________________
ગાથા – ૩૪
૫૦૧ દ્રવ્ય સ્વભાવ નહીં, ( ક્યા કહા?) દ્રવ્ય સ્વભાવ નહીં, આહાહા.. પણ પર્યાયમાં રાગનું પરિણમન હતું, એ જ્ઞાનસ્વરૂપ છું એમ જાણીને ઠર્યો અંદર એ પર છે એ પર છે, હું તો જ્ઞાનસ્વરૂપ છું એમ જાણીને અંદર સ્થિર થયો એ પચખાણ. આહાહા... આવા પચખાણની વ્યાખ્યા આવી છે, આ ચારિત્રની આ વ્યાખ્યા. આહા ! આ જ્ઞાન સિવાય કોઈ બીજો ભાવ નથી. જ્ઞાનસ્વભાવ જ્ઞાનસ્વભાવરૂપે સ્થિર થયો એ પ્રત્યાખ્યાન છે, એ ચારિત્ર છે. એ વીતરાગ પર્યાય છે. આહાહા... જે રાગ સ્વભાવ સ્વરૂપ, રાગરૂપે સ્વભાવ વ્યાસ ન હોનેલાયક થે, રાગથી વ્યાસ હોવાવાળો નથી, એમ જાણીને જ્ઞાનસ્વભાવ, રાગરૂપે જે પરિણમન હતું, તે પરિણમન ન કર્યું અને જ્ઞાનરૂપે રહ્યું એનું નામ પ્રત્યાખ્યાન અને ચારિત્ર છે. આકરી વાત બાપુ. આહાહા... સાંભળ્યું હોય ગમે તેટલી વાર પણ આ વાત, જુદી જાતની છે ભાઈ. આહાહા.. આહા !
*નિરપેક્ષ સ્વભાવના ભાન વિના નિમિત્તનું યથાર્થ જ્ઞાન થાય નહિ, સ્વ-પરપ્રકાશક સ્વભાવ છે, તેમાં સ્વના જ્ઞાન વિના પરનું જ્ઞાન થાય નહિ. ઉપાદાનની
સ્વતંત્રતાના જ્ઞાન વગર નિમિત્તનું જ્ઞાન થાય નહિ, નિશ્ચય વિના વ્યવહારનું જ્ઞાન થાય નહિ. જેમ ત્રિકાળી દ્રવ્ય
સ્વતંત્ર નિરપેક્ષ છે, તેમ તેની સમય સમયની પર્યાય પણ નિરપેક્ષ સ્વતંત્ર છે. સમય સમયની પર્યાય પોતાના કારણે જ થાય છે.
(પરમાગમસાર - ૭૬૫)