________________
ગાથા – ૩૧
૪૧૧ પર્યાયનો વર્તમાન ક્ષયોપશમનો અંશ જે ખંડ ખંડ જ્ઞાન જણાય, આહા.. પ્રભુ એ તારી ચીજ નહીં, એ તેરેમેં નહીં, તું ઉસમેં નહીં. આહાહા... ત્યારે કયા હૈ? મેં તો પ્રતીતિમેં આતી હુઈ અખંડ એક ચૈતન્ય શક્તિ, ચૈતન્ય સ્વભાવ અખંડ એકરૂપ ચૈતન્ય સ્વભાવકે દ્વારા, અખંડ એક ચૈતન્ય સ્વભાવકે દ્વારા, સર્વથા અપનેસે ભિન્ન જાના. આહાહાહા ! ભાવેન્દ્રિયનો ક્ષયોપશમ જે જ્ઞાનની પર્યાય ઉસકો સર્વથા અપનેસે ભિન્ન જાના, આહાહા... કહો સમજાય છે કે નહીં? આહાહાહા !
ત્રણલોકનો નાથ અંદર અખંડ આનંદકંદ પ્રભુ, આહાહા... એના અવલંબન દ્વારા ખંડ ખંડ જ્ઞાનસે ભિન્ન પાડ સર્વથા અપનેસે, આહાહાહા ! અપનેસે નામ જ્ઞાયક જે પ્રતીતિમેં આનેવાલા અખંડ એક ચૈતન્ય સ્વભાવ ઉસકે દ્વારા અપનેસે સર્વથા ભિન્ન જાના. આહાહા ! ચૈતન્ય જયોત ધ્રુવ ધ્રુવ પ્રવાહ, પાણીનું પૂર આમ ચલે, આ તો ચૈતન્યના નૂરનું પૂર ધ્રુવ, ધ્રુવ. સમજમેં આયા? આહાહાહા... આવું છે ભગવાન શું કહીએ? કહો શશીભાઈ !
ભગવાન છે ને અંદર બાપા. દેહ દેવાલયમાં ભગવાન બિરાજે છે. એ ભગવાન ખંડ ખંડ જ્ઞાનસે ભી ભિન્ન હૈ. આહાહાહા... રાગસે ભિન્ન હૈ, શરીરસે ભિન્ન હૈ, ખંડ ખંડ જ્ઞાનસે ભિન્ન હૈ.
અખંડ એક ચૈતન્ય સ્વભાવના આશ્રયકે દ્વારા ઉસકો જુદી કિયા. સર્વથા જુદી કિયા. કથંચિત્ જુદી કિયા ને કંથચિત્ એક, ઐસા નહીં. ભગવાનના માર્ગ તો અનેકાંત હૈ ને કંથચિત્ જુદા અને કથંચિત્ એક, ઐસા હૈ નહિં. આહાહા! યહ ભાવેન્દ્રિયોંકા જીતના હુઆ, આ જીતના હુઆ, આંખ્યું બંધ કરી દે અને આંખ્યું ફોડી નાખે, એ ઇન્દ્રિયકા જીતના એ હું નહીં. આહાહા....
પણ વો એક સમયકી ખંડ ખંડ દશા ઉસસે પ્રતીતિમેં આનેવાલા અખંડ એક ચૈતન્ય સ્વભાવ, ઉસકે દ્વારા ખંડ ખંડ જ્ઞાનકી પર્યાયકો ભિન્ન જાના. આહાહા.... ઉસકા નામ સમ્યગ્દર્શન. સમજમેં આયા? બે બોલ હુઆ. બે બોલ હુઆને? દ્રવ્યન્દ્રિય અને ભાવેન્દ્રિય.
હવે ગ્રાહ્યગ્રાહકલક્ષણવાલે, કયા કહેતે હૈ. ગ્રાહ્ય નામ શેય, જાનને લાયક જે શેય અને ગ્રાહક જાનનેવાલા જ્ઞાયક, ગ્રાહ્યગ્રાહક, ગ્રાહ્ય જણાવાલાયક જે પરપદાર્થ શેય, જાનનેવાલા ગ્રાહક આત્મા. ગ્રાહ્યગ્રાહક શબ્દ લિયા હૈ ને? નહીં તો છે તો શેયજ્ઞાયક, પણ કયું લિયા કે અનાદિસે, આહાહા.... એ પરશેય ગ્રાહ્ય જે જાનને લાયક હૈ. ઓ મેરા હૈ ઐસા માન્યા હૈ. આહાહાહા ! અરે સ્ત્રી કુટુંબ પરિવાર શરીર વો તો પર છે, પણ અહીં તો દેવ, ગુરુને શાસ્ત્ર જે પરશેય હૈ. આહાહા! એ જાનને લાયક અને આત્મા જાનનેવાલા. એ સિવાય એ દેવ, ગુરુ, શાસ્ત્ર મેરા અને મેં ઉસકા એ પરશેયકી સાથે એકતાબુદ્ધિ હૈ. સમજમે આયા? ભારે ઝીણી વાત બાપુ! આહાહા ! ગ્રાહ્ય, ગ્રહવા લાયક, ગ્રાહ્ય એટલે ગ્રહવા લાયક. દૂસરી ભાષાએ કહીએ તો જાણવા લાયક પરપદાર્થ, જાણવા લાયક અને ગ્રાહક, જાનનેવાલા ભગવાન(આત્મા) એ ગ્રાહ્ય ગ્રાહક, શેય જ્ઞાયક લક્ષણવાલે સંબંધકી નિકટતાને કારણ, આહાહા... નિકટ આવે છે ને ત્યાં સર્વવિશુદ્ધ અધિકારમાં. આહાહા! આ દેવ, ગુરુ ને શાસ્ત્ર, મંદિર અને પ્રતિમા એ સબ પરણેય હૈ. આહાહાહા ! પણ જ્ઞાયક જાનનેવાલા અને શેય પર, ઉસકી અત્યંત નિકટતાને કારણ, વો જાનનમેં આયા ઐ મેં હું, પરશેય હૈ યહ મૈ હું. આહાહા ! દેવસે મેરેમેં લાભ હુવા, ગુરુસે