________________
૪૮૫
ગાથા – ૩૪ એ અજગર લાંબો પચીસ હાથનો લાંબો હતો એ કન્યાને વિધાધરે જંગલમાં મૂકી'તી. એ અજગર ગળી ગયો, થોડું બાકી રહ્યું તું મોટું એમાં એનો બાપ આવ્યો ચક્રવર્તી શોધતા શોધતા, શોધતા. અરે આ ક્યાં? બાણ ઉપાડયું અજગરને મારવા. કન્યા કહે છે પિતાજી ન મારો મૈને તો આહારકા ત્યાગ કર દિયા હૈ. અજગરના મુખમાં હૈ, થોડા બહાર હું થોડા અંદર. આહાહાહા... પિતાજી ન મારો હું નીકળીને આહાર નહીં લઈ શકું. મેરે તો આહારકા ત્યાગ હૈ, આહાહાહા ! એ દેહ છૂટ ગયા. રાજાની કુંવરી તરીકે વિશલ્યા નામની હુઈ પણ ઐસી રહી લબ્ધિ ઉસકો હુઈ, લક્ષ્મણજી વિધાને વશ છે કોઈ કહે વિશલ્યાને લાવો એ આયેગા વિશલ્યા તો જાગ્રત હો જાએગા કહો. એ વિશલ્યા આવે છે જ્યાં, જ્યાં પંડાલમાં પેસે છે ત્યાં લાખો ઘાયલ જીવ હતા ઘાયલ સાજા થઈ જાય છે. સાજા સમજતે હૈં ને ? ( શ્રોતા – હા, તૈયાર!) અને આ લક્ષ્મણ પાસે જ્યાં આવે છે, આમ લક્ષ્મણ જાગી જાય છે અને બોલ્યો ક્યાં ગયો રાવણ ? રાવણને મારવાનો વિકલ્પ, ક્યાં ગયો રાવણ ઉઠીને લડાઈ કરે છે, રાવણને છેદી નાખે છે. આહાહા ! છતાંય એ રામચંદ્રજી ને લક્ષ્મણ મહાપુરુષ છે ને! આહાહા !
એ મંદોદરી રાવણની સ્ત્રી પાસે જાય છે મારીને, બા બહેન માતા અમે આવી વાસુદેવ ને બળદેવની પદવી લઈને આવ્યા છીએ એ કારણે આ હુઆ હૈ. મેરા કોઈ વિરોધી નહીં થા. પણ આ પદવીને યોગ્ય આ કામ કિયા હૈ. જુઓ સમકિતી જ્ઞાની. આહાહાહા.. એ મંદોદરી રાંડે છે એટલે ત્યાં જાય છે. માતા, બહેન અમે આ પદવીધર છીએ એ કારણે આ કામ હુઆ, બહેન આહાહા.. માફ કરજો. આહાહાહા ! એ ભાઈ રાવણને બાળવા લઈ જાય છે, પ્રભુ રામચંદ્રજી ને લક્ષ્મણ સાથે જાય છે, એ સુમેરુમલજી, જુઓ તો ખરા ઈતિહાસ સમકિતી જ્ઞાની આવો રાગ હતો રાગનો અને જ્યારે રાવણને બાળે છે તળાવની પાળ ઉપર મોટી છે, પોતે બેસે છે રામચંદ્રજી ને લક્ષ્મણ, કહો મારી નાખ્યા એના પ્રત્યે પણ પાછો આ ભાવ, સમકિતી છે અનુભવી છે. રાગ આ ગયા જરી પદવીને યોગ્ય, રાગ વેદન દુઃખના હુઆ. આહાહા...
એ અહીં શિષ્ય પૂછે છે, પ્રભુ મારો નાથ આત્મા જ્ઞાતાદ્રવ્ય પ્રભુ, મેરી દષ્ટિમેં આયા હૈ, મેરા ભગવાન આત્મા મેરા અનુભવમેં, અનુભવ જે વસ્તુ અનંત ગુણકા પિંડ હૈ ઉસકે અનુસરીને અનુભવ હુઆ હૈ, પ્રભુ મેરે પણ મેરા સ્વરૂપમેં આચરણ કરનેકા અભિલાષી હું મૈ. આહાહાહા.. મેરી પર્યાયમેં રાગદ્વેષકા આચરણ હૈ માટે પ્રભુ તો ઉસકા ત્યાગ અને સ્વરૂપકા આચરણ કૈસે હો? તો ગુરુ કહતે હૈ, આહાહા... સીતાજીને જ્યારે લઈ જાય છે, રાવણ આવે છે નજીક, છેટો રહેજે. છ માસ મારી સામું જોઈશ નહીં, સમકિતી. એય સુમેરુમલજી! સીતાજી જ્ઞાની, આત્મજ્ઞાની, આહાહાહા.. પતિવ્રતા, રામચંદ્રજી સિવાય વિકલ્પ નહીં કોઈ પતિકા ગમે તે હો રાવણ આવે છે. આમ, મારો નાથ છ મહિનામાં મારી સંભાળ લેવા ન આવે પછી તારે વિચારવું. આવશે. જો આ સમકિતીના પણ અંદર આચરણ, આહાહાહા..
એમાં હનુમાનજી, હનુમાન છે ને રાજકુમાર, રાજકુમાર છે ઈ હોં વાંદરો નથી હોં. વાંદરાનું તો એની ધ્વજામાં ચિહ્ન હતું વાંદરા નહોતા. ત્રણ ખંડમાં તો એના જેવું કોઈનું રૂપ નહોતું એવા હનુમાન કામદેવ હતા. આહાહા.. એ રામચંદ્રજીની અંગુઠી છે ને એ લેકર જાય છે સીતાજી પાસે જુઓ આ સમકિતીના આચરણના રાગના ભાવ. આહાહા... અંગુઠી આમ દેખે