________________
૫૧૯
શ્લોક – ૨૯ આ છે, તો એ આગમનું વાકય છે, ગુરુનું વાક્ય છે ને વીતરાગનું કથન છે? કે આ કથન વીતરાગનું છે. આહાહા ! બીજા કોઈ એમ કહે કે આ પચખાણ આમ કર્યાને રાગ આમ કર્યા ને રાગ છે, વિકલ્પ છે એ ત્યાગ છે તો એ વીતરાગ વાણી નહીં, ગુરુની વાણી નહીં, સર્વજ્ઞનું કથન નહીં એ. આહાહા ! સમજાય છે કાંઈ?
સાધારણ પ્રાણીને આકરું લાગે પણ મારગ તો આ છે બાપા. આહાહા! ભગવંત તારું સ્વરૂપ જ આવું છે, એ તો આવ્યું'તું ને પહેલું “ભગવંત જ્ઞાતૃદ્રવ્ય” ભગવાન જ્ઞાતાદ્રવ્ય જાણક દ્રવ્ય- જ્ઞાતા દ્રવ્ય. આહાહા ! એ જ્ઞાતા ને જ્ઞાતા તરીકે જાણી, રાગના વિકલ્પની વૃત્તિઓને પરભાવ તરીકે જાણી તેમાં પ્રવર્તતો નથી અને એને છોડીને સ્વરૂપમાં પ્રવર્તે છે તેને પ્રત્યાખ્યાન અને રાગના ત્યાગરૂપ ભાવ કહેવામાં આવે છે. આહાહાહા! કેટલી શરતું.(શ્રોતા - એક જ શરત).
તું બીજી રીતે માને છે કે અમે આ વ્રત લીધા ને તપ ક્યને માટે તે સંવર નિર્જરા છે તે ચારિત્ર છે. ભગવાન એમ નથી ભાઈ. આહાહા! ભગવાને એમ કહ્યું નથી અને આગમનું એ વાક્ય નથી, ગુરુએ એમ ઉપદેશ દીધો નથી. આહાહાહા !
જૂની ન થાય દષ્ટિ ત્યાં તો અત્યંત વેગથી પ્રવૃત્તિને પામે નહીં, રાગરૂપે પરિણમે નહીં. એ પહેલાં આવે છે ને ઓલું દૂરથી છોડીને, સ્તુતિમાં આવ્યું તું ઉદય તરફનું અનુસરણ છે એને આમ દૂરથી છોડીને એટલે આમ અનુસરણ કરતું નથી અને આમ અનુસરણ કરે છે, સ્વના આશ્રયનું અનુસરણ કરે છે. આહાહાહા ! આ એની હજી જ્ઞાન ને શ્રદ્ધા તો કરે કે આ માર્ગ આ છે. એમને એમ માનીને બેસી જાય, બાપા! પ્રભુ તને લાભ નહીં થાય. તું માન અને દુનિયા માને એટલે લોકો સર્ટિફીકેટ આપે કે તમે ભારે મુનિ, ભાઈ એમ નહીં મળે. આહાહા...
“અનવમ્ અત્યંત વેગાત્” એ કાને શબ્દોને દૃષ્ટિ પડી, એ જૂની ન થાય, તરત જ અંદર રાગથી ભિન્ન ભગવાન અંદર જાગી ઊઠયો. આહા... ભણકાર વાગ્યા અંદરમાં જ્ઞાતા દ્રવ્ય ચૈતન્ય સિંધુ, એ ચૈતન્ય સિંધુ હમારો રૂ૫ હૈ, રાગાદિ અમારા રૂપ નહીં. આહાહાહા... તે પહેલાં “તત્કાળઝટિતી” હેં ને? “સકળભાવે અન્યદીયૈઃ વિમુક્તા” સકળ ભાવોથી રહિત, કહે છે કે રાગાદિ પરભાવો છે એના લક્ષણો ભિન્ન છે, તારા સ્વભાવના લક્ષણો ભિન્ન છે, એવી જ્યાં દૃષ્ટિ
જ્યાં કાને પડી એ દષ્ટાંત કાને પડયું-કાને પડયું અને જૂની ન થાય ત્યાં તો તરત જ રાગથી ભિન્ન પડી ગયો ભગવાન. આહાહાહા !
સકળ અન્યભાવોથી રહિત. જોયું! શુભાશુભ ભાવો વિકાર છે. આહાહા! અન્યભાવો છે. સકળ અન્યભાવોથી રહિત, તત્કાળ પોતે જ અનુભૂતિ તો પ્રગટ થઈ ગઈ. આહાહા... સમ્યગ્દર્શનની અનુભૂતિ તો હતી જ પણ આ ચારિત્રની અનુભૂતિ પ્રગટ કરી. ભગવાન શુદ્ધ ચૈતન્ય મૂર્તિ એને અનુસરીને અનુભૂતિ થઈ. જે નિમિત્તને અનુસરીને જે રાગ હતો, એને એમ કહ્યું કે આ રાગ લક્ષણ તો પર છે અને તારું સ્વરૂપ પર છે, એ વાત જ્યાં કાને પડી અને જૂની ન થાય “અનવમ્” જૂની ન થાય તાજી રહે ત્યાં એ છૂટો પડી ગયો. આહાહાહા!
કહે છે ત્યાં પોતે જ અનુભૂતિ તો પ્રગટ થઈ ગઈ છે. “સ્વયં અયમ્ અનુભૂતિ” અર્થાત્ રાગરૂપે ન થયો માટે આમ થયું એમ છે? એ તો સ્વયં અનુભૂતિ પ્રગટ થઈ ગઈ છે. રાગરૂપે
૪. !