________________
૩૯)
સમયસાર સિદ્ધિ ભાગ-૨ (નય) અને વ્યવહારનય પડી જાય છે. એટલે જ્ઞાનીને પણ વ્યવહારનય હોય છે. પણ એકલો વ્યવહારનય એ હિતકર છે એમ નથી. આહાહા! સમજાણું કાંઈ ? એ વ્યવહારનય આવે જ્ઞાનીને, એમાં શુભભાવ હોય છે અને તેથી રાગ દ્વારા ભગવાનના, પરદ્રવ્યના, આત્મા સિવાય પદ્રવ્ય એ અદ્રવ્ય થઈ ગયું, એટલે આ આત્મા નહીં, એટલે શરીર થઈ ગયું. શું કીધું સમજાણું?
આ આત્મા સિવાય વિકલ્પ ઉઠયો એ પણ શરીર છે એક ન્યાયે, અને જેની સ્તુતિ કરવામાં આવે છે એ પણ આ આત્મા નથી એટલે એ શરીર જ છે. વ્યવહાર સ્તુતિ છે ને? આહા ! ચાહે તો ભલે ભગવાનનાં, સર્વજ્ઞના વિકલ્પથી એનો એ કરે, તો પણ એ તો રાગ છે. અને તે રાગ છે એ કાંઈ સ્વભાવની સ્તુતિ નથી. એના આત્માનો જે સ્વભાવ છે એની સ્તુતિ નથી. આહાહાહા ! એ વ્યવહાર બિલકુલ જૂઠો છે એમ કહેવું છે ઈ એમ નથી ત્યાં. વ્યવહાર છે ખરો, પણ વ્યવહાર નિશ્ચયનું કારણ છે એમ નથી. છતાં નિમિત્ત કથનથી એમ કહેવાય, નિમિત્તને સાધક તરીકે ઉપચારથી, વ્યવહારથી, અભૂતાર્થનયથી કહેવાય. આ.. રે આટલા બધા સમજાણું કાંઈ?
આ સ્તુતિમાં મોટો ગોટો છે. એ ઓલી આર્જા કહે છે, જુઓ સમયસાર કહે છે, કે મૂર્તિ અને મૂર્તિની પૂજા ને સ્તુતિ જૂઠી છે. આહાહાહા... અને આત્મસિદ્ધિમાં કાંઈ મૂર્તિ આવી નથી ક્યાંય. શ્રીમમાં છે ને ખ્યાલ છે. પણ એથી કરીને ભગવાનની પ્રતિમા અને એની સ્તુતિનો વિકલ્પ એ જ્ઞાનીને ન જ હોય, એમ નહીં. (શ્રોતા:- વિકલ્પ આવી જાય છે.) આવી જાય છે. આહાહા! નિશ્ચય સ્તુતિ તો પોતાના સ્વરૂપમાં એકાગ્રતા એ નિશ્ચય, એને શ્રુતજ્ઞાનનો વ્યવહારનય આવે એ વ્યવહારનય એટલે વિકલ્પ. વ્યવહારનયનો વિષય વિકલ્પ અને એનો વિષય પછી પર. આહાહાહા... એને અહીંયા શરીરની સ્તુતિ તે આત્માની સ્તુતિ નહીં વિકલ્પથી
સ્તુતિ તે આત્માની સ્તુતિ નહીં એટલી વાત. છતાં નિર્વિકલ્પ સ્તુતિ જે છે એને પૂર્ણ વીતરાગ નથી ત્યારે એને વિકલ્પની સ્તુતિ આવ્યા વિના રહે જ નહીં. હોય છે, સાધક છે ને ? એટલે એમ ને એમ નિષેધ જ કરી નાખે, વ્યવહાર સ્તુતિનો વિકલ્પ છે, એ ન જ હોય, તો એ જૂઠો છે. તેમ એ વ્યવહાર સ્તુતિ છે એ મોક્ષનું કારણ છે એમ નથી. આહા.. આવા ફેર બહુ આકરું કામ બહુ. પકડાઈ ગયા હોય છે ને એમાં પછી પોતાની દૃષ્ટિએ એના અર્થ કરવા. એમ ન હોય ભાઈ. આહાહા ! અહીંયા તો એ કહે છે જુઓ અઠયાવીસ.
इणमण्णं जीवादो देहं पोग्गलमयं थुणित्तु मुणी । मण्णदि हु संथुदो वंदिदो मए केवली भयवं ।।२८।।
(હરિગીત) જીવથી જુદા પુદ્ગલમયી આ દેહને સ્તવીને મુનિ
માને પ્રભુ કેવળીતણું વંદન થયું, સ્તવના થઈ. ૨૮. ટીકાઃ- જેમ પરમાર્થથી શ્વેતપણું સુવર્ણનો સ્વભાવ નહીં હોવા છતાં પણ ચાંદીનો ગુણ જે શ્વેતપણું, તેના નામથી સુવર્ણનું “શ્વેત સુવર્ણ ધોળું સોનું એમ કહે ને ધોળું સોનું એવું નામ કહેવામાં આવે છે, તે વ્યવહાર માત્રથી જ કહેવામાં આવે છે. તેવી રીતે પરમાર્થથી શુક્લ