________________
૪૦૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ દ્રવ્યેન્દ્રિયથી શરીર પરિણામને પ્રાપ્ત પર્યાયને, શરીરની પર્યાય છે. આ દ્રવ્યેન્દ્રિય એનાથી નિર્મળ ભેદ અભ્યાસથી પ્રવીણતા, ચતુરપણે, આહાહાહા.. અને દેહની પર્યાયથી ભિન્ન કરવું આત્માને, આહાહા... આ તો હજી ચૂળછે, ભાવેન્દ્રિયનું ઝીણું છે. આહા. નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતા, શરીર પરિણામને પ્રાપ્ત જો ઇન્દ્રિયો એને નિર્મળ ભેદ અભ્યાસ, આ અભ્યાસ કરવો એમ કહે છે. નિર્મળ ભેદજ્ઞાનનો અભ્યાસ. આહાહાહા.. ભેદ અભ્યાસની પ્રવીણતા, ચતુરાઈ, કૌશલ્યથી પ્રાપ્ત – ભેદજ્ઞાનની કૌશલ્યતાથી પ્રાપ્ત. ભગવાન અંદર આત્મા. આહાહા ! આવું કામ બહુ.
અંતરંગમેં શું પ્રાય? નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત, શું? કયા? અંતરંગમેં પ્રગટ, આ શરીર પરિણામ છે એ તો બાહ્ય રહ્યા, હવે એનાથી ભિન્ન પાડવાનો અભ્યાસ કરતાં, આહાહા... અંતરંગમે પ્રગટ અતિ સૂક્ષ્મ, આહાહાહા... અંતરંગમેં પ્રગટ વ્યક્ત પરમાત્મસ્વરૂપ ભગવાન આત્મા. આહાહા... અતિ સૂક્ષ્મ, વિકલ્પથી પણ પાર, આહાહાહા.. ગાથા ઝીણી સારી આવી ગઈ છે, તમો આવ્યા ને બરોબર મંગળિક છે. ભાગ્ય હોય તો આવું મળ્યા વિના રહે નહીં. આહાહા... આવી વાત.. (શ્રોતાઃ- એ તો પૂર્વનું યાદ કર્યું વર્તમાનમાં શું કરવું?) વર્તમાનમાં એને જુદું પાડવું એ. ભેદ અભ્યાસ કરવો. એકપણાની બુદ્ધિ છે. એમાં ભેદનો અભ્યાસ કરવો. આહાહા!
આ તો પુદ્ગલની, જડની પર્યાય છે. પરિણામ કહ્યા ને? શરીર પરિણામને પ્રાસ, પુગલની પર્યાયને પ્રાપ્ત, એને નિર્મળ ભેદજ્ઞાનના અભ્યાસથી, અભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત, હવે અંદર, શરીર પરિણામને પ્રાસ, એને નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત. આહાહાહા.... કેમ મળે એની વિધિ કીધી. આહાહાહા... અંતરંગમેં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ, આહાહા ! ભગવાન શાયક સ્વભાવ, ચૈતન્ય જ્ઞાયક આનંદ, જ્ઞાનરસ સ્વભાવ, ત્રિકાળી ધ્રુવ સ્વભાવ. આહાહા! અતિ સૂક્ષ્મ અંદરમાં પ્રગટ છે. આહાહા! જેમ શરીરના પરિણામને પ્રાપ્ત બાહ્ય પ્રગટ છે. આહાહા.. એમ ભગવાન આત્મા અંતરંગમાં પ્રગટ છે. આહાહાહા! નિર્મળ ભેદ અભ્યાસ, બાપુ આ તો મંત્રો છે આ કાંઈ કથા નથી. આહાહા! આ તો ઝેર ઊતારવાના, સર્પના ઝેર કરડે છે ને ? મંત્ર ઉતારે છે. વીંછીના આ મિથ્યાત્વના ઝેર ઊતારવાના મંત્રો છે. એ કાંઈ શબ્દ પાર પડે એવું નથી એનું. આહાહા ! શરીર પરિણામને પ્રાપ્ત, એને નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી પ્રાસ, આહાહા! અંતરંગમેં પ્રગટ, ઓલા શરીરના પરિણામ એ બહાર હતા, એ તો જડ. હવે અંતરંગમાં ભગવાન નિર્મળ ભેદ અભ્યાસની ચતુરાઈથી, કે આ તો આ ઇન્દ્રિય નહીં આ તો આત્મા આનંદ છે, જ્ઞાન સ્વરૂપ છે ઐસી ચતુરાઈસે, આહાહા... અંતરંગમેં પ્રગટ અતિસૂક્ષ્મ, જે દયા દાનનો વિકલ્પ કે એ તો સ્થૂળ હૈ એનાથી તો પ્રભુ ભિન્ન અંદર છે. અતિસૂક્ષ્મ, ચૈતન્ય સ્વભાવ, જાણગસ્વભાવ, અંતરંગમેં પ્રગટ અતિસૂક્ષ્મ, આહાહાહા... ટીકા તે પણ ટીકા છે ને! આહાહાહા.. નિર્મળ ભેદ અભ્યાસ એટલે કે એકલી ધારણા કરી રાખી હોય એમ નહિ, એ એમ કહે છે. આહાહા ! જ્ઞાનમાં ધારી રાખ્યું હોય કે જડ ઈન્દ્રિય પર છે ને આત્મા પર છે, એ નિર્મળ ભેદજ્ઞાન નહિં, એ તો ધારણાની વાત થઈ. આહાહાહા.. નિર્મળ ભેદ અભ્યાસકી પ્રવીણતાસે પ્રાસ, આહાહા! અંતરંગમેં પ્રગટ, અતિસૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવના અવલંબનકે બળસે, ચૈતન્ય સ્વભાવ એના અવલંબનના બળથી, દ્રવ્યન્દ્રિયને જુદી કરી.