________________
ગાથા – ૨૭ થી ૩૦
૩૮૯ આહાહા ! અને વ્યવહાર સ્તુતિ રાગાદિ શરીરાદિ એ અણઉપયોગ જેનો સ્વભાવ છે. આહાહાહા.. એવા આત્માને અને શરીરને અત્યંત ભિન્નપણું હોવાથી, એવો આત્માને અને રાગને અત્યંત ભિન્નપણું હોવાથી, સમજાણું કાંઈ ? એક પદાર્થપણાની પ્રાપ્તિ નથી. રાગ અને આત્મા એકપણે નથી. એમ શરીર અને આત્મા એકપણે નથી. આહાહાહા! તેથી અનેકપણું જ છે આવો પ્રગટ નય વિભાગ છે. આહાહાહા!
વ્યવહારનય તો આત્માને અને શરીરને એક કહે છે, આગળ કહેશે. વ્યવહારનયથી પણ આ ફળ છે એમ કહેશે, એનો અર્થ? એ વ્યવહાર જુહો કહ્યો એથી ભગવાનની સ્તુતિ ને એ હોઈ શકે જ નહીં, એમ નહીં. એ પરમાર્થ વસ્તુ નથી તેથી એને અસત્યાર્થ કીધી. જેમ પર્યાયને અગિયારમી ગાથામાં અસત્યાર્થ કીધી, એ તો ત્રિકાળની અપેક્ષાએ અસત્યાર્થ કીધી છે, પણ પર્યાયની અપેક્ષાએ પર્યાય છે, એમ વિકલ્પથી સ્તુતિ ભગવાનની, કારણ કે વિકલ્પ છે એ પરમાં લક્ષ જાય છે. એનું શરીર ને એના... એ, એ વિકલ્પથી સ્તુતિ છે એ પરમાર્થે સ્તુતિ નથી. પણ પરમાર્થ સ્તુતિ છે, એને વિકલ્પ ભાવ આવે છે, એવી વ્યવહાર સ્તુતિ હોય છે. આહા... આવી વાતું છે. સમજાય છે કાંઈ?
જયસેનાચાર્યની ટીકામાં તો સાધ્ય સાધક લીધું છે. વ્યવહાર સાધન છે, નિમિત્તથી કહ્યું ને વિકલ્પ વ્યવહાર, છે એમ સિદ્ધ કરે છે એટલું. આવું કરીને એક આર્જા એવી છે કે જુઓ ભગવાનની મૂર્તિ ને પ્રતિમાની સ્તુતિ ને એ બધુ જૂઠું છે, માટે અમે સ્થાનકવાસી માનીએ છીએ એ સાચું છે એમ કહે છે. કઈ અપેક્ષાએ કહ્યું છે? એ તો એકલો વિકલ્પથી સ્તુતિ કરે છે અને પર તરફનું એનું લક્ષ છે એ અપેક્ષાએ જૂઠું છે. પણ નિર્વિકલ્પષ્ટિ થઈ, રાગથી ભિન્ન આત્માની
સ્તુતિ થઈ એને જે વિકલ્પ આવે છે એ વિકલ્પ વ્યવહાર સ્તુતિ છે. છે ભલે એ રાગની અને પુદ્ગલની છે એ. વિકલ્પ છે એ પોતે જ પુદ્ગલ છે ને રાગ ! આહાહાહાહા.... આવું અટપટુ લાગે. વ્યવહાર સ્તુતિ નથી, એમ નહીં પણ વ્યવહાર સ્તુતિ એ પરમાર્થ સ્તુતિ નથી એમ. આહાહા !
પરમાર્થ સ્તુતિ તો ભગવાન આત્મા અનંતગુણનો પિંડ છે એના તરફની એકાગ્રતાના આશ્રયમાં એનો સત્કાર સ્વીકાર, આહાહા... એ નિશ્ચય, સત્ય, અબંધ પરિણામી નિશ્ચય સ્તુતિ. સમજાણું કાંઈ?
આહાહા ! અને એકલો વ્યવહાર છે એ જૂઠો છે એટલું સિદ્ધ કરવું છે. પણ વ્યવહાર નિશ્ચય સ્તુતિવાળાને, એવો વિકલ્પ આવે અને ભગવાનના ગુણ ગાય, એ ભગવાનના ગુણ ગાય એ તો પરના ને શરીરના છે ખરેખર, આત્માના નહીં એમ કહે છે. આહાહા ! સમજાય છે કાંઈ ? આહાહાહા !
એથી અહીં કહ્યું આ જ વાત હવેની ગાથામાં કહે છે. જાઓ ૨૮ ગાથા એવી ખૂબીથી મૂકયું છે કે વ્યવહાર જૂઠો છે એમ કહ્યું છતાં પણ એની સ્તુતિ કરવાથી અથવા એમની ભગવાનની પ્રતિમા કે મૂર્તિ દેખવાથી શાંત ભાવ એટલે શુભભાવ થાય છે, અને તેને દેખવાથી શાંતિ આવી છે, એવું જ્ઞાનમાં લક્ષ આવે છે તો શુભભાવ. પણ એ શુભભાવ તદ્ન નથી જ, અને ન જ હોય એમ નથી. સમજાણું કાંઈ? એ શુભભાવ હોય છે, નિશ્ચયના અનુભવની અપેક્ષા રાખીને, કેમકે શ્રુતજ્ઞાન થતાં આત્માને આશ્રયે સમ્યગ્દર્શન થતાં, ભાવશ્રુતજ્ઞાન જે થયું, એના બે ભેદ નિશ્ચય