________________
૫૧૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ અનુભવી છે. ગુરુ પાસે, નિગ્રંથ સંત પાસે, આહાહા.... અરે સર્વજ્ઞ પાસે પણ એમ આવે છે. ચારિત્ર અંગીકાર કરે છે સાધુ, સર્વજ્ઞ પાસે જાય તો જ ચારિત્ર અંગીકાર કરે. આહાહા! તો એ સાંભળ્યું, આગમનું વાક્ય તો એનો અર્થ એ થયો કે સર્વશે પણ એ જ કહ્યું છે, અને આગમ પણ એ જ કહે છે. સર્વજ્ઞની વાણી તે આગમ છે, અને ગુરુ તે આગમનું વાક્ય એને કહે છે. (શ્રોતા:- ત્રણેય એકજ પ્રમાણે કહે છે) ત્રણેય એમ કહે છે. પ્રભુ તને ત્રણેય એમ કહે છે. આહાહા ! દેવ ગુરુ ને શાસ્ત્ર. આહાહા.. કે તારો ભગવાન એક સ્વરૂપે છે ને પ્રભુ, એમાં અનેકપણાના વિકલ્પો રાગો, આહાહા... એ બધા પરભાવ છે ને પ્રભુ, તેરા ભાવ હોય તો કાયમ રહે. આ તો ક્ષણિક નાશવાન. આહાહા ! એ પરભાવો એનાથી ભિન્ન કરીને બતાવે છે, જાણેલું તો છે એને, પણ આ તો વિશેષ સ્પષ્ટ કરતાં પહેલેથી જ શરૂઆત કરી. આહાહા ! પ્રવીણભાઈ ! આ બધી બીજી જાતની છે તમારે થાણાંની લાદી કરતાં, આ તો વાતો બીજી ભગવાન. આહા! દુનિયાનો આખો રસ ઉડાડી દેવાની વાતો છે. અહીંયા તો એને ભગવાન આત્માનો રસ ચડાવી દેવો. સમજાણું કાંઈ ? આહાહા! પ્રત્યાખ્યાન એટલે કે ચારિત્ર એટલે કે રાગના અભાવ સ્વરૂપ પરિણમન આ સ્થિતિથી બતાવે છે જાઓ. આહાહાહા !
હવે આવી સ્થિતિ પડી છે કે પ્રભુ કંઈકને કંઈક કરે છે અંદરથી. આહાહા! આ તો સમ્યગ્દષ્ટિ સહિત છે એને પણ આ રીતે કહે છે. આહાહા ! સમજાય છે કાંઈ?
આગમનું વાક્ય સાંભળતો, પણ એ વારંવાર કહેલું હોં એટલું એટલે કે એણે વારંવાર વિચારમાં લીધું એમ ગુરુએ તો ભલે એક વાર કહ્યું- એ તો આડત્રીસ ગાથામાં આવે છે ને, ગુરુએ વારંવાર કહ્યું એમ છેલ્લે આવે છે. એનો (અર્થ) વારંવાર ગુરુ ક્યાં નવરા હતા. એને પોતાને જ વારંવાર એના વિચારનું મંથન ચાલે છે. છે ને આપણે આડત્રીસમાં આવી ગયું છે. આડત્રીસમાં આવે છે આડત્રીસ-આડત્રીસ વિરકત ગુરુથી નિરંતર સમજાવવામાં આવતા. આમ ભાષા છે નિરંતર, નિરંતર નવરા છે ગુરુ? એનો અર્થ જ એ. મહા નિગ્રંથ વીતરાગી મુનિ સંત આનંદમાં ઝૂલનેવાલા, આહાહાહા... ધર્મ પિતા, ધર્મ ગુરુ. એ એને નિરંતર વિરકત ગુરુ, વિરકત ગુનો અર્થ નિગ્રંથ ગુરુ. (શ્રોતા – રાગ રહિત) રાગથી રહિત થઈ ગયા છે અને
સ્વરૂપમાં રકત, રકત થઈ ગયા છે. રાગથી વિરકત છે ને સ્વરૂપમાં રકત છે. આહાહા... એવા ગુરુથી નિરંતર સમજાવવામાં આવતા. નિરંતરનો અર્થ કે એને ગુરુનું વાક્ય એમ ને એમ ઘોલનમાં ધૂન લાગી ગઈ. આગમનું વાક્ય સાંભળતા ધૂન લાગી ગઈ ધૂન. આહાહા ! રાગથી ભિન્ન રાગથી ભિન્ન, રાગથી ભિન્ન રાગથી ભિન્ન, આહાહા.. એમ નિરંતર ભિન્નની ધૂન લાગી અંદરમેં, આરે આવી વાતું હવે.
એમ અહીંયા, આગમનું વાક્ય વારંવાર કહેલું એમ લેવું. એનો અર્થ એ. આહાહા ! જ્યારે કહે ત્યારે આ જ કહે એમ એનો અર્થ છે. બીજી રીતે કહીએ તો, સમજાય છે કાંઈ? વારંવારનો અર્થ જ્યારે ગુરુ કહે આગમનું વાક્ય ત્યારે આ જ કહે. કોઈ વખતે કંઈક અને કોઈક વખતે કંઈક એમ નથી. આહાહાહાહા ! ત્યારે વારંવાર કહેલું આગમનું વાક્ય, શું પણ ગંભીર ટીકા ! ગજબ વાત! અત્યારે ભરતખંડમાં આવી ટીકા કોઈ છે નહીં. સાક્ષાત્ સર્વજ્ઞ ભગવાનની વાણી સીધી મૂકી છે. આહાહાહા... જેણે સર્વજ્ઞના વિરહા ભૂલાવી નાખ્યા છે. આહાહાહા!