________________
૫૧૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આચરણ કૈસા કરના? ઓ આચરણ જો રાગકા હૈ. ઉસસે મેરેમેં સ્વરૂપકો આચરણ કૈસે કરના એ પ્રશ્ન થા. તો ગુરુએ મૂળસે પહેલેસે બાત કિયા. આહાહાહા !
“જ્ઞાતા પણ ભ્રમથી” ત્યાંથી ઉપાડયું છે. “પર દ્રવ્યોના ભાવોને” એ કર્મના નિમિત્તથી થતા શુભાશુભ રાગ એ પરભાવોને પોતાના જાણી ગ્રહણ કરી, પોતાના જાણી, પોતામાં એક કરીને સૂતો છે, એ રીતે લીધું છે. એ રાગ અને પુણ્ય પાપના ભાવ પોતામાં માનીને પોતે સૂતો છે. એવા જીવને અહીં તો લીધો છે. આહાહા ! બીજી દષ્ટિએ કહીએ તો પર્યાયષ્ટિમાં એ પડયો છે. શુભ અશુભ રાગ એ મારા છે, એમ માની અજ્ઞાની સૂતો છે, એટલે અજ્ઞાનમાં પડ્યો છે. આહાહા ! અને પોતાની મેળાએ અજ્ઞાની થઈ રહ્યો છે.
શિષ્ય પ્રશ્ન એમ કર્યો હતો કે મારા સ્વરૂપમાં આચરણ કેમ કરવું? અહીં પહેલેથી ઉપાડયું છે. આહાહા! વસ્તુ દ્રવ્યસ્વભાવ, શુદ્ધ વીતરાગ સ્વભાવ એની સાથે રાગ દયા દાન કામ ક્રોધાદિના ભાવ એ પરભાવ છે. એ ત્રિકાળી વીતરાગ સ્વભાવ સ્વરૂપ એ નથી. એથી એને પોતાના કરીને સૂતો અજ્ઞાની, જ્યારે શ્રીગુરુ પરભાવોનો વિવેક કરાવી, કરીનો અર્થ એ ભેદ કરાવે છે એટલે ભેદજ્ઞાન કરાવે છે. શરીર વાણી મન એ તો પર એની તો વાત અહીંયા નથી, હૈ નહીં. છે નહીં. શુભ અશુભભાવ એનાથી એને ભેદજ્ઞાન કરાવે છે. ભાઈ શુભ અશુભભાવ એ તેરી ચીજ નહીં.
“એક આત્મભાવરૂપ કરે” એને એમ કહે કે તું આત્મા જ્ઞાનસ્વભાવ સ્વરૂપ છે, તે તું, રાગાદિ ભાવથી પરભાવથી એને વિવેક કરાવે છે. જુઓ આ પ્રત્યાખ્યાન અને ચારિત્રની આ દશા. આહાહા ! જ્યારે શ્રી ગુરુ તેને પરભાવનો વિવેક કરી એને એક આત્મભાવ કરે એટલે કે એને બતાવે, કે ભાઈ, તારી દૃષ્ટિ જે રાગ અને પુણ્ય-પાપ ઉપર છે એ ભાવ તારા નથી એનાથી તારી ચીજ ભિન્ન એક જ્ઞાનસ્વભાવરૂપ છે. અનેક પુણ્ય ને પાપના વિકૃત ભાવથી એકરૂપ તેરી જ્ઞાન સ્વભાવ ચીજ ભિન્ન છે. આહાહા ! અને કહે કે, શીધ્ર જાગ તને આ કહ્યું પણ હવે જાગ શીધ્ર! આહાહા ! રાગ અને સ્વભાવ બે ભિન્ન છે એમ શીધ્ર જાગ. બહુ ધીરાની વાતું છે બાપુ! આહાહાહા ! સાવધાન થા.
એ શૈલીથી, એ રીતે ઉપાડી છે ને વાત. આહાહા ! આ દૃષ્ટિ સહિતની સ્થિરતા ઉપાડી છે. આહાહા ! ભ્રાંતિના ત્યાગ સહિતની રાગના ત્યાગની દશા ઉપાડી છે. આહાહાહા ! ઝીણી વાત બાપુ! આ તો સમયસાર છે. આ તો ભવના અભાવની વાતું છે પ્રભુ! આહાહાહા! ભગવાન આત્મા એનો એક જ્ઞાનસ્વભાવ એક આનંદસ્વભાવ, એક શાંત સ્વભાવ, એક પ્રભુત્વ સ્વભાવ, એ બધો એકરૂપ સ્વભાવ છે. એમાં આ પુણ્ય ને પાપના ભાવો અનેકરૂપે જે દેખાય છે એ પરભાવ છે. સ્વભાવમાં એકરૂપતામાં એ વસ્તુ નથી. આહાહાહા! શું ટીકા ! ગજબ વાત કરે છે ને.
ખરેખર આ જ્ઞાનમાત્ર છે ને, તારો આત્મા ખરેખર જ્ઞાનમાત્ર, આનંદમાત્ર, જ્ઞાન એટલે જાણનાર જ્ઞાયકમાત્ર આનંદમાત્ર શાંત શાંત શાંત અકષાય સ્વભાવમાત્ર તારો આત્મા છે પ્રભુ. આહાહાહા ! એક સ્વભાવમાત્ર જ છે, જ્ઞાનમાત્ર એટલે જ્ઞાનસ્વભાવ, એકલો જ્ઞાન આનંદ શાંતિ આદિ સ્વભાવમાત્ર એકરૂપ તું છો, અન્ય સર્વ પરવ્યના ભાવો છે. આહાહા! થાય છે