________________
ગાથા – ૩ર
૪૪૧ ચંદુભાઈ. એટલે સખ નહીં આવે અહીંયા. ટૂંકું કર્યું હોત તો પણ આ તો.. લાંબુ લાંબુ કરે છે. હુજી. હૈ?
ઈન પાંચો સૂત્રોકો ઇન્દ્રિય સૂત્રક દ્વારા અલગ અલગ વ્યાખ્યાનરૂપ કરના. ઈસ પ્રકાર, હવે હજી એટલેથી નહીં. સોળ સૂત્રોકે ભિન્ન ભિન્ન વ્યાખ્યાન કરના. દરેકકા ભિન્ન ભિન્ન વ્યાખ્યાન. ઔર ઈસ ઉપદેશસે અન્ય ભી વિચાર લેના. આહાહા... અસંખ્ય પ્રકારના વિભાવ હૈ, આહાહાહા અનેક પ્રકાર હૈ. અસંખ્ય પ્રકારના વિભાવ સમકિતીકો હૈ. આહાહાહા... તો ઐસે વ્યાખ્યાન કરના. એ ભાવ્ય હૈ ઉસકો અપના સ્વભાવના અનુસરણ કરકે ઉત્પન્ન હોને ન દેના એ અપની સ્તુતિ હૈ. અપની પ્રશંસા ભગવાનકી હૈ. આવું ત્યાં સાંભળ્યું નથી સરદાર શહેરમાં ક્યાંય નહીં. પ્રભુનો મારગ બાપા! એ “હરિનો રે મારગ છે શૂરાનો એ કાયરના નહીં કામ જોને રે” એમ આવે છે ને? તમારે “એ હરિનો રે મારગ છે શૂરાનો, કાયરના નહીં કામ જોને પ્રથમ પહેલાં મસ્તક મૂકી વળતા લેવું હરિનું નામ જોને રે. હરિ એટલે આ ભગવાન, આહા... એ લોકોમાં એવુ સ્તુતિમાં ભક્તિમાં આવે છે. અમારે તો એ બાજુના પાલેજમાં બધાય ઘરાક હતા એવા બધા. એક બ્રાહ્મણ હતો અમારો ઘરાક તે દિ' હો. પણ વેદાંતનો મોટો અને બધાનો ગુરુ હતો પણ અમારો ઘરાક હતો. એના ગામનું નામ ભૂલી ગયા. મેહરાજ ને તિલોદ બે ગામમાં અમારી ઉઘરાણી હતી એ બે ગામમાં વધારે એમાં આ મેહરાજનો બ્રાહ્મણ હતો એ માલ લેવા આવે. એના ભક્તો હોય ને એ પગે લાગે આમ. અમે એને ઘરે પૈસા લેવા જઈએ તો ખાટલો ઢાળી દે. મેહરાજ ગામ પાલેજથી ત્રણ ગાઉ છે. આ તો ૧૭, ૧૮, ૧૯ વર્ષની વાતું છે શરીરની. આહાહા! બધું એ વખતે જોયેલું જાણેલું, પણ આ નહીં. આહાહા!
એક તો બાવા આવ્યા હતા બે. એ વખતની વાત છે. ૬૫, ૬૬ કે ૬૭ ની વાત છે. એક હતો વેદાંતી અને એક હતો કબીર (પંથી) અને એક હતો ઈશ્વર કર્તા માનનેવાલો બે સાધુ મોટા આવ્યા. ત્યાં ધર્મશાળા છે અમારે ત્યાં ઉતરેલા અને અમને ખબર પડી જૈનોને કે એ લોકો ચર્ચા કરવાના છે અમે બધા ગયા એમાં એક સાધુ હતો ઈશ્વર કર્તા માનનારો. આ જગતના ઈશ્વર કર્તા હૈ, અમે જૈન લોકો ગયેલા સાંભળવા તો ઓલો સામો કહે કે કર્તા હોય તો ક્યાં ઊભા રહીને કિયા ઈશ્વરે? ઈશ્વરકો કોણે કિયા? અને ઈશ્વરે કહાં ખડા હોકર જગત બનાયા, તો ખડે હોકર બનાયા તો કોઈ ચીજ તો રહી સમજમેં આયા? ઓલો કબીર (પંથી) અમારી સામે જોવે જૈન સામે કેમ ભાઈઓ એને ખબરને કે આ જૈનો છે ને! આ તો ૭૦, ૭૨ વર્ષ પહેલાંની વાત છે. બરાબર હૈ. ઈશ્વર હો તો કહાં ખડા રહા ઔર આ બધી સામગ્રી કહાંસે લાયા. કહાંસે બનાયા આ? નહીં હૈ ઈસમેંસે બનાઈ? નહીં હો ઉસે બના સકતે હૈ! હૈ ઈસકો બનાના ને ન હો ઉસકો બનાના બિલકુલ જૂઠ હૈ. બાલચંદજી! આ તો ૭૫ વર્ષ પહેલાંની વાત. આહાહા... એક હતો કબીરનો સાધુ અને ઓલો હતો લઠ જેવો ને અભિમાની-મેરા શિષ્ય હો તો સમજાવું. ઓલાને એમ કીધું કબીરને એ કહે શિષ્ય પણ પહેલો તું સમજાવ તો ખરો કે ઈશ્વર તેરા હૈ, ને ઈશ્વરે આ બનાયા. તો ઈશ્વર કહાં રહા થા, કોઈ સ્થાન થા કે નહીં, કોઈ સ્થાન ઉસને બનાયા? ઐસે આ બાત તો અલૌકિક હૈ બાપા. અસંખ્ય પ્રકારકી વાત. (શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ)