________________
ગાથા – ૨૭ થી ૩૦
૩૯૫ (હરિગીત) વર્ણન કર્યું નગરી તણું નહિ થાય વર્ણન ભૂપનું,
કીધે શરીરગુણની સ્તુતિ નહિ સ્તવન કેવળીગુણનું. ૩૦. આહાહા! આ નગર એવું છે કે, આહાહાહા... એ વિકલ્પની સ્તુતિ અને બધા ભગવાનને એ બધું નગરનું વર્ણન છે, આત્માનું નહીં. આહાહા ! આ નગર એવું છે કે જેણે કોટ વડે આકાશને ગ્રસી નાખ્યું છે એટલો કોટ ઊંચો છે. ગઢ કે આખો આકાશને ગળી જાય એટલો ગઢ ઊંચો છે એમ. આ નગરનો કોટ એટલો ઊંચો છે કે આકાશને ગળી ગયો છે એમ.
(શ્રોતાઓને ઉદ્દેશીને) અહીં તો હવે ઘણી જગ્યા છે નીચે. ઉપર બેસે છે તો અહીંયા ઘણી જગ્યા છે ઉપર બેઠા છે કોક, નીચે બેસવું જોઈએ. એટલે બધે ઊંચે બેસે, સાંભળવા આવે તે અહીં ઊંચે બેસે એનો અર્થ શું? છે જગતની એટલી સ્વચ્છંદતા, કાંઈ વ્યવહારની ખબર ન મળે. અહીં વંચાય છે એનાથી ઊંચુ બેસવું. એ તો તે દિમાણસ નહોતા સમાતા – એક હારે બેસાય નહીં સૌની હારે એટલે. આખી જગતની રીત એવી. આહાહાહા..
શું કહ્યું આ? એ નગરના કોટે આકાશને ગળ્યું એટલો મોટો ઊંચો છે પણ એ તો નગરનું વર્ણન છે. આહાહાહા ! (શ્રોતા:- રાજાનું નથી) એમ ભગવાનના ગુણોનું કે ભગવાનના શરીરનું, એ બધું નગરનું વર્ણન છે, પરનું છે. આહાહાહા ! સમજાણું કાંઈ? ઉપવન રાજી નિગીર્ણ-ભૂમિતલમ્ બગીચાઓની પંકિતઓથી ભૂમિળને ગળી ગયું છે એટલા બધા બગીચાઓ છે કે જાણે બગીચાઓ આખી ભૂમિને ગળી ગયા છે પણ એ તો વર્ણન નગરનું થયું, એના રાજાનું ન થયું. આહાહાહા ! ચારે તરફ બગીચાથી પૃથ્વી ઢંકાઈ ગઈ છે. અને “પરિખાવલયમ્ પાતાલમ્ પિબતિ ધ્ય” કોટની ચારે તરફ ખાઈના ઘેરાથી જાણે કે પાતાળને પી રહ્યું છે, ગઢ જાણે આકાશનું થઈ ગયું. વર્તમાનમાં બગીચા પૃથ્વી(ને) ગળી ગઈ. પાતાળમાં ખાઈ. આહાહાહા ! આહાહાહા..
આમ નગરનું વર્ણન કરવા છતાં તેનાથી રાજાનું વર્ણન થતું નથી. કારણ કે જો કે રાજા તેનો અધિષ્ઠાતા છે, નિમિત્ત તરીકે, તોપણ કોટ, બાગ, ખાઈ આદિવાળો રાજા નથી. આહાહાહાહા... એ નગરના વર્ણનનો નિમિત્ત તરીકે રાજા અધિષ્ઠાતા કહેવાય, છતાં એ રાજાનું વર્ણન નથી.
એમ વિકલ્પથી વર્ણન થાય, આહાહાહા. એ આત્માનું વર્ણન નથી. એ તો અણાત્મા આદિ પુગલનું શરીરનું વર્ણન છે. આહાહાહાહા...આવું છે. કોટ બાગ ખાઈ આદિવાળો રાજા નથી, છે? આહા ! એ વિકલ્પથી સ્તુતિ કરે પણ એ વિકલ્પવાળો આત્મા નથી. આહાહા ! એમ વિકલ્પથી આ ભગવાનની સ્તુતિ કરે પણ આ આત્મા ત્યાં નથી. આહાહાહા ! ઘણી ગંભીરતા નિશ્ચય અને વ્યવહાર, અલૌકિક ગંભીરતા. તેવી રીતે શરીરનું સ્તવન કરે તીર્થકરનું સ્તવન નથી, એનો અર્થ કે વિકલ્પથી ચાહે તો પરમાત્મા તીર્થંકરદેવનું સ્તવન કરો, તો પણ એ ખરેખર આત્માનું સ્તવન નથી, એ શરીરનું સ્તવન છે, પુદ્ગલનું છે. આહાહાહા !
ભગવાન અને ભગવાનની વાણીને ઇન્દ્રિય કીધી છે ને? આવશે ને હવે. એકત્રીસમાં આવશે. ઇન્દ્રિય કહો કે પુદ્ગલ કહો કે પર કહો. આહાહાહાહા. સ્વઆત્માના અનંત આનંદના