________________
ગાથા – ૩૫
૫૧૭ ભાવાર્થ – “જ્યાં સુધી પર વસ્તુને ભૂલથી પોતાની જાણે” પહેલેથી ઉપાડયું છે ને, ત્યાં સુધી મમત્વ રહે. પોતાની જાણે એટલે મમત્વ જ રહે એ મારી છે એમ. આહાહા... અને જ્યારે યથાર્થ જ્ઞાન થવાથી પર વસ્તુને પારકી જાણે, આહાહાહા ! એ કોટને પણ પારકો જાણે એના લક્ષણથી છોડી દે. એમ ભગવાન આત્મા શુભ અશુભભાવના પરભાવને જાણે અને પોતાનો સ્વભાવ વીતરાગી જ્ઞાનઆનંદ સ્વરૂપ જાણે, ત્યારે બીજાની વસ્તુનું મમત્વ શાનું રહે? એ પુણ્ય ને પાપમાં અસ્થિરતા કેમ રહે એમ કહે છે, અથવા ન રહે એ પ્રસિદ્ધ છે. આહાહા! હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે.
( શ્લોક - ૨૯ )
(માલિની) अवतरति न यावद् वृत्तिमत्यन्तवेगादनवमपरभावत्यागदृष्टान्तदृष्टिः। झटिति सकलभावैरन्यदीयैर्विमुक्ता
स्वयमियमनुभूतिस्तावदाविर्बभूव।।२९।। શ્લોકાર્થ-[કપર-ભાવ-ત્યા -દાત્ત-:] આ પરભાવના ત્યાગના દેષ્ટાન્તની દષ્ટિ, [મનવમ અત્યન્ત-વેચાત્ યાવત્ વૃત્તિમ્ ન ગવતરતિ] જૂની ન થાય એ રીતે અત્યંત વેગથી જ્યાં સુધી પ્રવૃત્તિને પામે નહિ, [તાવત]તે પહેલાં જ[ તિ]તત્કાળ [સવન-માવૈ: કન્યવી:વિમુpl] સકલ અન્યભાવોથી રહિત[સ્વયમ રૂમ મનુભૂતિ:] પોતે જ આ અનુભૂતિ તો [ ભાવિમૂવ ]પ્રગટ થઈ ગઈ.
ભાવાર્થ-આ પરભાવના ત્યાગનું દૃષ્ટાંત કહ્યું તે પર દૃષ્ટિ પડે તે પહેલાં સમસ્ત અન્યભાવોથી રહિત પોતાના સ્વરૂપનું અનુભવન તો તત્કાળ થઈ ગયું; કારણ કે એ પ્રસિદ્ધ છે કે વસ્તુને પરની જાણ્યા પછી મમત્વ રહેતું નથી. ૨૯.
(મતિની) अवतरति न यावद् वृत्तिमत्यन्तवेगादनवमपरभावत्यागदृष्टान्तदृष्टिः। झटिति सकलभावैरन्यदीयैर्विमुक्ता स्वयमियमनुभूतिस्तावदाविर्बभूव ।।२९ ।।
આહાહા ! “અપરભાવ-ત્યાગદેષ્ટાંત-દષ્ટિ” આ પરભાવના ત્યાગના દેષ્ટાંતની દૃષ્ટિ એ “અનવમ્ અત્યન્ત વેગા યાવત્ વૃત્તિમ્ ન અવતરતિ” એ પરભાવની દૃષ્ટિ જ્યાં છે કહે છે કે પ્રગટ થઈ ત્યાં એ જૂની ન થાય. એ રીતે અત્યંત વેગથી તત્કાળ પ્રવૃત્તિને પામે નહીં. આરે! રાગને પામે જ નહીં. આહાહા..... સાંભળ્યું કે રાગાદિ પર છે, એ વસ્ત્રના દેષ્ટાંત આદિ, એ દૃષ્ટાંત જ્યાં સાંભળ્યું ત્યાં તરત જ રાગની પ્રવૃત્તિમાં ન રહે. એને અહીં તો કહે છે કે એ સાંભળ્યું અને અત્યંત વેગથી પ્રવૃત્તિને પામે જ નહીં. તે પહેલાં જ તત્કાળ રાગની પ્રવૃત્તિને પામે નહીંદાંત આપ્યો કે ભાઈ રાગાદિ પર છે, એવો જે દષ્ટાંત કહ્યો તે દષ્ટિને પામે નહીં, એટલે કે