________________
૫૨)
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ન થવું એ તો પછી અપેક્ષા થઈ ગઈ. આહાહાહા.. આહાહા... ભગવાન આનંદના નાથની વીણા વાગી અંદર. એ અનુભૂતિ સ્વસ્વભાવને અનુસરીને પર સ્વભાવની પ્રવૃત્તિથી પરિણમ્યા પહેલાં, એટલે એ પરિણમ્યો નથી એ પહેલાં આ (અનુભૂતિ) થઈ ગઈ એમ કહે છે. આહાહા ! સમજાય છે કાંઈ ?
આ સમયસાર તો ભરતક્ષેત્રમાં સાક્ષાત્ કેવળજ્ઞાનનો સૂર્ય છે, અજોડચક્ષુ છે. આહાહાહા.. ભાઈ એને સમજવું, અલૌકિક વાત છે. આહાહા !
અન્ય ભાવોથી રહિત, દૃષ્ટાંત સાંભળે અને જૂનું ન થાય ત્યાં જ, પહેલાં પાછું એમ, પહેલાંનો અર્થ તત્કાળ. આહાહા... આનંદનો નાથ ભગવાન એવો હું પરભાવપણે ન થાઉં, મારો સ્વભાવ સ્વભાવપણે થાય. પરભાવપણે ન થાય, એમ અંતર જાણીને જ્યાં સ્વભાવપણે ઠર્યો, ત્યારે અનુભૂતિ તરત જ પ્રગટ થઈ ગઈ. આનંદનો અનુભવ પ્રત્યાખ્યાન એટલે ચારિત્ર, અતીન્દ્રિય આનંદનો અનુભવ પ્રગટ થયો એને અહીંયા પ્રત્યાખ્યાન અને ચારિત્ર કહે છે. આહાહાહા! ' અરેરે ! આકરું પડે લોકોને, એ લોકો એમ કહે છે કે આ પાઠમાં તો આટલું ભર્યું છે અને આવા અર્થ ક્યાંથી? એમ કહે છે કેટલાક, અરે પ્રભુ એમ કે અહીંયા તો આટલું કહ્યું છે “જહુ નામ ક્રોવિ પુરિસો પરદ્રવ્ય મિણંતિ જાણિદું ચયદિ, તહ સÒ પરભાવે નાઉણ વિમુંચદે નાણી”. સર્વે પરભાવ છોડયા છે એમાં આટલી વાતમાં લાંબી લાંબી વાતું. બાપુ! એમાં કહેલા ભાવોની ગંભીરતાનો અર્થ છે આ. લોકો એમ ટીકા કરે છે ને કેટલાક, ભાષા તો સરળ છે એમાં આટલી બધી ગંભીરતા કાઢી ટીકાકારે વિદ્વાનોએ અરે ભગવાન એમ રહેવા દે પ્રભુ તું કરવું. આહાહા! એમાં જ આ આવ્યું “જહુ નામ ક્રો વિ પુરિસો પરદધ્વમિણ તિ જાણિ દુ” પરદ્રવ્ય છે એમ જાણું ચયદિ તો આવી ગયું ને અંદરમાં, એ તો એનું સ્પષ્ટીકરણ છે. આહા... પુણ્ય-પાપ ભાવ વિકાર ભાવ એ બધા પરદ્રવ્ય છે. પરભાવ છે, એમ જાણ્યાં ત્યાં મારો સ્વભાવ નહીં તો ત્યાં પરિણમી જાય છે તો રાગને આમ છોડે છે એમ કહેવામાં આવે છે. આહાહા ! સમજાણું કાંઈ ?
બાપુ ! આ તો વીતરાગ પંથ છે નાથ. આમાં કાંઈ રાગના રસ આમાં છે નહીં. આહાહા ! આહાહા ! એ કહે છે કે આ શબ્દો થોડા છે અને સાધારણ એમાં મોટી મોટી લાંબી વાતો કે પરભાવને પરભાવ જાણ્યા રાગાદિને, પોતાને પોતાને જાણ્યો અને એ રાગરૂપે ન થયો અને વીતરાગરૂપે થયો ને, એ તો એનો ખુલાસો છે પ્રભુ. તું એમ ન કર, ભાઈ એનું સ્પષ્ટીકરણ કર્યું તો કહે ગહરુ કરી નાખ્યું. ગૂઢ કરી નાખ્યું. અરે ભગવાન એને જે હતું તેને ખોલીને સ્પષ્ટ કર્યું છે. આહાહા !
અમૃતચંદ્રાચાર્ય ભગવત સ્વરૂપ (પંચ) પરમેષ્ઠિમાં આચાર્યપદ છે. આહાહા! ભાઈ એ ગાથાના ભાવમાં ઘણી ગંભીરતા હતી એને સ્પષ્ટ કરી નાખી ટીકા કરીને, ટીકા એટલે નથી કહેતા મારી ટીકા કરે છે એમાં જે હતું એની ટીકા કરી છે, વિસ્તાર કર્યો છે, સ્પષ્ટ કર્યું. આહા ! સમજાણું કાંઈ? પણ આમાં આવું પ્રત્યાખ્યાન મોંઘું લાગે ને એટલે એમ કહે આવી ટીકા કરતાં પ્રત્યાખ્યાન આવું કરી નાખ્યું. કરે શું ભાઈ ! ભગવંત્ તારી ચારિત્ર દશા એવી થશે ત્યારે મુક્તિ થશે. તું એમ જાણે કે ખાઈ પીને લહેર કરીએ ને થાય. સમ્યગ્દર્શન એકલું થાય અને જ્ઞાન થાય