________________
સમયસાર સિદ્ધિ ભાગ-૨
ભાવાર્થઃ–તેથી અહીં કોઈ પ્રશ્ન કરે કે વ્યવહારનય તો અસત્યાર્થ કહ્યો છે. છે ? અને શરી૨ જડ છે, તો વ્યવહા૨ના આશ્રયે જડની સ્તુતિનું શું ફળ ? આહાહા... તેનો ઉત્ત૨ઃ– “વ્યવહા૨નય સર્વથા અસત્યાર્થ નથી.” છે જ નહીં એમ નથી. આહાહાહા... ‘નિશ્ચયને પ્રધાન કરીને સત્યાર્થ કહ્યો છે' જોયું? અંદર ભગવાન આત્માના આનંદની એકાગ્રતાની સ્તુતિ, એ નિશ્ચયની પ્રધાનતાની અપેક્ષાએ વિકલ્પની સ્તુતિને જૂઠી કીધી છે. આહાહાહા ! વળી છદ્મસ્થને, હવે જુઓ, ઓલો વિકલ્પ છે ને એટલે વિકલ્પમાં કાંઈ ભગવાનનો આત્મા જણાતો નથી. “છદ્મસ્થને પોતાનો ને ૫૨નો આત્મા સાક્ષાત્ દેખાતો નથી.” છે? વ્યવહા૨થી શરીર દેખાય છે. પોતાનો પણ અંદર વિકલ્પ દેખાય વ્યવહા૨થી, અને સામાનું પણ એનું બાહ્ય શ૨ી૨ને એ દેખાય અથવા ભલે એના ગુણ હોય પણ આ ગુણની અપેક્ષાએ એ અનાત્મા છે. આહાહાહાહા ! અહીં પાછું કહેશે કે ભાઈ ભગવાનની સ્તુતિ એ નહીં, તો નિશ્ચય સ્તુતિ કોને કહેવી ? ત્યારે ભગવાનની નિશ્ચય સ્તુતિ એમ ન લીધી. આ આત્મા અંતરમાં અનંત આનંદનો કંદ પ્રભુ, એની સન્મુખ થઈને એકાગ્ર થવું તે નિશ્ચય કેવળીની સ્તુતિ છે. કહો હવે સ્તુતિ અહીંયા કહેવી આની ને નિશ્ચય સ્તુતિ, આહાહાહા ! અરે આ માર્ગ તો પ્રભુ સ્યાદ્વાદથી કઈ અપેક્ષાએ કહ્યું છે, એ ન સમજતાં ખેંચાતાણી કરે અને વ્યવહા૨ સ્તુતિથી કલ્યાણ થઈ જાય એમ માને એ ખોટું છે, અને વ્યવહા૨ સ્તુતિ ન જ આવે, સમકિતીને જ્ઞાનીને પણ, એય ખોટું છે. હૈં ? એ અહીં કહે છે, જુઓ, તેની શાંતરૂપ મુદ્રાને દેખીને જુઓ, છે તો ૫૨ પણ શુભભાવ આવ્યો છે એટલે ભગવાનની મૂર્તિ, પ્રતિમા કે ભગવાન સાક્ષાત્ હોય. આહાહા ! શાંતરૂપ મુદ્રા દેખીને પોતાને પણ શાંત ભાવ થાય શુભભાવ. સમજાણું કાંઈ ? મુદ્રા દેખીને એ નિમિત્તથી કથન છે પણ પોતાને એવો શુભભાવ હોય છે ત્યારે આમ દેખતા શાંત છે એમ એને લાગે, એના જ્ઞાનની પર્યાયમાં, આહાહા... શું શૈલી !
૩૯૨
આવો ઉ૫કા૨ જાણી, જોયું ? શરીરના આશ્રયે પણ સ્તુતિ કરે છે, એટલે કે વિકલ્પનો ભાવ આવે છે. આહાહાહા ! અને નિર્વિકલ્પ પ્રભુ આત્માની સ્તુતિ સિવાય આવો વિકલ્પનો ભાવ હોય છે. આહાહા ! બહુ ફે૨ફા૨. મધ્યસ્થથી વાત ન સમજે ને ખેંચાતાણ કરે, અહીં તો કહ્યું છે પાછું ખુલાસો કર્યો છે કે એનાથી શાંત ભાવ થાય છે, એટલે કે શુભભાવ થાય છે તો પોતાથી, પણ એનું લક્ષ ન્યાં જાય છે. આહાહાહા ! વ્યવહારનયનું લક્ષ જ ૫૨ ઉપ૨ જાય છે, અને નિશ્ચયનું લક્ષ સ્વ ઉ૫૨ છે. આહાહા ! પણ એ વ્યવહારનયનો વિષય સ્તુતિ, એ મોક્ષનો માર્ગ નહીં. સમજાણું કાંઈ ? છતાં બંધનો માર્ગ વિકલ્પનો વચ્ચે આવ્યા વિના રહે નહીં, એ પણ જ્ઞાનીને, અજ્ઞાનીને તો નિશ્ચય નથી તો વ્યવહારેય નથી. આહાહાહા... આવું બધું ઘણું કયાં ફે૨ફા૨ ?
જોયું ? શાંતમુદ્રા દેખી અંતરંગમાં વીતરાગભાવનો નિશ્ચય થાય છે. જોયું ? લક્ષ છે ને ૫૨ ઉ૫૨ કે, આહાહા... શાંત પ્રતિમા મુદ્રા, વીતરાગ મુદ્રા દેખી કેવળજ્ઞાન યાદ આવે, આવે છે ને ? સમયસાર નાટકમાં આવે છે. ચૌદ ગુણસ્થાનના અધિકારમાં મુદ્રા દેખીને કે, આહાહા... છે તો શુભભાવ પણ એના લક્ષમાં, આહાહા... પણ એવો ભાવ આવે, તેથી વ્યવહા૨ સ્તુતિને પણ અવકાશ છે, એટલી વાત. પણ એ વ્યવહા૨ સ્તુતિ છે માટે નિશ્ચય સ્તુતિનું કા૨ણ છે એમ નથી.