________________
ગાથા – ૩૬
૫૩૫ રાગના સ્વાદ પ્રત્યે ધર્મી નિર્મમ છે અને નિજ સ્વાદ પ્રત્યે મમ્ છે, મમ્ આ મમ્ નથી છોકરા ખાતા. આહાહાહા.. અરે ! અરે ! આવી વાતું છે. ધર્મી મમ્ કરે છે મમ્, મમ્ ખાય છે. મમ્ એટલે પોતાની ચીજ જે આનંદ છે તેને અનુભવે છે, આ નિર્મમ છે આ મમ્ છે. આહાહા!
ચોર્યાસીના અવતાર કરી કરીને મરી ગયો છે, અને હજી જ્યાં સુધી એ રાગ એ હું એવી માન્યતા પડી છે એ મિથ્યાત્વની એમાં અનંતાભવ કરવાની તાકાત છે. નરક ને નિગોદના ભવ કરવાની તાકાત છે એમાં. આહાહા ! એ બધા અબજોપતિ ને કરોડોપતિ એ મરીને ત્યાંથી ઢોરમાં જવાના. આહાહા! કેમકે ત્યાં રાગ જે તીરછો સ્વભાવ છે, જે સ્વરૂપ પોતાનું નથી, એના સ્વાદમાં પોતે માને છે કે તે હું છું, તે મિથ્યાદેષ્ટિ જીવને આડોડાઈ કરી નાખી જીવમાં એણે, જીવનો જે રાગરહિત સ્વભાવ છે એમ ન જાણતાં, એ દયા દાન રાગના પરિણામનો સ્વાદ એ મારો છે, એવી જેણે અંતરમાં આડોડાઈ કરી છે, એ મરીને તિર્યંચ આડા, આમ શરીર આડા છે એમ થાશે, આ માણસ ઊભા છે, આવી વાત છે બાપુ આંહી તો. આહાહાહા!
- તિર્યંચ છે ને? એ તિર્યંચ કહે છે ને પ્રભુ, એને તિર્યંચ કહેને, આમ તીરછા, માણસ આમ ઊભા છે અને ગાય ભેંસ બકરા ખીસકોલી એના શરીર આમ આડા છે, તીરછા છે. એ તીરછા કેમ થયા? કે પૂર્વે એણે આડોડાઈ તીરછાઈ બહુ કરી હતી. દારૂ માંસના ખોરાક હોય તો તો મરીને નરકે જાય, પણ એ ન હોય, પણ આવા રાગના તીવ્ર ભાવને પોતાના સ્વાદ તરીકે જાણી, ભગવાનને આડો કરી નાખ્યો, અવળો કરી નાખ્યો, આહાહાહા... ભગવાન એમ કહે છે, એ જીવો મરીને તીરછા, તિર્યંચ થશે. ગાય ભેંસ ને બકરા થશે. આહાહાહા ! અનંત વાર થયો છે એ રીતે. આહાહાહા !
આંહી કહે છે કે, એકવાર જેણે પોતાના આનંદના સ્વાદને લઈ સ્વસમ્મુખ થઈ, ભગવાન આનંદ સ્વરૂપ, જે એનાથી વિમુખ હતો, જે શુભઅશુભભાવને માનીને સ્વાદ લઈને મારો છે એમ માનતો, એ સ્વભાવથી વિમુખ હતો. એ સ્વભાવની સન્મુખ થયેલો પ્રભુ, આહાહાહા... મારું સ્વરૂપ તો ચૈતન્ય સ્વરૂપ ચૈતન્યનો સ્વાદ તે હું એમ જેણે મમ કર્યું, આનંદનો સ્વાદ લીધો, આહાહા ! એને એ સ્વાદની આગળ ચાહે તો દયા દાન વ્રતનો રાગ હોય પણ એ રાગ કલુષિત જડનો સ્વાદ છે. અરે આ કેમ બેસે? આહાહા.... ક્યાં રખડતો રખડતો રઝળતો એને ક્યાં (આ) વાત બેસે? સાંભળવા મળે નહીં બિચારાને. આહાહાહા !
આવી વાતું છે પ્રભુ. શું કરીએ ? ભગવાનનો પોકાર છે સીમંધર ભગવાન પાસેથી આ બધી વાત આવી છે. પ્રભુ બિરાજે છે. મહાવિદેહમાં પ્રભુ બિરાજે છે, સીમંધર ભગવાન, આહાહાહા ! ન્યાંથી આવેલી આ વાત છે. આહાહા !
કહે છે કે સ્વાદના ભેદને લીધે, મારો પ્રભુ તો ચૈતન્ય સ્વભાવી સ્વાદિષ્ટ છે, આહાહા.... અનાકુળ આનંદના સ્વાદવાળો તે હું અને આ રાગનો સ્વાદ જે મોહનો સ્વાદ તે કલુષિત, એના પ્રત્યે હું નિર્મમ છું. એ મારા નહીં, જીવ અધિકાર છે ને, એ રાગને અજીવ ને જડ કહીને જીવથી જુદો બતાવ્યો છે. એ નિર્મમ છું. એ નિર્મમ જ છું. રાગનો કણ પણ જે અંદર હોય, આહાહા ! આવે પણ હું નિર્મમ જ છું. શરીર વાણી મન બાઈડી છોકરાં તો ક્યાંય (દૂર) રહી ગયા ધૂળ એ તો ક્યાંય રહી ગયા એના હતા જ ક્યાં? આહાહા ! પણ ધર્મી જીવ તો એ મારા છે એ તો