________________
૪૭૯
ગાથા - ૩૪
सव्वे भावे जम्हा पच्चक्खाई परे त्ति णादूणं। तम्हा पच्चक्खाणं णाणं णियमा मुणेदव्वं ।।३४।। सर्वान् भावान् यस्मात्प्रत्याख्याति परानिति ज्ञात्वा।
तस्मात्प्रत्याख्यानं ज्ञानं नियमात् ज्ञातव्यम्।।३४।। यतो हि द्रव्यान्तरस्वभावभाविनोऽन्यानखिलानपि भावान् भगवज्ज्ञातृद्रव्यं स्वस्वभावभावाव्याप्यतया परत्वेन ज्ञात्वा प्रत्याचष्टे, ततो य एव पूर्वं जानाति स एव पश्चात्प्रत्याचष्टे,न पुनरन्य इत्यात्मनि निश्चित्य प्रत्याख्यानसमये प्रत्याख्येयोपाधिमात्रप्रवर्तितकर्तृत्वव्यपदेशत्वेऽपिपरमार्थेनाव्यपदेश्यज्ञानस्वभावादप्रच्यवनात्प्रत्याख्यानं ज्ञानमेवेत्यनुभवनीयम्।
સૌ ભાવને પર જાણીને પચખાણ ભાવોનું કરે,
તેથી નિયમથી જાણવું કે જ્ઞાન પ્રત્યાખ્યાન છે. ૩૪. ગાથાર્થઃ- [વસ્માત] જેથી [સર્વાન માવાન] “પોતાના સિવાય સર્વ પદાર્થો [૫૨] પર છે' [તિ જ્ઞાત્વા] એમ જાણીને [પ્રત્યાક્યાતિ] પ્રત્યાખ્યાન કરે છેત્યાગે છે, [તસ્માત]તેથી,[પ્રત્યાક્યાન] પ્રત્યાખ્યાન [જ્ઞાન] જ્ઞાન જ છે[નિયમાન્] એમ નિયમથી [ જ્ઞાતવ્યમ]જાણવું. પોતાના જ્ઞાનમાં ત્યાગરૂપ અવસ્થા તે જ પ્રત્યાખ્યાન છે, બીજું કાંઈ નથી.
ટીકા -આ ભગવાન જ્ઞાતા-દ્રવ્ય (આત્મા) છે તે અન્યદ્રવ્યના સ્વભાવથી થતા અન્ય સમસ્ત પરભાવોને, તેઓ પોતાના સ્વભાવભાવ વડે નહિ વ્યાસ હોવાથી પરપણે જાણીને, ત્યાગે છે; તેથી જે પહેલાં જાણે છે તે જ પછી ત્યાગે છે, બીજો તો કોઈ ત્યાગનાર નથી-એમ આત્મામાં નિશ્ચય કરીને, પ્રત્યાખ્યાનના (ત્યાગના) સમયે પ્રત્યાખ્યાન કરવાયોગ્ય જે પરભાવ તેની ઉપાધિમાત્રથી પ્રવર્તેલું ત્યાગના કર્તાપણાનું નામ (આત્માને) હોવા છતાં પણ, પરમાર્થથી જોવામાં આવે તો પરભાવના ત્યાગકર્તાપણાનું નામ પોતાને નથી, પોતે તો એ નામથી રહિત છે કારણ કે જ્ઞાનસ્વભાવથી પોતે છૂટયો નથી, માટે પ્રત્યાખ્યાન જ્ઞાન જ છેએમ અનુભવ કરવો.
ભાવાર્થ-આત્માને પરભાવના ત્યાગનું કર્તાપણું છે તે નામમાત્ર છે. પોતે તો જ્ઞાનસ્વભાવ છે. પરદ્રવ્યને પર જાણ્યું, પછી પરભાવનું ગ્રહણ નહિ તે જ ત્યાગ છે. એ રીતે, સ્થિર થયેલું જ્ઞાન તે જ પ્રત્યાખ્યાન છે, જ્ઞાન સિવાય કોઈ બીજો ભાવ નથી.