________________
ગાથા ૩૬
૫૩૩
ભગવાન આત્મા જ્યાં છે ત્યાં બીજાં દ્રવ્યો પણ છે એક જગ્યોએ રહેવામાં નિવારણ ન કરી શકાય. કર્મના ૨જકણો ધર્માસ્તિકાયાદિના પ્રદેશો કે જે જીવ પાત્ર છે એને જ્ઞાનીએ એમ જણાવ્યું કે ભગવંત તારું સ્વરૂપ, શરીર અને વાણીની ક્રિયાથી તો ભિન્ન છે, પણ અંદ૨ જે પુણ્ય પાપના શુભઅશુભભાવ થાય, એનાથી તારું સ્વરૂપ ભિન્ન છે. આહાહા... એમ એણે સાંભળ્યું જાણ્યું અને અંદરમાં વિવેક કર્યો, કે હું તો આત્મા, એકરૂપ સ્વરૂપ છું. શુદ્ધ ચૈતન્ય આનંદકંદ પ્રભુ આહાહાહા... સમ્યગ્દર્શનની ચીજ છે બાપુ ઝીણી બહુ. આહાહા ! હું તો સર્વ દ્રવ્યો જે છે ‘પરસ્પર સાધારણ એકક્ષેત્રે રહે છે તેનું નિવારણ કરવું અશક્ય છે” મારો આત્મા અને જડ, હું ભગવાન આત્મા અને જડ, શિખંડની જેમ એકમેક થઈને રહ્યા છે, એકમેક થઈ રહ્યા છે શિખંડમાં દહીં અને ખાંડ એકમેક થઈને જાણે રહ્યા છે. એમ આ આત્મા ભગવાન આત્મા અને કર્મના આદિ ૫૨માણુઓ અને પુણ્ય-પાપના ભાવ, અહીં ખરેખર તો પુણ્ય-પાપના ભાવ લેવા છે. એ બે એક જેવા જણાય છે અનાદિથી, અરે આ તે ક્યાં જોવા નવો થાય ?
અહીંયા કહે છે કે જેમ શિખંડમાં દહીં અને ખાંડના સ્વાદ ભિન્ન છે, છતાંય એક સ્થાને, એકભાવવાળા હોય એમ એને દેખાય છે અનાદિથી. એમ ભગવાન આત્મા અનાકુળ આનંદ સ્વરૂપ પ્રભુ એમાં શુભ અને અશુભભાવ એ એકમેક હોય એમ એને દેખાય છે અનાદિથી જાણે એક થઈ રહ્યા હોય, તોપણ શિખંડની માફક સ્પષ્ટ અનુભવમાં આવતા સ્વાદના ભેદને લીધે આહાહાહા... પણ હું આત્મા ચૈતન્ય સ્વરૂપ એનો સ્વાદ પવિત્ર અને આનંદનો સ્વાદ છે, તે હું. છે ? સ્પષ્ટ અનુભવમાં આવતા, આહાહાહા... સ્વાદના ભેદને લીધે, હું મોહ પ્રત્યે નિર્મમ છું. કેમકે કર્મના નિમિત્તના સંગે થયેલા શુભ-અશુભ દયા-દાન વ્રત ભક્તિ કે કામક્રોધના ભાવ, એનો સ્વાદ રાગનો કલુષિત (આકુળિત ) છે. આહાહાહા ! મારો ચૈતન્ય સ્વભાવનો સ્વાદ એનાથી જુદો છે. એમ ધર્મી જીવ પ્રથમ ધર્મ પામતાં, પ્રથમ ધર્મ પામતાં, એને રાગનો સ્વાદ ભિન્ન દેખાય છે. આહાહાહા... અને આત્માનો સ્વાદ ભિન્ન જણાય છે- જેમ શિખંડમાં સ્વાદ દહીંનો ને ખાંડનો ભિન્ન છે, એમ મારો સ્વાદ, હું આનંદ સ્વરૂપ પ્રભુ એનો સ્વાદ ચૈતન્યનો સ્વાદ અને દયા દાન વ્રત ભક્તિ આદિના પરિણામ જે રાગ છે, એનો સ્વાદ દહીંની પેઠે ખાટો છે, એટલે કલુષિત છે, મારો સ્વાદ આનંદનો ભિન્ન છે. આહાહાહા !
અરે કે દિ’ કરે ? ભવના અંત લાવવા હોય એની વાતું છે બાપુ. ભવ કરી કરીને મરી ગયો છે અનંતકાળથી નરકના, સ્વર્ગના, મનુષ્યના અનંત અનંત ભવ કર્યા છે, પણ એણે આત્મજ્ઞાન ન કર્યું.. એના વિના એનું પરિભ્રમણ ન મટયું. આહાહાહા ! જેને એ પરિભ્રમણ મટાડવું છે એને આત્માના ને રાગના સ્વાદને ભિન્ન જાણશે તો મટશે. જુઓ આ વાણી. આહાહાહા... અરે આ વાત.. શ૨ી૨ વાણી મન, જડ અને સ્ત્રીકુટુંબ પરિવા૨ એ તો ૫૨ છે, એને તો આત્માની સાથે કાંઈ સંબંધ નથી. એમ જડકર્મના નિમિત્તથી થતા શુભાશુભભાવ જે રાગાદિનો સ્વાદ, એ જડનો સ્વાદ છે. ચૈતન્ય જ્ઞાયક મારું સ્વરૂપ એનો સ્વાદ ચૈતન્યનો આનંદ છે. અરે આ વળી, આ સ્વાદ કેવો હશે ? આ દુધપાકના સ્વાદ ને મોસંબીના સ્વાદ ને એમ લોકો તો માને છે. ધૂળમાંય સ્વાદ નથી સાંભળને હવે. એ તો જડ છે જડનો સ્વાદ તને આવે ? જડનો સ્વાદ તો જડ રૂપી છે, એ ખાતા તને એનો સ્વાદ નથી આવતો, એના પ્રત્યેનો રાગ થાય છે, એ રાગનો સ્વાદ