________________
ગાથા – ૩૪
૪૯૯ મેરા જ્ઞાન ને આનંદના વીતરાગી સ્વભાવસે ભરા (પડા ) હું અનાદિસે, આહાહા ! “મોહકર્મ મમ નાહીં. કર્મ નહીં રાગ, રાગ મોહ માં નાહીં, નાહીં ભ્રમકૂપ હૈ” પણ એ વિકાર પણ ભ્રમનો કૂવો છે. મેં “શુદ્ધચેતના સિંધુ હમારો રૂપ હૈ” આહાહા... બહેનમાં નહોતું આવ્યું, રાગ મર્યાદિત છે. મર્યાદિત હૈ માટે ત્યાંસે છૂટના હોગા, અમર્યાદિત ભગવાન આત્માકો સ્વરૂપકો અંદર પકડેગા તો વહાંસે (સ્વરૂપસે) છૂટના નહીં હોગા. આહાહા ! અરેરે ! સ્વયં તો ઈસ નામસે રહિત હૈ. આટલી લીટીમેં કિતના ભર્યા હૈ. આહાહા ! એક “જગત” શબ્દ હોય તો એ જગત શબ્દમેં કિતના ભર્યા હૈ? સારા લોક! અક્ષર ત્રણ જ–ગત એકાક્ષરી કાંઈ કાનો માત્ર મીંડુ કાંઈ નહીં – “જગત” એમ કહેનેમેં કયા આયા? સારા લોક આ ગયા. આહાહાહા. ઐસા આ “આત્મા’ અક્ષરમેં સારા ભાવ આ ગયા અંદરમેં, દર્શન જ્ઞાન ચારિત્રકા કયા સ્વરૂપ હૈ વહ આ ગયા ઉસમેં. આહાહા ! થોડું પણ સત્ય હોના ચાહીએ. વિશેષ મોટા મોટા પંછડા લંબા-લંબા લગાડી દે જાણપણાના ને ધારણાના, આહાહા... ઐસે તો અગિયાર અંગ અનંતબૈર કંઠસ્થ કિયા ઉસમેં કયા આયા? આહાહા.. ભગવાન જ્ઞાનના પાતાળ કૂવા અનંત સ્વભાવના ભરા જ્ઞાનસે, ઉસકા જ્ઞાન કરના ઉસકી પ્રતીતિ કરના અને ઉસમેં રમના ઉસકા નામ દર્શન જ્ઞાન ચારિત્ર હૈ. આહાહાહા ! કહો, ઝાંઝરીજી! આવી વાત છે ભાઈ. આહા! વિમળચંદજી હૈ કે નહીં? હા, છે. આવું છે.
કયોંકિ જ્ઞાન સ્વભાવસે તુમ છૂટ્યા નહીં ને જ્યાં પરિણમન હુઆ ત્યાં રાગમેં તો આયા હી નહીં ને. આહાહાહા ! જ્ઞાન સ્વરૂપ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ ઉસમેં દૃષ્ટિ અને જ્ઞાન તો થા. પણ અંદરમેં રમ ગયા અંદર સ્વરૂપમેં ઘરમેં, પરઘરમેં આયા હી નહીં ને નિજ ઘરમેં રમ ગયા તો પરભાવકા ત્યાગ તો નામમાત્ર- કથનમાત્ર હૈ. પર ઘરમેં ગયા ક્યાં હૈ. આહાહા! કહો નવરંગભાઈ ! આનું નામ પચખાણ. આહાહા ! ધન્યકાળ ધન્ય અવસર. આહાહા... જે સમયે પ્રત્યાખ્યાનકી દશા. ઉસકો પહેલે પ્રતીતમે તો લે કે મારગ તો આ હૈ. સમજમેં આયા? કરી શકે નહીં ભલે પણ કરને લાયક તો આ હૈ. આહાહા...
જ્ઞાન સ્વભાવસે સ્વયં તો છૂટા નહીં. ઈસલિયે પ્રત્યાખ્યાન જ્ઞાન હી હૈ. આયા ચોથું પદ, છે ને ચોથું પદ “નાણે નિયમા મુખેદબ્ધ” ચોથું પદ, માટે પ્રત્યાખ્યાન જ્ઞાન છે. જ્ઞાન એટલે આત્મા. અહીંયા જ્ઞાન શબ્દ આત્મા લિયા હૈ. ભગવાન સારા નિર્મળાનંદ વીતરાગ મૂર્તિ પ્રભુ, જિનબિંબ એ આત્મા હી પ્રત્યાખ્યાન હૈ. આહાહાહા ! સમજમેં આયા?
ઈસલિયે પ્રત્યાખ્યાન નામ ચારિત્ર અથવા પ્રત્યાખ્યાન(નામ) રાગકા અભાવ સ્વભાવરૂપ પ્રત્યાખ્યાન એ જ્ઞાન એ આત્મા હી હૈ. “જ્ઞાન” શબ્દ પડા હૈ ને? આહાહા... અને એકસો પંચાવનમાં પણ એ જ લિયા હૈ! “જીવાદિ સહૂર્ણ આત્મા જે જ્ઞાન સ્વરૂપ હૈ, ઉસકા પરિણમન હોના, ઉસકા નામ સમ્યગ્દર્શન હે. ત્યારે એ લોકો કહે આટલું બધું મોંઘું કરી નાખ્યું. અરે મોંઘું નહીં, જેવું એનું સ્વરૂપ છે એવું જ કહ્યું છે ભાઈ. આહાહા ! પુણ્યકો વિષ્ટા કહા ત્યાં રાડ નાખી જાય છે– પણ ભગવાને તો પુણ્યકો ઝેર કહા હૈ, વિષ્ટા તો હજી ભંડેય ખા સકે, ઝેર તો મારી નાખે! આહાહાહા!
વ્રતના પરિણામ શુભભાવ એ ઝેર હૈ. આહાહાહા ! (શ્રોતાઃ- કોઈ એને ધર્મ કહે અને