________________
૫૧૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ થયો થકો એટલે જ્ઞાન સ્વભાવમાં સ્થિર થયો થકો. આહાહાહા... સર્વ પરભાવોને તત્કાળ છોડે છે, આહાહાહા... ધન્ય કાળ ! આહાહા ! એ પરભાવોને પરભાવ તરીકે જાણી પોતાના આનંદ જ્ઞાન સ્વભાવને સ્વભાવ તરીકે જાણી અને જ્ઞાની એટલે સ્વરૂપમાં ઠરતો થકો. જ્ઞાની એટલે જ્ઞાન સ્વભાવમાં ઠરતો થકો. આહાહા ! એ સર્વ પરભાવોને તત્કાળ છોડે છે, એમ નિમિત્તથી કથન છે, બાકી છોડ છે એમ નહીં, છૂટી જાય છે. આહાહા ! સ્વરૂપમાં જ્ઞાની સ્થિરતા કરતો થકો, એને રાગના પરિણામ જે પર્યાયમાં હતા, એ ઉત્પન્ન ન થયા એ સ્વરૂપમાં ઠર્યો, એણે પરભાવનો ત્યાગ કર્યો એમ વ્યવહારથી કહેવાય છે. આહાહાહા !
અરે આવી વાત પ્રભુ મીઠી મધુરી આનંદદાયક વાત છે પ્રભુ. આહાહા! ભલે કરી શકે નહીં પણ વસ્તુ આવી છે એમ એનું પહેલું સમ્યગ્દર્શન તો કરે. (શ્રોતા:- શ્રદ્ધા તો કરે.) શ્રદ્ધા તો કરે. (શ્રોતા – આવું છે એમ શ્રદ્ધા તો કરે)–અરેરે એને કયાં જાવું ભાઈ. પરભાવને પોતાના માની પ્રભુ એને ક્યાં જાવું. એને અચારિત્ર ને અજ્ઞાનભાવથી ચારગતિમાં રખડવું. આહાહાહા ! અજાણ્યા ક્ષેત્રે, અજાણ્યા દ્રવ્યમાં જઈને રખડવું એને, જાણીતો ભગવાન એને છોડી દીધો. આહાહા !
એને આ તો જાણીતો ભગવાન એને જાણી લીધો. જાણી લીધો ઉપરાંત રાગને પર જાણીને પોતે જ્ઞાની થયો એટલે સ્થિર થયો આ ચારિત્ર. કહો, છોટાભાઈ ! આવી વાતું છે ભાઈ ! આહાહાહા! શું ટીકા! શું એના કહેલા વાક્યો! એ એમ જાણી જ્ઞાની થયો થકો એટલે જ્ઞાન સ્વરૂપમાં ઠરતો થકો, જે અસ્થિરતામાં હતો એને પર જાણીને પોતામાં ઠરતો થયો. આહાહા... એ ચારિત્રને પ્રાપ્ત કરે છે. એ પ્રત્યાખ્યાનને પ્રાપ્ત કરે છે. આ વિધિ કહો.. ગોવિંદરામજી. આહાહા ! અરે આવા સ્વરૂપને વિકૃત કરી નાખવું અને જગતને બતાવવું કે આ પણ ચારિત્ર છે. ભાઈ ! આત્માને દુઃખ થશે ભાઈ. આહા. અને તેના દુઃખના પરિણામમાં ભવિષ્યમાં પણ કાંઈક ગતિ થશે. આહાહા ! એનો વિચાર કર પ્રભુ, આહાહા.... અને ભ્રમણા છોડી અને સ્વરૂપમાં સ્થિર થા એને અહીંયા પ્રત્યાખ્યાન કહે છે. આહાહા... ભાષા ટીકા તો આમ સાદી છે ભાવ ઘણાં ગંભીર છે. આહાહાહા...
જ્ઞાની થયો થકો એટલે? હું જ્ઞાન સ્વરૂપ છું એ તો જાણ્યું'તું, પણ હવે જ્ઞાન સ્વરૂપમાં કર્યો થકો, જ્ઞાની થયો થકો, ઓલો રાગી થયો થકો જે ભાવ હતો અસ્થિરતાનો, આહાહાહા ! એને છોડીને, જ્ઞાની, સ્વરૂપમાં જ્ઞાનસ્વરૂપમાં ઠરતો થકો, આહાહા ! પરને છોડે છે એમ કહેવામાં આવે છે. આહાહાહા ! આનું નામ પ્રત્યાખ્યાન. આ પચખાણ ને પચખાણ ને વ્રત ને નિયમ કરે છે ને, વ્રતના પચખાણ આપો. પણ બાપુ એ વ્રત એટલે શું? એ પચખાણ એટલે શું? ભાઈ ! સમજાણું કાંઈ? આહાહાહા !
આ બાહ્યથી છે એ તો વિકલ્પ છે શુભરાગ છે, એ કાંઈ પ્રત્યાખ્યાન નથી. આહાહા ! પ્રત્યાખ્યાન તો ભગવાન પૂર્ણાનંદ પ્રભુ એક સ્વરૂપી એવી દૃષ્ટિ થઈ અને તેમાં પરભાવની અનેકતા પરરૂપે છે એમ જાણી અને ત્યાંથી ખસી ગયો અને આ શુદ્ધાત્મામાં લીન થયો એને અહીંયા પ્રત્યાખ્યાન, પચખાણ, રાગના ત્યાગની દશા, આહાહા... એમ કહેવામાં આવે છે. આહાહા ! બહુ વાત. આહાહા !