________________
ગાથા ૩૬
૫૩૭
એને ભાન નથી બોલે ખરા આંહી ચૂક વાગે ને તો કહે મારી માટી પાકણી છે, પાણી અડવા દેશો નહીં, બોલે ખરા ભાન વિનાના, બોલે ખરા મારી માટી પાકણી છે, માટી તો જડ ધૂળની છે આ ક્યાં માટી તારી હતી, આ તો પુદ્ગલ છે. ખીલી વાગી હોય તો પાણી અડાડશો નહીં, પાણીનો પાટો બાંધશો નહીં, મારી માટી પાકણી છે. માટી કહે ને વળી પાછી મારી કહે ! ગાંડાના કાંઈ લખણ બીજા હશે ? સમજાણું કાંઈ ? આહાહા !
એ માટી એની ચીજ નથી, એ તો ભિન્ન છે એક જગ્યોએ રહેવા છતાં, પણ અંદરમાં રાગ થાય છે શુભઅશુભ રાગ એ પણ વિકૃત-કલુષિત સ્વભાવ, એ મારા ચૈતન્યનો સ્વાદ નહીં. આહાહાહા ! અરેરે કે દિ' કરે અને કે દિ' એના ભવના અંત આવે ? આ (સમજયા ) વિના એના ભવના અંત આવે એવું નથી. મરી જાયને, ક્રિયા કરી કરીને. આહાહા ! એ તો બધી રાગની ક્રિયા છે, અને રાગ તો કલુષિત મેલો જડનો સ્વભાવ છે. અરેરે ગજબ વાતું આ.
“સદાય પોતાના એકપણામાં પ્રાસ હોવાથી આત્મપદાર્થ એવો ને એવો જ સ્થિત ૨હે છે” કૌંસમાં બતાવે છે દહીં અને ખાંડ મેળવવાથી શિખંડ થાય છે. દહીં અને ખાંડ, એમાં દહીં અને ખાંડ એક જેવા માલૂમ પડે છે શિખંડમાં, તોપણ પ્રગટરૂપ ખાટામીઠા સ્વાદના ભેદથી, દહીં તે ખાટું છે અને ખાંડ તે મીઠી છે. બેયના સ્વાદના ભેદથી જુદા જુદા જણાય છે. આહાહાહા !
શાસ્ત્રમાં તો એવો એક લેખ છે કે દારૂ પીધો હોય તો એને શીખંડ ખવરાવો તો ગાયના દૂધ જેવું લાગે એને, જેણે દારૂ પીધો છે એને જો શીખંડ આપો તો ગાયનું દૂધ પીઉં છું એવું લાગે, એને સ્વાદની ખબર નથી એમ જેણે મિથ્યાત્વના દારૂ પીધા છે, ઊંધી શ્રદ્ધાના દારૂ પીધા છે, આહાહાહા ! એને રાગના સ્વાદ મારા છે એમ ભાસે છે. આવી વાત છે, પ્રભુનું સ્વરૂપ આવું છે ભાઈ. આહાહા!
તેવી રીતે દ્રવ્યોના લક્ષણભેદથી જડ ચેતનના જુદા જુદા સ્વાદને લીધે, એ રાગાદિ જડનો સ્વાદ છે કેમકે રાગ પોતે જાણતો નથી કે હું કોણ છું, ચાહે તો દયા દાન વ્રત ભક્તિનો વિકલ્પ રાગ હો એ રાગમાં જાણવાની તાકાત નથી. એ તો અચેતન છે. આહાહાહા ! રાગ પોતે જાણતો નથી કે હું કોણ છું, તેમ રાગ જોડે ચૈતન્ય ભગવાન છે તેને ( રાગ ) જાણતો નથી. તેમ તે રાગ ચૈતન્ય વડે જણાય છે, માટે તે જડ છે. આહાહાહા !
અરેરે એ જેમ શિખંડમાં ખાંડ અને દહીંનો સ્વાદ ભિન્ન છે, એક જેવા દેખાવા છતાં, એમ ભગવાન આત્માનો સ્વાદ ચૈતન્યનો અને રાગનો (સ્વાદ) જડ એ લક્ષણભેદથી બેના લક્ષણભેદ છે, બેના લક્ષણો જુદા છે. જેમ દહીંનો સ્વાદ ખાટો અને ખાંડનો સ્વાદ મીઠો, એમ લક્ષણભેદ છે. એમ રાગનો સ્વાદ જડ કલુષિત, ભગવાનનો સ્વાદ ચૈતન્ય અને આનંદ, બેયના લક્ષણથી બેયના ભેદ છે. આહાહા... સમજાણું કાંઈ ? કાંઈ સમજાણું શું કીધું છે એ ? સમજાય જાય તો જુદી વાત છે, પણ કઈ પદ્ધતિથી કહેવાય છે, એ શૈલી પકડાય છે એમ.
અરેરે આવો મારગ હશે જિનદેવનો અહીં તો ભાઈ એવું સાંભળ્યું'તું, કહે દયા પાળો, વ્રત કરો, જીવને ન મારો, છ કાયની દયા પાળો, પાંજરાપોળમાં મદદ કરો, ઘેટાંને ખડ નાખો, આહાહા... પોઢા કરો, પ્રતિક્રમણા કરો. સામાયિક કરો, શેના પોઠા ? તારે ભાન નથી ને આત્મા કોણ છે એનું ભાન નથીને પોહા શેના ? અજ્ઞાનના પોહા છે મિથ્યાત્વના. મિથ્યાત્વને પોસે છે