________________
ગાથા – ૩૪
૪૯૭ ઉંમરના પંદર, સોળ, અઢાર, અઢાર વર્ષની ઉંમરના એકસો ને આઠ બાળકો રમતે થે મણી રતનના દડાથી અરે. આહાહા ! એની માતાએ સિપાઈને મોકલ્યો માણસને (બાળકોનું) ધ્યાન રાખજો.
હવે આને શું કરવું? જો એમ કહે કે અમારે ભગવાન પાસે દીક્ષા લેવા જાવું છે તો ઓલા સાથે સિપાઈ હતા એ એમ કહે ભાઈ ચાલો આપણે ભગવાનના દર્શન કરશું, એમ કરતા ભગવાન પાસે ગયે. આહાહાહા ! અઢાર અઢાર વર્ષના રાજકુમારો સોનાના પૂતળા જેવા! રતનમણીના કાંતિના પાર નહીં ઐસા પુત્રો. પ્રભુને કહે પ્રભુ અમને ચારિત્ર ગ્રહણ કરાવો. આહાહાહા ! એ કહેતે હૈ કે પ્રભુ જ્યાં આતે હૈ, ત્યાં અંદર સ્વરૂપમાં સ્થિર હો જાતા હૈ. આહાહા! ચારિત્ર એટલે રાગથી રહિત સ્વરૂપમેં રમણતા, ચરના, જમના, આનંદકા ભોજન કરના. આહાહા.. પશુ ચારો ચરતે હૈ ને તો કોઈ વસ્તુ હોય ઉસકા ચારા ચરતે હૈ ને? ઘાસ હોય લીલું, એમ ભગવાન આનંદનો નાથ અપના આનંદકા ચારા ચરતે હૈ અંદર. આનંદકા ભોજન કરતે હૈ, આનંદકા કવળ લેતે હૈ અંદર, આ ઉસકા નામ ચારિત્ર હૈ. આહાહા ! ધન્ય અવતાર અને એ કર્યા વિના મુક્તિ નહીં હૈ. સમજમેં આયા?
એકલા સમ્યગ્દર્શન જ્ઞાનથી કાંઈ મુક્તિ નહીં હોતી હૈ, સાથમેં ચારિત્ર આયેગા તબ મુક્તિ હોગી. આહાહાહા! ( શ્રોતા- સમ્યગ્દર્શન થાય એટલે ચારિત્ર આવ્યા વગર રહે જ નહીં.) રહે જ નહીં, પણ આ તો ચારિત્ર હશે તબ ઐસી સ્થિતિ હોગી એમ. સમ્યગ્દર્શન જ્ઞાન હોને પર ભી અચારિત્રકા જે પરિણમન હૈ વિભાવકા ઉસકો જ્ઞાન જાનતે હૈ, પ્રતીત કરતે હૈ કે આ મેરી ચીજ નહીં, મેરા ભાવ નહીં, પરભાવ હૈ, ઉપાધિભાવ હૈ. ઐસા જાનકર નિરૂપાધિરૂપ અપના સ્વભાવમેં જમ જાના. આહાહાહા... આનંદકા ઉગ્ર અનુભવ હોના ઉસકા નામ ચારિત્ર હૈ. ચરના અંદર ચરના, ચરે છે ને ગાય, એમ આત્મામાં આનંદ સ્વરૂપ જો ખેતર (સ્વક્ષેત્ર) પડા હૈ, ઉસકા અનુભવ દૃષ્ટિ તો હૈ હવે ઉસકો અનુભવ ચરતે હૈ– આહાહાહા... આનંદમેં હિલોળે ચઢતે હૈ અંદરમેં ઉસકા નામ પ્રત્યાખ્યાન અને ચારિત્ર હૈ પ્રભુ. આહાહાહા !
પરભાવકે ત્યાગ કર્તુત્વકા નામ અનેકો નહીં, સ્વયં તો એ નામસે રહિત હૈ. આનંદ સ્વરૂપ ભગવાન ઉસકા પ્રતીતિ ને જ્ઞાન હુઆ. પણ વિશેષ આનંદ જબ અંતરમેં રમતે હૈ તબ વિશેષ આનંદ આયા તો આનંદમેં (રમતે હૈં તો) રાગકા અભાવ હો ગયા, એ રાગકા ત્યાગ કિયા એ નામ માત્ર હૈ. એ વસ્તુ (આત્મચીજ) જ્ઞાનરૂપે હુઈ, યે રાગરૂપે હુઈ હી નહીં, હુઈ નહીં પીછે ત્યાગ કયા કહેના? આહાહાહા ! (ત્યાગ કિયા વો કથનમાત્ર હૈ).
આવો મારગ ! કાયરના તો કાળજાં કંપી જાય એવું છે. માર્ગ આવો છે એવો પહેલાં જ્ઞાનમાં આવો નિર્ધાર તો કર. આહાહા ! પીછે ત્યાગકે સમયમેં જ્ઞાનસ્વરૂપી ભગવાન જે આનંદદળ, જ્ઞાનદળ, સ્વભાવ દળ, વીતરાગ દળ, એ વીતરાગભાવરૂપે જમ જાય, એ રાગકા ત્યાગ કિયા એ તો નામમાત્ર હૈ. એ જમ ગયા અંદર રાગ રહા નહીં તો એ ત્યાગ કિયા એ નામમાત્ર કહેનેમેં આતા હૈ. પરકા ત્યાગકી તો બાત હૈ હી નહીં યહાં, શરીર સ્ત્રી કુટુંબ પરિવાર એ તો પરકા ત્યાગ અને ગ્રહણ તો આત્મામેં હૈ હી નહીં પણ આ રાગકા ત્યાગ એ (ભી) નામમાત્ર છે. આહાહાહા ! ગજબ વાત હૈ– માલચંદજી! આ તો આમાં બુદ્ધિ જોઈએ થોડી અંદર.