________________
ગાથા
૩૫
વાણી છે) વાણી આવી છે બાપા. આહા !
વારંવાર કહેલું આગમનું વાક્ય, આગમનું વાક્ય જોયું એ શું કહે છે. પહેલું ગુરુએ કહ્યું તું તે આગમ આમ કહે છે, ગુરુ વાક્યથી પણ આગમ આમ કહે છે, ગુરુના વાક્યો આવા હોય છે. રાગથી તારી ચીજ ભિન્ન છે. એ દયા દાન ને વ્રત ભક્તિના પરિણામ જે રાગ એનાથી પણ તું ભિન્ન છો. એમ આગમના વાક્ય અને ગુરુના વાક્ય છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? બે વાત મૂકી'તી. એક તો ગુરુએ ભેદ કરાવ્યો અને એ આગમનું વાકય છે એમ કહ્યું પાછું. આહાહાહા ! કઈ શૈલી ! ગજબ શૈલી ! આહાહાહા ! ભગવાન અંદર તું સચ્ચિદાનંદ પ્રભુ છો ને ભાઈ તને ખબર નથી. આ તારી પ્રભુતામાં તો અનંતઆનંદ ને અનંતજ્ઞાન ને અનંત શાંતિ પડી છે નાથ ! આહાહા ! એનું જેને ભાન થયું અને જ્યારે રાગાદિ દયા દાનના વિકલ્પો છે એ વિકાર અને દુઃખરૂપ છે. એનું મારા સ્વભાવપણે થવું એવું મારું સ્વરૂપ નથી. એમ અંદર જાણીને, આહાહા ! એ આત્મા આત્માપણે રહે છે, જ્ઞાન જ્ઞાનપણે એટલે ઈ આત્મા આત્માપણે રહે છે, ઠરે છે અને રાગપણે થતો નથી, એનું નામ અહીંયા ભગવાને પ્રત્યાખ્યાન ને ભગવાને ચારિત્ર કહેવામાં આવ્યું છે. અરેરે ! આ વ્યાખ્યા હવે આવી વાત આવું સ્વરૂપ છે ભાઈ ! એને અનંત અનંત કાળમાં એ ચોર્યાશીના અવતા૨માં ૨ખડી મર્યો છે ભાઈ–એ દુઃખી છે દુઃખી એને ભાન નથી. હું દુ:ખી છું એમેય ભાન નથી એને, આહાહા... અબજોપતિ અને વીસ-વીસ, પચીસ-પચીસ હજા૨ના મહીનાના પગારદાર એ બધા પ્રાણીઓ બિચારા દુઃખી છે. એને ભગવાન આનંદનો નાથ સ્વભાવ એની એને ખબરું નથી. આહાહાહા ! સમજાણું કાંઈ ?
-
૫૧૧
આંહી તો સમકિતી પણ આહાહાહા... પોતાનું આચરણ કરવાનો કામી એ દુઃખના આચરણને દુઃખરૂપ જાણે છે. એ અવ્રતના ભાવને રાગ ભાવને દુઃખરૂપ જાણે છે, મારો નાથ તો આનંદ સ્વરૂપે પ્રભુ બિરાજે છે. આહાહા ! અરેરે ! એ આનંદનો નાથ ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ એ રાગના લક્ષણને ૫૨ તરીકે દુઃખ તરીકે જાણી અને આનંદનો નાથ દુઃખરૂપે પરિણમે એ મારો સ્વભાવ નથી. આહાહા ! એ તો પર્યાયમાં કમજોરીને લઈને સમકિતીને પણ રાગાદિ દુઃખની પર્યાય થાય છે. આહાહા ! પણ મારે હવે તો સ્વરૂપનું આચરણ કરવું છે, એ સ્વરૂપના આચરણ માટે મારો સ્વભાવ આનંદ ને અતીન્દ્રિય જ્ઞાનનો મહિમાવાળો પ્રભુ એ દુઃખની પર્યાયપણે ન થાય એવો તો મારો સ્વભાવ છે, એમ સ્વભાવને જાણી અને એ રાગના દુઃખના પરિણામપણે ન થવું આ એનું નામ અંત૨માં ઠર્યો અને એનું નામ ચારિત્ર અને પચખાણ છે. વિશેષ વ્યાખ્યાન હો ગયા લ્યો નવ થઈ ગયા નવ. ( શ્રોતાઃ- પ્રમાણ વચન ગુરુદેવ )
પ્રવચન નં. ૧૦૧ ગાથા - ૩૫ શ્ર્લોક - ૨૯ આસો સુદ-૪ શુક્રવા૨ તા. ૬-૧૦-૦૮ સં. ૨૫૦૪
સમયસાર ! ૩૫ ગાથા ફરીને, વસ્ત્રનું દૃષ્ટાંત દીધું છે “તેવી રીતે ” ત્યાંથી જ્ઞાતા પણ એ તો વચ્ચે ભાષા આવી. જાણનાર પણ, પ્રશ્ન તો શિષ્યકા યહ થા, સમ્યગ્દર્શન ને જ્ઞાન તો મેરે હુઆ હૈ. મૈંને જાના હૈ રાગાદિ ૫૨ હૈ. પણ મેરે આચરણ અંદર કૈસે કરના ? મે૨ા સ્વરૂપમેં