________________
૫૧)
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ એનો જ્યાં દૃષ્ટિમાં સ્વીકાર થઈ અને સૃષ્ટિ થઈ સમ્યગ્દર્શનની આહાહાહા.. એમાં બધી આખી ચીજ પૂરણ છે એ પ્રતીતમાં આવી ગઈ. અને તેમાં હું રાગરૂપે નથી એ પણ એમાં આવી ગયું. અને તે શ્રદ્ધામાં એમ પણ આવ્યું કે હવે હું આમાં જેટલો ઠરીશ તેટલી અશુદ્ધતા (ને) કર્મનો નાશ થશે. આહાહાહા ! શ્રદ્ધામાં પણ એમ આવ્યું. આહાહાહા ! ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ એમાં હું કરીશ. આહાહા... એવું શ્રદ્ધામાં આવ્યું કે આમાં હું જેટલો હરીશ એટલો અસ્થિરતાનો ને કર્મનો નાશ થશે. એ અહીંયા ઠરવાની વાત હવે લીધી. આહાહા! સમજાણું કાંઈ? ત્યાંય એમ આવે છે ને, શ્રદ્ધામાં આમ થયું ને પછી આચરણ કરે છે. સત્તરઅઢાર ગાથા ઓલા રાજાને ઓળખીને પછી શ્રદ્ધા કરીને ને આચરણ કરીને એમ આત્માને ઓળખીને ને શ્રદ્ધા કરી ને પછી એનું જ આચરણ કરીને, આહાહા.. ચારેકોરથી જુઓ તો વસ્તુને એક રીતે જ સિદ્ધ કરે છે. આહાહા! ભિન્ન-ભિન્ન પડખાંથી, અનંતા દ્રવ્ય અને રાગની મધ્યમાં પ્રભુ પણ તું એકલો જ્ઞાનસ્વરૂપ ભિન્ન છો. એવું એને વારંવાર ગુરુએ કહ્યું એટલે કે વારંવાર કહેલું યાદ કર્યું. સ્મરણમાં લીધું, આહાહા.કે પર તરફના લક્ષવાળો વિકાર એ મારું સ્વરૂપ નહીં. એવું ભાન તો થયું'તું પણ ભાનમાં હવે વિશેષ ઠર્યો હુવે. આહાહા ! એ પણે થવું એ મારો દ્રવ્ય સ્વભાવ નહીં, એમ આવ્યું ને? પહેલાં આવી ગયું, દ્રવ્યસ્વભાવપણે રાગપણે વ્યાસ થવું એ મારું સ્વરૂપ નથી. આહાહાહા ! | મારો પ્રભુ જ્ઞાન ને આનંદ ને શાંતિનો સ્વભાવ દ્રવ્યનો એ દ્રવ્યસ્વભાવપણે છે વિભાવપણે થવું એ મારું સ્વરૂપ નથી. આહાહા ! દ્રવ્યસ્વભાવપણે વિભાવનું વ્યાપ્ય અને સ્વભાવ વ્યાપક (એમ નથી.) આહાહાહા.. પહેલાં આવી ગયું હતું કાલે આવ્યું તું. આહાહા. અલૌકિક વાતું છે, બાપા ! આહાહા ! પ્રભુ તારી પ્રભુતાનો પાર નથી અને પામરતામાં રોકાઈ ગયો પ્રભુ, આહા ! એ પામરતા છોડવા માટે પણ કહે છે કે એનો ત્યાગ કરવો એ પણ એક નામમાત્ર છે. આહાહા! પ્રભુ તું પ્રભુપણેથી છૂટયો નથી. આહાહા! પ્રભુ પ્રભુપણે રહ્યો છે, એ જ એનું નામ પચખાણ અને ચારિત્ર છે. આહાહાહા !
હવે આવી વ્યાખ્યાય સાંભળવા મળે નહીં. હવે એ સમજે કે દિ' બાપુ! આહાહાહા ! (શ્રોતા:- અનાદિનો સંસાર શાંત થઈ જાય એવી વાત છે) એવી વાત છે બાપા. ભગવંત તારું સ્વરૂપ જ એવું પ્રભુનું. આહાહા ! જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા એ દ્રવ્ય સ્વભાવથી એ દયા દાનના રાગપણે થવું એ એનો સ્વભાવ નથી. આહાહાહા ! એ વ્યાપક ભગવાનનું વ્યાપ્ય વિકાર એ એનો સ્વભાવ નથી. આહાહાહા! ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ એનો સ્વભાવ નિર્મળ પર્યાયપણે વ્યાપ્ય અને વ્યાપક થવું એ એનો સ્વભાવ છે. આહાહાહા ! અરે ક્યાં એ જોવા નવરો નથી અંદર પ્રભુ! આહાહા.... જેની શક્તિનો પાર નથી, એવી શક્તિનો નાથ ભગવાન આત્મા, આહાહાહા... એને પરપણે થવું રાગપણે એ દ્રવ્યનો વસ્તુનો સ્વભાવ નથી.
એમ સમ્યગ્દર્શન પ્રગટ કરી અને પછી જ્યારે ચારિત્ર લે છે, પ્રત્યાખ્યાન કરે છે ત્યારે એ અસ્થિરતાના રાગપણે હું ન થાઉં એવો મારો સ્વભાવ અને મારો સ્વભાવ તો સ્થિરપણે જ્ઞાનની શાંતિપણે થવું એવો મારો સ્વભાવ એમ થઈને ઠરે છે આનંદમાં પ્રભુ અને રાગરૂપે થતો નથી એ દશાને પ્રત્યાખ્યાન અને ચારિત્ર કહેવામાં આવે છે. આહાહાહા ! (શ્રોતા:- અમૃત