________________
૩૯૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ અભાવ છે. આહાહા.. તીર્થકર અને એનો જે આત્મા, એના આત્મામાં આનો અભાવ છે. આહાહા.. માટે નિશ્ચયથી શરીરના શુક્લ રક્તપણું ગુણોનું સ્તવન કરવાથી તીર્થકર કેવળી પુરુષનું સ્તવન થતું નથી. આહાહાહા ! આહાહાહા... તીર્થકર કેવળી પુરુષના ગુણોનું સ્તવન કરવાથી જ, જોયું પાછું. તીર્થકર કેવળી પુરુષના ગુણોનું સ્તવન કરવાથી, પણ એનો અર્થ? આ આત્માના ગુણોનું સ્તવન કરવાથી. આહાહાહા! ભગવાન જ્ઞાયક સ્વરૂપ, પૂર્ણઆનંદ સ્વરૂપ તે આત્મા તેની નિર્વિકલ્પ દષ્ટિથી સ્તવન કરવાથી, આહાહાહા.. એ કેવળીની સ્તુતિ થાય છે. સમજાણું કાંઈ ? (શ્રોતા- ઘણી ચોખવટ કરી) બાબુભાઈ ! આવો બધો ફેરફાર છે આવો શું થાય ખેંચાતાણ કરે.
અહીં તો એ કહે છે, તીર્થંકર પુરુષનું સ્તવન થાય છે પણ એ કેવળ તીર્થકર (કેવળી પુરુષનું) સ્તવન પુરુષનું થાય છે, એનો અર્થ ? આ આત્માના ગુણોનું સ્તવન થાય એ, આહાહા... ઓલું આવે છે ને? “જ્ઞાતાર મોક્ષમાર્ગ નેતા જ્ઞાતાર બહુ પ્રતાપ વંદે તળુણલધયે” એનો અર્થ એ લોકો એવો કરે છે “હે પ્રભુ આપની સ્તુતિથી તમારા ગુણ મને પ્રાપ્ત થાઓ.” તગુણલબ્ધયે એમ છે ને? પણ એનો અર્થ એમ નથી. આહા... એની સ્તુતિના કાળમાં મારા તરફનું જે જોર છે સ્વભાવમાં, એનો મને લાભ પ્રાપ્ત થાઓ. એનો લાભ થાઓ એમ છે વાત. શું થાય? આમ ભગવાનની સ્તુતિ કરવાથી લાભ થાય? આહાહા.. ભાઈ ! એ કહ્યુંને, અમૃતચંદ્રાચાર્ય કલ્માષિતાં મારા પરિણામ હજી કલુષિત વર્તે છે. પર્યાયમાં મુનિ છું, આચાર્ય છું, આહાહા! પણ હું શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય છું, એવું મને ભાન છે, છતાં પર્યાયમાં અનાદિની કલ્માષિતા પરિણતિ ઊભી છે, તેની આ ટીકા કરતાં કરતાં તેનો નાશ થઈ જજો. હવે ટીકા કરતાં તો, ટીકા કરતાં તો કરવાનો તો વિકલ્પ છે, પણ મારું જોર તે વખતે અંદરમાં છે, એના જોરની વૃદ્ધિ થઈ જજો. એ કાળમાં એનાથી નહીં. આવો બધો ફેરફાર બહુ. (શ્રોતા:- તેનાથી એટલે એના નિમિત્તે, ઉપાદાન મારું ) આવું છે. હજી સત્ય સમજવામાં પોતાનો આગ્રહ રાખે અને સત્યને ન સમજે તો હવે એને ઓલું સત્ય અંદર હાથ ક્યાંથી આવે? આહાહાહા !
હવે શિષ્યનો પ્રશ્ન છે કે આત્મા તો શરીરનો અધિષ્ઠાતા છે. છે? શરીરનો સ્વામી છે, ધણી છે, આહાહાહા... તેથી શરીરના સ્તવનથી આત્માનું સ્તવન નિશ્ચયે કેમ યુક્ત નથી ? આહાહા... એ ત્યાંય કહ્યું છે ને “પ્રવચનસાર” વ્યવહાર નિશ્ચય એ બધા જેટલા વિકલ્પો છે એનો અધિષ્ઠાતા આત્મા છે. આહાહાહા... વ્યવહારથી મોક્ષ થાય, ક્રિયાથી થાય, એવું આવે છે ને કિયાથી થાય જ્ઞાનથી થાય, નિશ્ચયથી થાય એ બધા ધર્મો એક સમયમાં ગણવામાં આવ્યા છે. અને એનો અધિષ્ઠાતા આત્મા છે ત્યાં એમ કીધું છે, કારણકે એનામાં થાય છે. આહાહાહા!
- અહીં કહે છે શરીરને ને આત્માને, અધિષ્ઠાતા એનો સ્વામી છે એ, કે “ના” એ સ્વામી એમ નથી. ત્યાં જે કીધું એવું અહીં નથી. આહાહાહા! તેથી શરીરના સ્તવનથી કેમ યુક્ત નથી આત્માનું એના ઉત્તરરૂપે દષ્ટાંત સહિત ગાથા કહે છે.
णयरम्मि वण्णिदे जह ण वि रण्णो वण्णणा कदा होदि । देहगुणे थुव्वंते ण केवलिगुणा थुदा होति ।।३०।।