________________
૩૮૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨
પ્રવચન નં. ૮૮ ગાથા - ૨૭ થી ૩૦ શ્લોક ૨૫ - ૨૬
તા. ૨૧-૯-૭૮ ગુરૂવાર, ભાદરવા વદ-૫ સં. ૨૫૦૪ એમ કહ્યું કે શરીર ને આત્મા તો એક છે કેમકે તમે સ્તુતિ તો ભગવાનની ને આચાર્યની કરો છો એ બધા પુણ્યના ફળ અને શરીરની સ્તુતિ કરો છો. માટે હું તો એમ માનું છું કે શરીર ને આત્મા એક છે. જરી ઝીણી વાત આવશે. ત્યાં અપ્રતિબુદ્ધ એમ કહ્યું. એકાંત વ્યવહાર જ હોય અને નિશ્ચયની ખબર નથી એ એકલા વ્યવહારને માને છે, એ ખોટું છે, એ જૂઠું છે એમ કહેવું છે. આચાર્ય કહે છે એમ નથી. તું નય વિભાગને જાણતો નથી. વ્યવહારનયને રાખી છે ખરી, છે ખરી પણ એનાથી ભિન્ન નિશ્ચયનયને તે જાણતો નથી. આહાહા ! તે નય વિભાગ આ પ્રમાણે છે.
ववहारणओ भासदि जीवो देहो य हवदि खलु एक्को । ण दु णिच्छयस्स जीवो देहो य कदा वि एक्कट्ठो ।।२७ ।।
(હરિગીત) જીવ-દેહ બન્ને એક છે-વ્યવહારનયનું વચન આ;
પણ નિશ્ચયે તો જીવ-દેહુ કદાપિ એક પદાર્થ ના. ૨૭. જરી સૂક્ષ્મ રીતે વાત કરી છે.
ટીકા - જેમ આ લોકમાં સુવર્ણ અને ચાંદીને ગાળી, સોનું અને રૂપું ચાંદી એક કરવાથી, એક પિંડનો વ્યવહાર થાય છે, એક પિંડનો વ્યવહાર થાય છે, તેમ આત્માને અને શરીરને પરસ્પર એક ક્ષેત્રે રહેવાની જગ્યા છે. ( શ્રોતા- આકાશનું ક્ષેત્ર) એને એમાં તો જરી એવું કહેવું છે કે એ વિકલ્પથી સ્તુતિ છે, એ વિકલ્પ પોતે વ્યવહાર સ્તુતિ છે અને વિકલ્પ પરની સ્તુતિ કરે છે, પર ઉપર આમ લક્ષ જાય છે ને એનું એટલે ખરેખર તો એ વિકલ્પની સ્તુતિ છે એ શરીરની સ્તુતિ છે એમ કીધું છે, વિકલ્પથી સ્તુતિ છે. એ ખરેખર વિકલ્પ પોતે પુગલ છે નિશ્ચયનયથી. અને એનાથી શરીરની સ્તુતિ કરી, કારણ કે એનું લક્ષ ત્યાં પર ઉપર છે. એ વાસ્તવિક સ્તુતિ નથી પણ એ વસ્તુ સ્થિતિ નથી જ એમ નથી. આહાહા ! કહેશે ધીમેથી હોં મોટો વ્યવહારનો- નયનો ઝગડો છે ને.
આત્માને અને શરીરને પરસ્પર એક ક્ષેત્રે રહેવાની અવસ્થા હોવાથી, આહાહાહા.... એક પણાનો વ્યવહાર છે. આહાહાહા... આમ આ વ્યવહાર માત્રથી જ આત્માને શરીરનું એકપણું છે. પરંતુ નિશ્ચયથી એકપણું નથી. આહાહા! કારણ કે નિશ્ચયથી વિચારવામાં આવે તો જેમ પીળાશપણું આદિ સફેદપણું આદિ, પીળાશપણું સોનાનો ગુણ છે અને સફેદપણું ચાંદીનો. એ સુવર્ણ (અને) ચાંદીને અત્યંત ભિન્નપણું છે. ભલે એક પિંડ તરીકે કહ્યું, સોનું અને ચાંદી ભેગું છે તેથી આ સોનું ધોળું છે એમ કહ્યું, પણ ધોળું તો રૂપે છે, સોનું તો પીળું છે. આહા...કઈ શૈલી નાખી એક પદાર્થપણાની અસિદ્ધિ છે તેથી અનેકપણું જ છે. સોનું સોનું છે અને ચાંદી ચાંદી છે. ભલે એક પિંડ તરીકે કહેવામાં આવ્યું હોય. તેવી રીતે આહાહાહા ઉપયોગ અને અનુપયોગ જેમનો સ્વભાવ છે. આહાહાહા ! જાણવું દેખવું એવો ઉપયોગ જેનો સ્વભાવ આત્માનો છે.