________________
૪૯૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ વસ્તુ સ્વરૂપ જ એવું છે ને ભાઈ. મોંઘુ પડે પણ રીત તો આ છે, આટાને શેકતા ઘી પીવાઈ જાય માટે આટાકો પહેલે પાણીમેં શેકના પછી ઘી નાખો. ત્રણેય તારા જશે આટા, ઘી ઔર સકકર ત્રણેય નાશ થશે. શીરા- ફલવા નહીં હોગા એમ ભગવાન આત્માકો પહેલે સમ્યગ્દર્શન જ્ઞાનમેં પ્રતીતમેં અંતર સન્મુખ હોકર લેના પડેગા. મોંઘા પડે પણ વસ્તુ તો એ હૈ.
ઔર પીછે રાગકા ત્યાગ માટે વસ્તુના સ્વભાવમાં રાગ પર હૈ ઐસા જાના, ઐસા જાનકર જ્ઞાન જ્ઞાનમેં જમ ગયા. આત્મા આત્માનેં જમ ગયા, એ “નાણુ મુણેયવ્યા” એ જ્ઞાન એટલે આત્મા તે પચખાણ છે. આહાહાહા ! આવી વાતું હવે સાંભળવા મળે નહીં, પ્રભુ શું કરે ? આવા અવસર મળ્યા, મનુષ્યપણાના બીજે ક્યાંય સાંભળવાનું મળે નહીં. (શ્રોતાઃ- અને મળે ત્યાં વિપરીત મળે) વિપરીત મળે. આહાહા.. માર્ગ મોંઘો પડે, દુર્લભ લાગે, પણ માર્ગ તો આ હૈ. આહાહાહા.. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. ઓહોહો ! સંતોએ શું કરૂણા કરીને ટીકા કરી છે. આહાહા !
ભગવંત! કાલે આવ્યું “તું નહીં ? ભગવત્ સ્વરૂપ જ્ઞાન, ભગવાન જ્ઞાતા-દ્રવ્ય સંસ્કૃતમાં ભગવત્ જ્ઞાતૃ દ્રવ્ય. આહાહા.. એ અપના જ્યારે જ્ઞાન સ્વ શેયકો બનાકર, પરøયકા જો જ્ઞાન કરતે થે એ પર્યાયે સ્વયકા જ્ઞાન કિયા ત્યારે ઉસકો સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન હુઆ. ત્યારે હવે ચારિત્ર કબ હોતા હૈ? એ જ્ઞાન સ્વરૂપના જ્ઞાન હુઆ. જ્ઞાન સ્વરૂપકી પ્રતીત હુઈ, અનુભવ એ જ્ઞાન ને આત્મા રાગકો અપના સ્વભાવસે રાગરૂપે હોના એ મેરી ચીજ નહીં, સ્વભાવ મેરા નહીં, ઐસા સ્વભાવ જાનકર સ્વભાવમેં સ્થિર હો જાના, સ્થિર હો જાના, જામી જાના જેમ પાની હૈ યહ બરફરૂપ જામી જાતા હૈ, બરફ. એમ ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપી પ્રભુ આનંદસ્વરૂપી ભગવદ્ એ આનંદમેં જમ જાના, રમ જાના, લીન હો જાના. આહાહા... ઉસકા નામ રાગકા ત્યાગ નામમાત્ર હૈ. વસ્તુ તો વસ્તુમેં ઠર ગઈ હૈ. પાટણીજી! આવી વાતું છે, ભાઈ લોકોને ન બેસે એટલે પછી વિરોધ કરે, શું કરે બાપા? ભાઈ તને તારી પદ્ધતિની ખબર નથી. આહા!
સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્ર એની પરિણતિની પદ્ધતિની પ્રભુ તને ખબર નથી. એથી તું વિરોધ કર કે આ વ્રત હૈ ને આ ક્રિયા, એ ચારિત્ર નહીં, અરે પ્રભુ સૂન તો સહી ! વ્રતાદિનો ભાવ એ તો રાગ હૈ. આહાહા... એ જ્ઞાને જાણ્યું કે આ રાગ હૈ, એવું જ્ઞાન જ્ઞાનમેં આ પર હૈ ઐસા જાનકર, જ્ઞાન સ્વઘરમેં જમ ગયા, પરઘરમેં પરિણતિ ન ગઈ, આહાહાહા.. આ પહેલાં જ્ઞાન તો કરે કે આ ચીજ ઐસી હૈ. આહાહાહા !
અહીં તો ભગવદ્ એમ કહેતે હૈ સંતો કે પરભાવકે ત્યાગકા કર્તુત્વ નામ અપનેકો (હૈ) નહીં. હું? રાગકો ત્યાગ એ આત્મામેં હૈ હી નહીં. કયોંકિ આત્મા આનંદરૂપે રહ્યા ત્યાં ત્યાગ હો ગયા. રાગકા ત્યાગ કિયા ઐસા તો હૈ હી નહીં. આહાહાહા.... હવે આવી વાતું સમજવી.
અરે આઠ વર્ષના બાળકો પણ ચારિત્ર ગ્રહણ કરે છે. આહાહા.. રાજકુમારો જેના સોના જેવાં શરીર, આહાહા... ભરત ચક્રવર્તીના પુત્ર, એકસો આઠ મણીરત્નની ગેડી અને દડે રમતે થે, એમાં જયકુમારકા સૂના, જયકુમાર આખા (સૈન્યકા) સેનાપતિના નાયક, એક માણસ નીકળ્યો” તો, એ કહે જયકુમારે દીક્ષા લિયા હૈ. ઓહો! સેનાપતિ છનું કરોડપાયદળનો નાયક, એમણે ચારિત્ર ગ્રહણ કિયા, સ્વરૂપમેં રમણતા પ્રગટ કિયા. આહાહા.. એ બાળકો છોટી