________________
૪૯૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આહાહા....
એ ભગવાન આત્મા, આનંદનો સાગર પ્રભુ ઐસા ભાન ને જ્ઞાન હુઆ. છતું જ્યાં આનંદની દશાની રમણતામાં કમજોરીને કારણે રાગકા દુઃખકા વેદન હૈ. એ દુઃખકા વદન હૈ વો આનંદ સમયે જાન્યા કે આનંદકી સાથે જ્ઞાને જાણ્યા કે આ દુઃખકા વદન હૈ. એ પરભાવ હૈ મેરી ચીજ નહીં. આહાહા!
અપને આનંદમેં જમ જાતે હૈં રમ જાતે હું ત્યારે રાગ આયા નહીં તો રાગકા ત્યાગ કિયા ઐસા કથનમાત્ર હૈ. એ તો રાગરૂપે હુઆ છે જ ક્યાં? એ તો આનંદરૂપે હુઆ હૈ. રાગરૂપે હુઆ સ્વભાવ અને પછી છોડે છે એ બાતેય નહીં. આહાહાહાહા! સમજમેં આયા? આવો મારગ એટલે લોકોને એ એકાંત છે, એકાંત છે એમ પ્રભુ કરે છે હો. (શ્રોતા- ખબર નહીં યહ બાતકી) બાપુ મારગ તો આ હૈ ભાઈ ! એકાંત છે. એમ કે આ વ્યવહાર દયા દાન વ્રત ભક્તિ કરતે હૈ ઉસસે ભી નિશ્ચય હો, ઐસે માનતે હૈ અરે પ્રભુ એ એકાંત તો મિથ્યા એકાંત હૈ- મિથ્યા અનેકાંત હૈ. આહાહાહા ! સમ્યક એકાંત તો આ હૈ. રાગરૂપે ન હોના અને સ્વભાવ, સ્વભાવરૂપે પરિણમન કર જાના. આહાહા ! એ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રકી પરિણતિ મોક્ષમાર્ગ હૈ. બાકી બધી વાતું છે. આહાહા ! કોઈ શાસ્ત્રમેં, ગ્રંથમેં ઐસા આયા હો, કે દયા એ ધર્મ હૈ, પણ ઈ તો વ્યવહારની વાત હૈ બાકી પરકી દયાકા ભાવ એ તો એની ટીકા કરતા હૈ “પુરુષાર્થ સિદ્ધિ ઉપાય”મેં લિયા હૈ કે પરકી દયાકા ભાવ એ રાગ હૈ, અને રાગ હૈ યહ સ્વરૂપકી હિંસા હૈ. (સૂનકર) રાડ નાખતે હૈં લોકો.
ભગવાન જ્ઞાન સ્વરૂપમાં રાગ આયા તો રાગ તો સ્વરૂપકી હિંસા હુઈ, ઈતની અસ્થિરતા હુઈ. આહાહા ! હવે એ કહે દયા તો ધર્મ કહા હૈ અને તુમ કહેતે હૈરાગ હૈ એ હિંસા હૈ. અરેરે ! પ્રભુ તું શું કરે છે?
અહિંસા પરમો ધર્મ” એ તો રાગકી ઉત્પત્તિ ન હોના અને વીતરાગ સ્વભાવકી ઉત્પત્તિ હોના એ “અહિંસા પરમો ધર્મ” હૈ. આહાહાહા ! પરમાર્થસે દેખા જાય તો પરભાવકે ત્યાગ કરનેકા નામ અપનેકો નહીં. આહાહાહાહા ! એ રાગરૂપ હુઆ હી નહીંને પીછે? પહેલે થા, ઓ જાના, જાનકર સ્વરૂપમેં ઠર ગયે ઔર રાગરૂપ હુઆ હીં નહીં તો રાગકો ત્યાગ કિયા એ નામ કથન હૈ. આહાહા ! અરેરે આ વિધિ તો ચારિત્રની આ હૈ, પ્રત્યાખ્યાન કહો, પચખાણ કહો, રાગકા અભાવ સ્વભાવ રૂપ કહો, ચારિત્ર કહો, મોક્ષના માર્ગમાં ચારિત્ર કહો એ આ હૈ. અરે આવી ચારિત્રની ખબરેય ન મળે. આહાહા !
સ્વયં તો એ નામસે રહિત હૈ. ભગવાન તો આનંદ ને જ્ઞાન સ્વરૂપ હૈ તો જ્ઞાન સ્વરૂપ હો ગયા, એમાં રાગકા ત્યાગ કા નામમાત્ર, ઉસમેં હૈ નહીં. આહાહા.. જૈસે પ્રજ્ઞાબ્રહ્મ પ્રભુ-પ્રજ્ઞા નામ જ્ઞાન ને બ્રહ્મ નામ આનંદ સ્વરૂપ જૈસા હૈં ઐસા હો ગયા સ્થિરતા, ઈસને રાગકા ત્યાગ કિયા એ તો કથનમાત્ર હૈ. આહાહાહાહા ! સુમેરુમલજી! ગાથા બહોત અચ્છી આઈ હૈ એકત્રીસ, બત્રીસ, તેત્રીસ, ચોત્રીસ તુમ આયાને એકત્રીસ ગાથા શૂર હુઈ બડી અચ્છી આઈ હૈ. ભગવાન ! આહાહા! રાગ અને શરીરસે ભિન્ન ભગવાન આનંદકા નાથ બિરાજતે હૈં ને! આહાહા!
“કહે વિચિક્ષણ પુરુષ સદા મેં એક હું અપને રસસે ભર્યો અનાદિ ટેક હું”