________________
૫૦૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ જ્ઞાની થયો થકો વસ્ત્રને જલ્દી ત્યાગે છે. એટલે ઓઢેલું છતાં એ વસ્ત્ર મારું નથી એમ થઈ ગયું હવે, આહાહા... જ્ઞાનસ્વરૂપે જાણ્યું કે આ તો વસ્ત્રના ચિહ્નો મા૨ા નથી, એટલે અંદર ઓઢેલું છતાં તે પા૨કું થઈને રહ્યું હવે. આહાહાહા !
તેવી રીતે એ દૃષ્ટાંત થયો. જ્ઞાતા પણ, જાણનારો ભગવાન જ્ઞાનસ્વરૂપી પ્રભુ, ભ્રમથી પદ્રવ્યોના ભાવોને ગ્રહણ કરી, રાગાદિ પુણ્ય પાપના ભાવ એ ૫૨દ્રવ્યના ભાવ છે, એ સ્વદ્રવ્યના ભાવ નહીં. દ્રવ્યના ભાવ નહીં. પર્યાયમાં ભલે હો પણ એ ૫૨દ્રવ્યના ભાવ છે, એમ કહે છે. આહાહાહા ! પુણ્ય ને પાપના ભાવ, રાગદ્વેષના ભાવ પારકા પોતાના જાણીને ૫૨દ્રવ્યોના ભાવોને જાણીને ગ્રહણ કરીને, પોતાના જાણી, કેમકે ત્યાં જ દૃષ્ટિ હતી, શાયકસ્વરૂપ ઉપર દૃષ્ટિ નહોતી. આહાહા ! રાગ ને દ્વેષ ને વિકલ્પના પરિણામ એ ઉપર દૃષ્ટિ ત્યાં હતી, એને હવે (પોતાનું ) જાણ્યું. આ છે ને ? આહાહા !
પોતાના જાણી પોતામાં એક કરી સૂતો છે. રાગદ્વેષ વિકલ્પ, પોતાનું જ્ઞાનસ્વરૂપ ભિન્ન છે એમ જાણ્યું નથી અને એ રાગાદિ મારા છે એમ કરીને અજ્ઞાનપણે સૂતો છે. તે પોતાની મેળાએ અજ્ઞાની થઈ રહ્યો છે, કર્મને લઈને નહીં. આહાહાહા... એ રાગદ્વેષને લઈને નહીં. પોતાની મેળાએ રાગદ્વેષના ભાવ મારા નથી એમ ન જાણતો, મારા છે એમ જાણતો અજ્ઞાની થઈ રહ્યો છે. આહાહા ! ત્યારે શ્રી ગુરુ પરભાવનું ભેદશાન કરી, આહાહા... એને રાગથી ભિન્ન બતાવી પ્રભુ એ રાગના લક્ષણ એ તારા નહીં. આહાહા ! એ તો ત્યાં એમ કહ્યું કે એની મેળાએ નથી એને ગુરુ મળ્યા ભેદજ્ઞાન બતાવનારા એટલી વાત એની મેળાએ નથી જાગ્યો, આમ જાગ્યો છે, એમ કહે છે. ( શ્રોતાઃ- ગુરુએ ઉપદેશ આપ્યોને ) એ ઉપદેશ એણે લીધોને, ગ્રહણ કર્યો ને ? રાગથી ભિન્ન કરવાનું એણે જ્ઞાન કર્યુંને ? ત્યારે ગુરુએ ઉપદેશ દીધો એમ નિમિત્ત કહેવામાં આવે છે. આવી વાત છે. આહાહાહા !
આત્મા જ્ઞાન પ્રમાણે, રાત્રે નહોતું કહ્યું ? ભગવાન આત્મા જ્ઞાન પ્રમાણે છે. અને જ્ઞાન શેય પ્રમાણે છે અને શેય લોકાલોક છે. આમ જ્યાં જ્ઞાનમાં પ્રમાણમાં જ્ઞાન આત્મા પ્રમાણે છે, ને એ જ્ઞાનની પર્યાય ભલે શ્રુતજ્ઞાનની હો, (પણ ) એ રાગાદિ છે એ શેય છે અને એ જ્ઞાનની વર્તમાન પર્યાય આત્મામાં વ્યાપક છે અને તે જ્ઞાનની પર્યાય જ્ઞેય પ્રમાણે છે, એટલે રાગાદિ જે વસ્તુ છે તેનું જ્ઞાન ક૨વાને લાયક એ છે. આહાહા... એને પોતાનું માનવાને લાયક એ નથી. આહાહાહા ! સમજાય છે કાંઈ ? એ જ્ઞાનની એક સમયની પર્યાય આત્મામાં વ્યાપક છે, એ પર્યાય, દ્રવ્યને જાણે છે, એ પર્યાય ગુણને જાણે છે, એ પર્યાય અનંતી બીજી પર્યાયને જાણે છે, એ પર્યાય પર્યાયને જાણે છે, એ પર્યાય જ્ઞેય જે રાગ આદિ અનંત, આહાહાહાહાહા... એ અનંત શેયો તે જ્ઞાનની પર્યાય જ્ઞેય પ્રમાણે છે એટલે કે શેયો જે અનંત છે તેને કરવાને લાયક નથી, જાણવાને લાયક છે, આહાહા... શેય પ્રમાણે હોનેલાયક નથી. જાણવા લાયક છે. આહાહા. સમજાય છે કાંઈ ?
એવી જે જ્ઞાનની પર્યાય, એણે પોતાના લક્ષણથી સ્વરૂપને જાણ્યું, તેને રાગાદિના લક્ષણો તે ૫૨શેયના છે, ( એ જાણ્યું ). એ મારા જ્ઞાનની પર્યાયમાં એ રૂપે થવું એ મારો દ્રવ્ય સ્વભાવ જ નથી. આહાહા ! પર્યાયમાં છે, પણ મારો દ્રવ્ય સ્વભાવ એ રૂપે થવાનો નથી. આહાહાહાહા...