________________
પ૦૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ થયો જ નથી સ્વભાવ, પર્યાયપણે થયો છે તો એને જાણ્યું કે આ તો પર છે. આહાહાહા! હું તો તેનો, મારાથી તેના અસ્તિત્વ વિના જાણવું મારો સ્વભાવ છે. આહાહા ! એનું રાગાદિ અસ્તિત્વ છે, માટે તેને હું જાણવાના સ્વભાવવાળો થાઉં છું, એમ નથી. આહાહાહા ! આવી વસ્તુ છે.
એવી એકેક પર્યાય અનંતા સામર્થ્યવાળી, સ્થિરની પર્યાય સ્વરૂપની પણ અનંતી સામર્થ્યવાળી. આહાહા ! રાગરૂપે ન થતાં સ્થિરરૂપે થાય તે પણ પર્યાયની તાકાત અનંતી. આહાહા ! એક જ પર્યાયમાં પણ સ્થિરની પર્યાયમાં અનંતી સપ્તભંગી. આહાહાહા! એવું જે ભગવાન આત્માનું જ્ઞાનપર્યાય સ્વરૂપ, શ્રદ્ધા પર્યાયસ્વરૂપ, આનંદ પર્યાયસ્વરૂપ એમાંથી જાણ્યું કે રાગાદિ મારા દ્રવ્યના સ્વભાવથી પૂર્ણ વ્યાસ હોવું એ વસ્તુ (સ્વરૂપ) નથી. પર્યાયમાં નિમિત્તને લક્ષ પરિણમન થયું, પણ મારો દ્રવ્યસ્વભાવ તેપણે વ્યાપે એવું નથી. એમ દ્રવ્યસ્વભાવને જાણનારી જ્ઞાનની પર્યાય, આહાહાહા. રાગને પર તરીકે જાણવાના સ્વભાવવાળી પર્યાય રાગરૂપે ન થતાં, જ્ઞાનપણે, જ્ઞાનપણે, સ્થિર રહી એ એનું નામ અહીંયા પરનો ત્યાગ કર્યો એ નામમાત્ર છે. આહાહાહા! આટલી શરતું ને આટલી જવાબદારી. કહો, નવરંગભાઈ !
- રાત્રે તો ઘણું કહ્યું તું એ તો બધું, અહીં તો આ આવ્યું ને અહીંયા કે ગુરુએ પરમ વિવેક કરી એને બતાવ્યો તો એણે કર્યું. આહાહા! ભાઈ ! રાગાદિ તારી ચીજ નહીં. પરિણમનમાં ભલે હો, પણ તારા દ્રવ્યસ્વભાવની એ ચીજ નહીં. આહાહા ! સમજમેં આયા? રાગ ચાહે તો દયાદાન ભક્તિ આદિનો હો, ચાહે તો સૂક્ષ્મ રાગનો વિકલ્પ હો એ પણ પરભાવ છે, હું તો તેનો મારામાં રહીને જાણનારો, તેને અડ્યા વિના તેના અસ્તિત્વને કારણે હું એનું જ્ઞાન કરું છું એમેય નહીં. (પરંતુ) મારા જ્ઞાનનો પર્યાયનો જ એટલો સ્વભાવ છે, કે પરને અને સ્વને જાણવામાં રહેવું, એ જ મારી સ્થિતિ છે. આહાહાહા ! કહો, હીરાભાઈ ! આવું આવ્યું છે.
એમ જાણીને જાણ્યું, જાણ્યું કે આ પર છે, હું નહીં એવું જે જ્ઞાન સ્વરૂપ જ્ઞાનમાં કર્યું, જ્ઞાનમાં સ્થિર થયું. એ એણે રાગનો ત્યાગ કર્યો એ નામમાત્ર કથન કર્યું એ પચખાણ છે. હવે આ પચખાણ અને ચારિત્રની આ વ્યાખ્યા. રાગના અભાવના સ્વભાવરૂપ થવું એ આ. રાગના સ્વભાવરૂપ ન થવું અને દ્રવ્યના સ્વભાવરૂપે થવું, એનું નામ અહીંયા પ્રત્યાખ્યાન અને ચારિત્ર છે. આહાહા! અહીં તો બહારના કાંઈક વ્રત લીધા ને અમુક કર્યું થઈ ગયું ચારિત્ર, એ દ્રવ્ય ચારિત્ર. આહાભાઈ મોટી ભૂલ છે પ્રભુ, એ પર્યાયના ફળ આકરા પડશે પ્રભુ તને, આહાહા. રાગની ક્રિયા માનવી એ આકરું પડશે પ્રભુ તને દુઃખ. આહાહા ! અહીંયા તો રાગરૂપે ન થવું. આહાહા ! અને રાગ છે માટે જ્ઞાનમાં સ્થિર થયો એમ નથી. રાગ છે માટે રાગનું અહીં જ્ઞાન થયું એમ નથી. રાગ છે માટે અહીં જ્ઞાનમાં તેની શ્રદ્ધા થઈ એમ નથી. શ્રદ્ધાની પર્યાય
સ્વતંત્રપણે જોયું અને જ્ઞાનને શ્રદ્ધ પ્રતીત કરે એવો એનો સ્વભાવ છે. આવું સ્વરૂપ હવે માણસને. એ ચારિત્રની આ વ્યાખ્યા છે. એ કાલે બિચારા ખુશી થયા હતા બપોરે આવ્યા હતા. - ઓહો! ભારે પ્રત્યાખ્યાન મેં કીધું એ બપોરે ૨૯૫ માં આવવાનું છે. એમ કે જ્ઞાનીને પણ દુઃખનું વેદન છે, આનંદનું વેદન છે, બસો પંચાણુંમાં (વચનામૃતમાં) આવવાનું છે. એ દુઃખના રાગના પરિણામ મારા દ્રવ્ય સ્વભાવે થાય એમ તો હું નથી. પણ અહીંયા તો ચારિત્રની વ્યાખ્યા લેવી છે ને? આહાહા ! એ રાગના પરિણામને મારા દ્રવ્યના સ્વભાવનું એ પરિણમન નહીં.