________________
ગાથા – ૨૭ થી ૩૦
૩૯૧ રક્તપણું તીર્થકર કેવળી પુરુષનો સ્વભાવ નહીં હોવા છતાં પણ, સોના વર્ષે ભગવાન છે એમ આવે છે ને? સોળ તીર્થકર સોના વર્ણો, શરીરનાં ગુણો જે શુક્લ રક્તપણું વગેરે તેમના સ્તવનથી તીર્થકર કેવળી પુરુષનું શુક્લ રક્ત તીર્થકર કેવળી પુરુષ, એવું સ્તવન કરવામાં આવે છે તે વ્યવહાર માત્રથી જ કરવામાં આવે છે. જોયું? વ્યવહાર સિદ્ધ કર્યો.
ભગવાન પરમાત્મા પર વસ્તુ છે, એની સ્તુતિ છે એ વિકલ્પ છે, ખરેખર તો એ પુદ્ગલ છે. અને તે પોતે પુદ્ગલ એટલે આ આત્મા સિવાય પરની સ્તુતિનો વિકલ્પ જ્ઞાનીને પણ આવે છે. પણ એ વાસ્તવિક મોક્ષનું કારણ નથી. આહાહાહા! એટલું (સિદ્ધ કરવું છે.) આહાહાહા! આઘું પાછું કરીને માળે ફેરવી નાંખ્યું. (શ્રોતા:- સમ્યગ્દર્શનને નિશ્ચય સ્તુતિ કહી છે) એ સ્તુતિ છે. પણ છતાં એ સ્તુતિ છતાં આવો વિકલ્પનો વ્યવહાર સ્તુતિનો ભાવ આવે. છતાંય એ સાચી સ્તુતિ નથી. છતાં એ વ્યવહાર વચ્ચે આવ્યા વિના રહેતો નથી. આવું અટપટું બહુ કામ. આહાહા !
ખરેખર તો જે વિકલ્પ ઊઠે છે એ જ ખરેખર તો પર શરીર છે, અને એની સ્તુતિ જે આમ કરે છે પરની આ આત્મા સિવાયના પરનો, પર છે તે અણાત્મા છે, આ હિસાબે તો આ દ્રવ્યની અપેક્ષાએ તો ભગવાનના દ્રવ્યને પણ અદ્રવ્ય કહેવામાં આવ્યું છે. આહાહાહા ! આવું છે ભાઈ ! એમ ભગવાન આત્માની અપેક્ષાએ, ભગવાનનો આત્મા પણ આ અપેક્ષાએ અણાત્મા કહેવાય છે. એની અપેક્ષાએ આત્મા છે. આહાહાહા ! એવા અણાત્માની એટલે કે શરીરની, આહાહા... એ સ્તુતિ વ્યવહારથી કરવામાં આવે છે. પરંતુ નિશ્ચયસે એનું સ્તવન કરવાથી આત્માનું સ્તવન બનતું નથી. પણ વિકલ્પથી પરના સ્તવનથી સ્વનું નિશ્ચય સ્તવન બનતું નથી. સમજાણું કાંઈ ?
આહાહા! આહાહા... એ કળશમાં આવે છે ને ભાઈ. પહેલાં આત્મા ને અનાત્મા શરૂઆતમાં આવે છે. કળશમાં આવે છે. આ આત્મા સિવાય બીજા બધા અણાત્મા કહેવાય. આ અપેક્ષાએ હોં. આ દ્રવ્ય છે એ સ્વદ્રવ્ય છે, અને સ્વદ્રવ્યની અપેક્ષાએ ભગવાનનું દ્રવ્ય અદ્રવ્ય કહેવાય. આહાહા ! એમની અપેક્ષાએ એમનું દ્રવ્ય, આની અપેક્ષાએ અદ્રવ્ય. આહાહાહા. એમની અપેક્ષાએ એમનો આત્મા આત્મા, પણ આની અપેક્ષાએ એનો આત્મા અણાત્મા. આરે આવી બધી આકરી વાતું. ઓહોહો... એટલે કોઈ વ્યવહાર સ્તુતિ છે એ જૂઠી કીધી માટે હોય જ નહીં એમ નહીં. જૂઠીનો અર્થ એ બંધનું કારણ છે વ્યવહારનયનો વિષય રાગ અને સ્તુતિ એ બધો બંધનું કારણ છે એ અપેક્ષાએ એને જૂઠું કહ્યું, પણ એ વસ્તુ નથી જ એમ નથી, આહાહા. એવો શુભભાવ હોય છે પણ એનાથી ભગવાનની સ્તુતિ તીર્થકરની સ્તુતિ...
જુઓ શરીરનું સ્તવન કરવાથી આત્માનું સ્તવન બનતું નથી એટલી વાત. વિકલ્પ દ્વારા પોતાના આત્માના અનંતગુણના પિંડની સ્તુતિ સિવાય જેટલી પરની સ્તુતિ છે એ વાસ્તવિક યથાર્થ સ્તુતિ નથી. સમજાણું કાંઈ ? એથી અયથાર્થ સ્તુતિ હોવાથી એ સ્તુતિનો ભાવ અને પર તરફનું જે સ્તુતિનું લક્ષ એ વસ્તુ જ નથી, એમ નથી. આ... રે આટલા બધા..(પડખાં સમજવા !)
તેથી કહે છે જુઓ