________________
ગાથા ૩૫
૫૧૫
કહે છે “વારંવાર કહેલું આગમનું વાક્ય સાંભળતાં સમસ્ત ચિહ્નોથી સારી રીતે પરીક્ષા કરી”. સ્વ–૫૨ના ચિહ્નોથી, મારું લક્ષણ તો જ્ઞાન( સ્વભાવ ) છે, રાગનું લક્ષણ તો બંધ સ્વભાવ છે. મારું સ્વરૂપ તો અબંધ સ્વરૂપ છે, અને આ રાગ છે એ બંધ સ્વરૂપ છે. મારું સ્વરૂપ તો અહિંસક વીતરાગી દશા છે, આ સ્વરૂપ તો રાગ હિંસક દશા છે. આહાહાહા ! એમ બેની વારંવાર પરીક્ષા કરી. ઓહોહો ! “સ્વ-૫૨ના ચિહ્નોથી ”ચિહ્ન નામ લક્ષણ, મારો ભગવાન જ્ઞાન લક્ષણ, આનંદ લક્ષણ. આહા... જ્ઞાન લક્ષણ કેમ કહ્યું ? મુખ્યપણે કે જ્ઞાનની પર્યાય પ્રગટ છે ને, એ અપેક્ષાએ જ્ઞાન આખું સ્વરૂપ છે એમ ત્યાંથી કહ્યું. આનંદની પર્યાય પ્રગટ નથી અજ્ઞાનીને આહાહા... એટલે જ્ઞાન લક્ષણે અને એની સાથે આનંદની પર્યાયથી લક્ષણે આત્માને પકડયો છે. આહાહા ! સમજાણું કાંઈ ?
–
એને સારી રીતે પરીક્ષા કરીને એમને એમ માનીને નહીં એમ કહે છે. ગુરુએ કહ્યું માટે એમને એમ માની લીધું એમેય નહીં. પોતે જાતે પરીક્ષા કરી છે. આહાહા ! સમજાય છે કાંઈ ? ગુરુએ કહ્યું કે પ્રભુ તારો આત્મા તો અંદર વીતરાગમૂર્તિ એક સ્વરૂપી છે ને ત્રિકાળ એક સ્વરૂપી પ્રભુ છે, એક સ્વભાવી છે. એમાં આ અનેકપણાના વિકલ્પો ને વિકાર એ તો ૫૨દ્રવ્યના ભાવ છે. એને ભેદજ્ઞાન કરાવી અને આત્મા જ્ઞાનસ્વરૂપ છે તેમ એને બતાવ્યું. સમજાણું કાંઈ ? આહાહાહા ! અરે ! સ્વપરના ચિહ્નોથી ભગવાન આત્માના લક્ષણ અને રાગાદિના લક્ષણો બેને સારી રીતે પરીક્ષા કરીને. આહાહા... ભગવાન અનાકુળ આનંદ સ્વરૂપ અને આ રાગ આકુળતા દુઃખ સ્વરૂપ, એમ બેના ભિન્ન લક્ષણોની પરીક્ષા કરી. આહાહાહા... આવો મારગ વીતરાગનો, જરૂર આ ૫૨ભાવો છે. જરૂર મારું લક્ષણ જ્ઞાન અને આનંદ ને વીતરાગ સ્વરૂપી પ્રભુ હું છું. આહાહાહા ! તો જરૂર મારા સ્વભાવના લક્ષણથી આ રાગના લક્ષણો ને ચિહ્નો તદ્ન ભિન્ન છે. એ તો આકુળતા ઉપજાવનારા છે, ભગવાન તો અનાકુળ આનંદ સ્વરૂપ છે એમ બેને બરાબર ૫૨ભાવને બરાબર જાણીને જ્ઞાન ને આનંદ સ્વભાવમાં આ રાગાદિ સ્વભાવ તે ભિન્ન છે, ૫૨ભાવ છે. એમ બેના ભિન્ન લક્ષણો જાણી–જરૂર આ ૫રભાવ (છે) રાગ આદિ ૫૨ભાવ છે.
આહાહાહા!
એક હું જ્ઞાનમાત્ર જ છું. આહાહા ! મૂળ તો જ્ઞાન શબ્દે આખો આત્મા પૂર્ણાનંદનો નાથ વીતરાગ સ્વરૂપી પ્રભુ હું તો એક સ્વરૂપે છું. આહાહાહા ! એમ જાણીને જ્ઞાની થયો થકો એટલે કે પરભાવ અને પરભાવનો જાણનાર થયો થકો– સ્વભાવ ને સ્વભાવનો જાણના૨ થયો થકો. આહાહાહા ! શું ટીકા ? શું ટીકા ! ગજબ વાત ભાઈ ! એનો એકેક શ્લોક સંતોની વાણી દિગંબર સંતોની આ વાણી છે ભાઈ. આહાહા... એ એમ કહે છે કે પ્રત્યાખ્યાન ક્યારે થાય ? રાગનો અભાવ ક્યારે થાય કે સ્વભાવમાં રાગ નથી એ રાગ પરભાવ સ્વરૂપ છે એમ જાણીને, પોતાનો સ્વભાવ જ્ઞાન એકરૂપ છે, એમ ચિહ્નથી જાણીને એ જ્ઞાનરૂપમાં ઠરે છે, ત્યાંથી હઠીને સ્વભાવમાં ઠરે છે, એને ચારિત્ર અને પ્રત્યાખ્યાન થાય છે. આહાહાહા... આ કોઈ વિદ્વતાની ચીજ નથી, કે બહુ ભણી ગયો ને બહુ વાંચી ગયો માટે આને આ (સ્વાનુભૂતિ ) થઈ જાય, આહાહા... કહો આનું નામ ચારિત્ર અને પ્રત્યાખ્યાન છે. આહાહાહા !
એમ જાણીને જ્ઞાની થયો થકો, જ્ઞાની તો હતો, સમ્યગ્દષ્ટિ તરીકે, પણ અહીંયા હવે જ્ઞાની