૂઆતવાળો પ્રથમ દરજ્જાનો, આહાહાહા... અરેરે આવી વાતું આ શું છે આ? આવો વીતરાગનો માર્ગ હશે આ? વીતરાગ માર્ગમાં તો દયા પાળવી, વ્રત પાળવા, કંદમૂળ ખાવા નહીં, રાત્રે ચોવિહાર કરવો, છપરબી આહાર કરવો એવું તો અમે સાંભળીએ છીએ ભાઈ, માર્ગ એ નથી પ્રભુ એ જૈન માર્ગ નથી, એ તો રાગ માર્ગ છે.
ભગવાન આત્મા જ જાણે છે. આત્મા જ જાણે છે, કે હું જ્યાં છું ત્યાં બીજાં દ્રવ્યો, ભગવાને તો છ દ્રવ્યો જોયાં છે ને? સર્વજ્ઞ પરમેશ્વર જિનેશ્વરે છ દ્રવ્યો જોયાં છે, તો હું જ્યાં છું
ત્યાં બીજાં દ્રવ્યો છે, બીજા આત્માઓ ત્યાં છે અહીં આત્માના પ્રદેશ પાસે, અનંત પરમાણુઓ પડ્યા છે, ધર્માસ્તિકાયના પ્રદેશ છે, અધર્માસ્તિકાયના પ્રદેશ છે, આકાશના છે, કાળના છે, પણ
એક ક્ષેત્રે રહેવામાં નિવારણ કરવું અશક્ય છે. એને ક્ષેત્રથી જુદા પાડી શકાય એમ નહીં, પણ રાગના ભાવની મલિનતાને ભાવથી ભેદ કરીને ભાવથી જુદા કરી શકાય. આહાહાહા !
આવી વાતું છે. પ્રભુ પછી સોનગઢના નામે ગમે તે કહે લોકો કહેબચારા એને ખબર નથી ને, સોનગઢ નિશ્ચયની વાતું કરે ને વીતરાગની વાતું કરે. અમારી દયા ને વ્રત (અમે) પાળીએ એને ધર્મ ન કહે, એમ કહે બિચારા શું કરે? ખબર નથી એ. (શ્રોતા:- જ્ઞાયકના સ્વાદથી અજાણ્યા છે) અજાણ્યા છે. અંદર જાણક સ્વરૂપ ભગવાન, એ ચૈતન્યસ્વભાવી પ્રભુ છે. એના સ્વાદમાં તો ચૈતન્યનો આનંદ સ્વાદ હોય ભાઈ. એને ધર્મી જીવને તેના સ્વાદમાં પોતાપણું ભાસે છે. અંદર રાગ આવે છે તેને કર્મના તરફના જડનો વિકાર એ કર્મનો છે, એનો
સ્વાદ કલુષિત, ઝેર જેવો દુઃખરૂપ સ્વાદ છે. આહાહા... અરેરે ! ચૈતન્ય સ્વભાવ વસ્તુ ભગવાન ત્રિકાળી અવિનાશી વસ્તુ છે. આત્મા કોઈ સાધારણ ચીજ નથી. આહાહા! એની પર્યાયમાં વર્તમાન અવસ્થામાં એની રમતું (વિકારમાં) અનાદિની છે પણ એ પર્યાયની સમીપે આખું તત્વ મહાપ્રભુ, ચૈતન્ય તત્ત્વ છે એની ખબર નથી એને. આહાહાહા ! એ જ્યાં એને ખબરું પડે છે, આહાહા... કે હું તો આત્મા જ એક છું, એમાં જે અનેકપણું વિકૃત અવસ્થા દેખાય છે, એ સ્વાદ મારો નહીં, તે પ્રત્યે હું નિર્મમ છું. આહાહાહા ! અને મારો ચૈતન્યનો સ્વાદ રાગ રહિત સ્વાદ, શાંતિ અને આનંદનો પ્રભુ સ્વભાવ એનો સ્વાદ, અરે, આ.. આવો આત્મા અને શું કહે છે આ? પાગલ જેવું લાગે એવું છે આ. બાપુ! એણે સાંભળ્યું નથી ભાઈ, તેં પચાસ વર્ષ સાંઈઠ વર્ષ કાઢયા બધાય અજ્ઞાનમાં, મૂંઢતામાં, આહા! આ વાત સાંભળી નથી ભાઈ, આ પાગલ નથી (હોતા?) તું પાગલ છો માટે તને ભાસતું નથી. આહાહા ! વીતરાગની વાણી ઔષધ છે. રાગનો રેચ કરાવવાની, (દવા છે) આહાહા... રાગનો રેચ થઈ જાય, અને ચૈતન્યની નિરોગતા ચૈતન્યની દૃષ્ટિમાં આવે. આહા... આ વીતરાગ વાણી કહે છે. સમજાય છે કાંઈ?
કારણ કે, સદાય પોતાના એકપણામાં પ્રાપ્ત હોવાથી, હું કે બધા પદાર્થો, એકપણામાં પ્રાપ્ત હોવાથી સમય નામ આત્મ પદાર્થ અથવા દરેક પદાર્થ એવો ને એવો જ સ્થિત રહે છે, પરમાણુ લ્યો તો પણ પરમાણુ આ જડ આ આંગળી તો અનંત રજકણનો પિંડ છે એનો છેલ્લો પોઈન્ટ છે ટૂકડો એ પણ પોતે પોતામાં સ્થિત છે. પરમાણુ પરમાણુમાં સ્થિત છે પરમાણુને આત્મા સાથે કાંઈ સંબંધ નથી. આહાહાહા ! આ માટી છે જુઓ આ, (શરીર) લોકો પણ એમ કહે છે પણ