________________
ગાથા – ૩૪
૪૯૧ હોનેવાલા કર્મના નિમિત્તના સંબંધમાં હોનેવાલા શુભઅશુભ રાગ વિભાવભાવ એ અન્ય સમસ્ત પરભાવોંકો, એ પરભાવ વિકારીભાવ ઉનસે અપને સ્વભાવભાવસે વ્યાસ ન હોનેસે અપના જ્ઞાનાનંદ સ્વભાવ એ સ્વભાવસે વિભાવમાં વ્યાપ્ત નામ પરિણમન ન હોનેસે આહાહા... એ વિભાવ સમકિતીકો જ્ઞાનીકો પરરૂપ જાનકર, એની બાત હૈ. એ પુણ્ય ને પાપનું આચરણ, અવ્રતા આચરણ હૈ એ સમકિતીકો જ્ઞાનીકો, તો વો જાનકર કે આ તો રાગ હૈ વિકાર હૈ, મેરા સ્વભાવસે મેં પરિણમન કરું ઐસી ચીજ નહીં. સ્વભાવ તો સ્વભાવરૂપે પરિણમે ઐસી ચીજ હૈ. તો મેરા ચૈતન્ય આનંદ જ્ઞાન સ્વભાવ એ અન્યભાવકા પરિણમનેકે લાયક નહીં. આહાહાહા !
વ્યાસ ન હોને સે પરરૂપ જાનકર સમ્યગ્દષ્ટિ જીવ, ધર્મી જીવ અપના સ્વભાવસે વિભાવરૂપે ન હોને લાયક મૈં તો હું, ઐસા જાનકર ત્યાગ દેતા હૈ. આહાહા.. રાગરૂપ જો આચરણ અવ્રતકા થા, યે મેં તો જ્ઞાતા હું, દૃષ્ટા હું, યે મેરા સ્વભાવસે વિભાવરૂપ પરિણમનકા વ્યાસ હોનેકો મેં લાયક નહીં. મૈરા સ્વભાવ ઐસા હે નહીં. આહાહા !
જુઓ આ પ્રત્યાખ્યાન, એ ત્યાગ દેતા હૈ ઈસલિયે જો પહેલે જાનતા હૈ જ્ઞાનસ્વભાવમેં પહલે જાનતે હૈ કે આ રાગાદિ વિકાર એ પર હૈ, આહાહા...વહી બાદમેં ત્યાગ કરતા હૈ. જાનતા હૈ વે હી અપનેમેં ઠર જાતા હૈ. અન્ય તો કોઈ ત્યાગ કરનેવાલા નહીં, જાના કે આ રાગ હૈ. આહાહાહા ! અસ્થિરતા મેરેમેં હૈ મેરા સ્વભાવ રાગરૂપે પરિણમનેકા લાયક તો નહીં, છતાં પરિણમન હૈ, તો વો રાગાદિ, પ્રત્યાખ્યાનની આ બાત હૈ ને? ત્યાગ કરનેવાલા દૂસરા તો કોઈ નહીં, જાના કે આ રાગ હૈ, વિકાર હૈ, વિભાવ હૈ, બસ જાના તો અપનેમેં ઠર જાતે હૈ. ઐસા તો હજી નિશ્ચય કરતે હૈ. એમ કહેતે હૈ.
ઈસપ્રકાર આત્મામેં નિશ્ચય કરકે, આ રીતે આત્મામાં પ્રથમ નિશ્ચય કરકે, પ્રત્યાખ્યાનકે સમય અપના સ્વરૂપમેં લીન સ્વસંવેદન હોનેકે કાળમેં, આહાહા... પ્રત્યાખ્યાન કરને યોગ્ય, રાગકા ત્યાગ કરને યોગ્ય, આરે આવી વાતું, પરભાવકી ઉપાધિ માત્રસે, જે વિકારભાવ હૈ એ તો પરભાવકી ઉપાધિ હૈ, એના પ્રવર્તમાન ત્યાગકે કર્તુત્વકા નામ, એ વિકારકા ત્યાગ મેં કરતા હું, એ તો નામમાત્ર (કથન માત્ર) હૈ. અપના સ્વરૂપમેં ઠરતે હૈ, ત્યાં રાગકા ત્યાગ હો જાતા હૈ, ઉસકો (રાગકા) ત્યાગ કિયા ઐસા કથનમાત્ર હૈ. આહાહા! આવી વ્યાખ્યા લોકોને કઠણ પડે છે. એમ કે પાઠમાં તો ઈતના હૈ “સબે ભાવે જમ્હા પચ્ચખાઈ” પરભાવના પચ્ચખાણ કર્યા એટલે આ બહારથી કરે છે ને, એટલે એ લોકો એમ કહે છે કે, આ ટીકાકારે અને વિદ્વાનોએ વસ્તુને ગહરી, ગંભીર બના દિયા, પણ આ ટીકા કિયા પણ આ પાઠમાં છે ને? “પચ્ચખાણ નાણમ નિયમ મુણે-દબ્ધ” ચોથું પદ છે કે નહીં ? નાણમ એટલે આત્મા, જ્ઞાન શબ્દ અહીંયા આત્મા. પાઠ છે ને?
નાણમ નિયમા મુણે” ટીકાનો કરનાર એ તો એમ કહે છે, આ વાત તો તદ્ગ સરળ હતી એકસો પંચાવન ગાથાનો પ્રશ્ન થયો હતો ત્યાં દિલ્હી, છે ને એકસો પંચાવન? “જીવાદિ સદહણે” એમ કે ત્યાં તો “જીવાદિ સદહણ” ઈતના હૈ, પણ ઉસકા અર્થ કયા હુઆ ઉસમેં? કે જીવાદિકી શ્રદ્ધા એટલે કે પ્રતીત માત્ર વિકલ્પસે ઐસે નહીં, એ જીવાદિકી શ્રદ્ધા (એટલે ) એ રૂપે આત્મા જ્ઞાનરૂપે નામ આત્મારૂપે પરિણમન હોના ઉસકા નામ સમ્યગ્દર્શન હૈ, ત્યારે એ લોકોને એમ