________________
ગાથા ૩૫
૫૧૩
પોતાની પર્યાયમાં પણ તે દ્રવ્યના સ્વભાવની કાયમી ચીજ છે એ નથી. આહાહા ! ભગવાન જ્ઞાન ને આનંદ સ્વભાવ એમાં એ ભાવ નથી, એ દ્રવ્યના સ્વભાવભાવ એ નથી. આહાહા ! જુઓ ચારિત્ર પ્રગટ કરવાની રીત તો જુઓ. આહાહાહા !
ભગવાન તું તો એક જ્ઞાનઆનંદ સ્વરૂપ એકરૂપ છો ને. જ્ઞાયકભાવ આનંદભાવ વીતરાગભાવ શાંતસ્વભાવ એકરૂપ ભાવ, આ અન્ય ભાવો બધા ૫૨ભાવ છે. આહાહાહા ! ત્યારે વારંવાર કહેલું એ આગમનું વાક્ય એટલે ગુરુએ કહ્યું'તું એ આગમનું વાક્ય છે એમ કહે છે. આહાહા ! એ આગમને કહે છે. એ ઘ૨ની વાત નહીં, આહાહાહા... આગમ એમ કહે છે, ગુરુ કહે છે એ આગમનું વાક્ય છે. આહાહા ! ભાઈ ! આગમથી એણે સાંભળ્યું કે જે આ સ્વરૂપ તારું છે, એ એકરૂપ છે, એમાં અનેકપણાના વિકલ્પો જે ઊઠે છે, એ અન્યના ૫દ્રવ્યના ભાવ છે, ભાઈ તારી ચીજ નહીં. આહાહાહા !
–
ઓલા ચારિત્ર અધિકારમાં આવે છે ને ભાઈ ત્યાં એમ આવે છે ભેદ અભ્યાસ કરતાં ચારિત્ર પ્રગટે છે. પાછળ-પાછળ ભાઈ કળશમાં આવે છે. અહીંયા આ રીતે વિધિ છે. આહાહાહા ! આત્મા જ્ઞાનઆનંદ એકરૂપ વીતરાગ સ્વભાવ સ્વરૂપ એકરૂપ છે, એને આત્મારૂપ કરે ને બતાવે છે. અને એની પર્યાયમાં જે વિકાર પુણ્ય-પાપના રાગાદિ. આહાહા.. અહીંયા તો મહાવ્રતના વિકલ્પ ઊઠે એ પણ પરભાવ છે, રાગ ૫રભાવ છે. આહાહા ! આવી વાતું છે.
એને આગમનું વાક્ય એમ કહે છે એને આગમ આમ કહે છે. એટલે કોઈ કહે ગુરુએ આમ કહ્યું તો સિદ્ધાંતનું એ પ્રમાણે વાક્ય છે. કે એ સિદ્ધાંતનું જ વાક્ય છે. ગુરુએ એમ કહ્યું અને સિદ્ધાંત પણ એમ જ કહે છે. આહાહા.......અને દેવની અને સર્વજ્ઞની વાણીમાં પણ એ જ આવ્યું છે. આહાહાહા !
પ્રભુ તું આનંદ અને જ્ઞાન સ્વરૂપ છો ને એકદમ. આહાહાહા ! તને જે આ પુણ્ય ને પાપના ભાવ, ૫રભાવ એની તને મીઠાશ લાગી છે મારાપણે માનીને એ ભ્રમ છે પ્રભુ. આહાહાહા ! અહીંયા તો ભવના અભાવની વાતું છે. અમારે પાટણીજી કહે છે ને કે અહીં ભવના અભાવની વાતું છે પ્રભુ ! આહાહાહા ! ભગવાન આત્મા જ્ઞાન આનંદ વીતરાગ સ્વભાવથી એકરૂપ વસ્તુ છે. એની પર્યાયમાં નિમિત્તને વશ થયેલા જે પુણ્ય પાપના ભાવો ભગવંત એ ૫૨ભાવ છે, એ તારું સ્વરૂપ નહીં. આહાહાહા !
એ આગમનું વાક્ય સાંભળ તો ગુરુએ કહ્યું પણ ભેગું આગમેય પણ આમ કહ્યું છે એ સિદ્ધ કરવું છે. એમ કે સિદ્ધાંત જે સર્વજ્ઞના આગમ છે એ આમ જ કહે છે એમ કહે છે ભાઈ ! સર્વશે કહેલા જે આગમ છે. એટલે સર્વજ્ઞે કહ્યું એ આવ્યું, એની વાણીમાં પણ આવ્યું ને ગુરુએ પણ એમ કહ્યું. આહાહા ! પ્રભુ આ તો મારગ અંતરની વાતું છે પ્રભુ. (શ્રોતાઃ- મારગ તો અંત૨માં જ હોય ને ) એને પહેલું જ્ઞાન તો કરવું પડશેને પ્રભુ ! આહાહા !
શિષ્યે તો એમ કહ્યું'તું કે મારા પડળ છૂટી ગયા છે મિથ્યાત્વના, આંખમાં જેમ વિકા૨ હોય તો વસ્તુને બીજી રીતે દેખે ધોળી ને પીળી દેખે કમળાવાળો, એમ મારી દૃષ્ટિમાં વિપરીતતા હતી, હું રાગને મારો માનતો હતો એ વિપરીતતા હવે ટળી ગઈ છે. આહાહા ! (પણ ) હવે પ્રભુ મારે આત્માનું આચરણ કેમ થાય ? આહાહા... કેટલું વિનયથી પૂછે છે. સમ્યગ્દષ્ટિ છે. જ્ઞાની છે