________________
૫૦૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આપ ઝેર કહો ) અરે શું થાય ભાઈ. એ વ્રત કરતે કરતે સસમા (ગુણસ્થાન) હો જાયેગા? અરે વ્રત એ વ્યવહાર હૈ. છઠ્ઠા ગુણસ્થાન તક વ્યવહાર હૈ અને સમે વ્યવહાર છૂટ જાય. અરે ભાઈ તને ખબર નથી બાપુ. પહેલે તો સમ્યગ્દર્શન જ્ઞાન હો, પીછે મુનિપણા આને મેં પહેલે તો સરૂમ ગુણસ્થાન આતા હૈ, પહેલે છઠ્ઠી નહીં આતા. આહાહાહા.. સસમે આતા હૈ તો પીછે વિકલ્પ આતા હૈ તો છÈ આ જાતા હૈ. તો એ તો વિકલ્પ આસ્રવ હૈ, રાગ હું અને સમયે આયા તો અબુદ્ધિપૂર્વક રાગ હૈ. પણ બુદ્ધિપૂર્વક છૂટ ગયા તો ઈતના નિરાસ્રવ હો ગયા. આહાહાહા... ચારિત્ર હૈ તીન કષાયકા અભાવ હૈ, છતે મુનિકો ભી રાગ આતા હૈ. (યહ) કલુષિત હૈ. અમૃતચંદ્રાચાર્યે કહા ને ત્રીજા શ્લોકમાં, ઓહો! આત્મજ્ઞાન સમ્યગ્દર્શન ઉપરાંત છઠ્ઠી ગુણસ્થાનને યોગ્ય જે ચારિત્ર દશા ભી હૈ, પણ આ રાગ આયા, એ દુઃખરૂપ હૈ. “કલ્માષિતાયાં” કલુષિત ભાવ હૈ. આહાહા... તો મેં મેરા શુદ્ધ ચૈતન્યકા ધ્યેય રખકર ટીકા કરુંગા અને ધ્યેયના જોરે એ કલ્માષિત જે અશુદ્ધ પરિણમન એ છૂટ જાઓ. આહાહા! ઔર મૈ શુદ્ધરૂપ પરિણમન હું યહ મેરી ભાવના હૈ. મુનિ, એમ કહેતે હૈ આચાર્ય. આહાહા!
ઐસા અનુભવ કરના ચાહીએ, જોયું? ઈસલિયે પ્રત્યાખ્યાન આત્મા હી હૈ. જ્ઞાન શબ્દ આત્મા લિયા. ઐસા અનુભવ કરના ચાહિયે, ઐસા અનુભવ કરના ચાહિયે. આહાહાહા ! ભગવાન પૂર્ણાનંદકે અનુસાર સ્થિરતાના અનુભવ કરના ચાહીએ. નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાનકા અનુભવ કરના ચાહિયે ઉસકા નામ ચારિત્ર છે. આહાહાહાહા ! અરે ધન્ય ભાગ્ય! એ પ્રત્યાખ્યાન અને ચારિત્ર બાપા. આહાહા ! એ મોક્ષને આંગણે આવી ગયા. અંગનમેં આ ગયા હવે અંદર પ્રવેશ કરેગા તબ મોક્ષ હોગા. આહાહા ! ભાવાર્થ:- વિશેષ આયેગા.
(શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ.)
પ્રવચન . ૧OO ગાથા -૩૪-૩પ તા. પ-૧૦૭૮ ગુરૂવાર આસો સુદ-૩ સં. ૨૫૦૪
ચોત્રીસ ગાથાનો ભાવાર્થ હૈ ને? આત્મામેં પરભાવના ત્યાગનું કર્તાપણું જે છે તે નામ માત્ર છે. કેમકે જ્ઞાન સ્વરૂપ છે એને રાગનો ત્યાગ કરે એ તો નામમાત્ર છે. રાગરૂપે જ્ઞાન સ્વરૂપ હોતા હી નહીં, થા હી નહીં. એ જ્ઞાન સ્વરૂપ એને રાગના ત્યાગનું કર્તાપણું નામમાત્ર છે. પોતે તો જ્ઞાનસ્વભાવ છે. જ્ઞાન સ્વભાવમાં જે રાગનું પરિણમન હતું, તે રૂપે પરિણમન ન હુઆ અને જ્ઞાનરૂપે રહ્યા એનું નામ પચખાણ. આહાહાહા ! પરદ્રવ્યને પર જાણ્યું. રાગાદિ પરદ્રવ્યને જ્ઞાનમાં પર જાણ્યું, પછી પરભાવનું ગ્રહણ નહીં, એ રાગરૂપે પરિણમન નહીં, ગ્રહણ નહીં નામ રાગરૂપે પરિણમન નહીં તે ત્યાગ છે. આહાહાહા ! બહારના ત્યાગની તો વાત શું કરવી (ના) કહે છે, આહાહાહા... પણ ભગવાન જ્ઞાનસ્વરૂપ પ્રભુ એ પર રાગરૂપે થા, રાગરૂપે પર્યાય હતી એ જ્ઞાનસ્વભાવરૂપે રહી અને રાગરૂપે ન થઈ, એનું નામ પચખાણ. આહાહા.. આવી વાત છે. પછી પરભાવનું પરિણમન ન થયું તે ત્યાગ છે. આહાહા!
સ્થિર થયેલું જ્ઞાન તે જ પ્રત્યાખ્યાન છે, આ ખુલાસો. જ્ઞાન સ્વરૂપ ભગવાન જે રાગમાં અસ્થિરપણે પરિણમન હતું, તે સ્વભાવ પોતે પરપણે પરિણમને લાયક નહીં, છતાં પર્યાયમેં થા,