________________
૫૩૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ એને આવે છે.
અરેરે! એને ક્યાં ખબર છે. બેખબરો અનાદિથી અજ્ઞાની મૂરખ. આહાહા.. પોતાની જાતને જાણી નહીં અને રાગાદિ પર જાત છે તેને મલિન તરીકે જાણ્યું નહીં. કનુભાઈ આવી વાતું છે આંહી તો કરોડોપતિ માણસ હોય તો, તે કરોડપતિ માણસ છે, આહાહા ! ને જાણે અમે સુખી છીએ, ધૂળમાંય નથી સુખી. આહાહાહા !
છે? સ્વાદના ભેદને લીધે શિખંડની માફક, દહીં અને ખાંડના સ્વાદના ભેદની માફક, સ્પષ્ટ અનુભવમાં આવતા સ્વાદના ભેદને લીધે, આહાહા ! હું મોહ પ્રત્યે નિર્મમ છું. એ રાગાદિ ભાવ છે એ મારા નહીં, હું એના પ્રત્યે નિર્મમ છું. આહાહા ! શરીર વાણી મન એ તો કયાંય રહી ગયા બહાર ધૂળ, આહાહા ! પણ અંદરની પર્યાયમાં કર્મના નિમિત્તથી થતાં વિકારી ભાવ તેનો સ્વાદ ભિન્ન છે માટે એના પ્રત્યે હું નિર્મમ છું. આહાહાહા ! આવી વાત છે.
વીતરાગ જિનેશ્વરદેવ ત્રિલોકનાથ પરમાત્મા આમ ફરમાવે છે. જિનેશ્વર વીતરાગ ત્રિલોકનાથ તીર્થંકર પરમેશ્વર એમ ફરમાવે છે, (ક) પ્રભુ તારું સ્વરૂપ અંદર ચૈતન્યની જાતના આનંદનું છે ને, આહાહાહા ! એ આનંદનો સ્વાદ તે તારો અને વચમાં જે રાગાદિનો સ્વાદ તને ઉપયોગમાં જણાય એ મલિન ઉપયોગ થઈને જણાય એ સ્વાદ તારો નહીં. આહાહાહા ! રાગના સ્વાદને અને ચૈતન્યના સ્વાદને ભિન્ન પાડવા એ કાંઈ સાધારણ વાત છે? અનંતકાળથી કર્યું નથી એક સેકંડ પણ. આહાહા... ધર્મને નામે પણ દયા દાન વ્રત ભક્તિ ને પૂજાને એ રાગના ભાવને કરીને મરી ગયો છે. આહાહા! એ રાગનો સ્વાદ તો જડનો છે. આહાહાહા ! સ્ત્રીના શરીરના ભોગ વખતે શરીરનો એને અનુભવ નથી, પ્રભુ તને ખબર નથી, એ તો માટી છે આ તો ધૂળ છે (આત્મા) અરૂપી એનો એને અનુભવ નથી. પણ એના પ્રત્યે રાગ થાય છે કે આ ઠીક છે, એવા રાગનો અજ્ઞાનીને અનુભવ છે. માને છે કે આ શરીરને હું ભોગવું છું. આહાહાહાહા.. અહીંયા કહે છે, કે આ રાગનો સ્વાદ એ જડનો છે, તારું સ્વરૂપ નહીં પ્રભુ. આહાહાહા! એમ ત્રિલોકનાથ જિનેશ્વરદેવનો પોકાર છે, એ જીવે કોઈ દિ' સાંભળ્યો નથી. આહાહા !
એ સ્વાદમાં આવતા ભેદને લીધે મોહ પ્રત્યે નિર્મમ જ છું. આહાહાહા ! મારો ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપી, એનો જે અતીન્દ્રિય આનંદ સ્વાદ અને મોહકર્મના નિમિત્તથી થયેલો વિકૃતભાવ એનો સ્વાદ તે તદ્દ્ન ભિન્ન છે, માટે તેના પ્રત્યે ધર્મો સમ્યગ્દષ્ટિ ધર્મની પહેલી શરૂઆતવાળો એમ કહે છે, માને છે, કે રાગ પ્રત્યે હું નિર્મમ છું. આહાહા!
આવું સાંભળવું મુશ્કેલ પડે એવું છે. પ્રવીણભાઈ? આ તમારા પૈસા અને લાદીને ધૂળધાણીને પાંચ-દશ લાખની પેદાશ હોય એટલે જાણે, ઓહોહો ! ક્યાંય વધી ગયા અને બેપાંચ દશ કરોડ રૂપિયા થાય, એટલે હું પહોળો અને શેરી સાંકડી થઈ જાય એને, સમજાણું કાંઈ? આંહી તો આ વાત છે પ્રભુ, ત્રણ લોકના નાથનો પોકાર વીતરાગનો આ છે, એ વાત તો અત્યારે સંપ્રદાયમાં છે જ નહીં. સંપ્રદાયમાં તો આ કરો ને આ કરો ને આ કરો એ રાગની ક્રિયા એને ધર્મ માને.
આંહી તો કહે છે કે ધર્મી જીવ એને કહીએ કે રાગના સ્વાદના પ્રત્યે જે નિર્મમ છે અને પોતાના સ્વભાવ પ્રત્યે અહમ્પણું મમ્ છે, એ મારો છે. આહાહાહા... બીજી રીતે આવ્યું કે