________________
શ્લોક – ૨૫-૨૬
-
૩૯૭
આત્મામાં એના જે ગુણો ગાવો, એ ગુણોનો આમાં અભાવ છે. આહાહાહા !ભગવાનના ગુણ ગાવો પણ એ ગુણના ભાવનો આ આત્મામાં તો અભાવ છે. એ તો ૫૨માં રહ્યા. આહાહાહા... આવું નવરાશ ક્યાં ફુરસદ–સત્યને કઈ રીતે સત્ય ઉભું રહે. આહાહા ! એમ ને એમ હાલ્યું જાય. આહાહાહા ! પ્રશ્ન:- અત્યાર સુધી શું આવ્યું આ બધી ગાથાઓમાં ? કે કેવળીના ગુણો જે છે, એ તો આ આત્માના ગુણો તે કેવળીના ગુણો છે. ૫૨ના ગુણો જે છે એ કેવળીના ગુણો નહીં. એ ૫૨ના ગુણો છે એ ૫૨ આત્મા તરીકે ગણીને, આ આત્માનો એમાં અભાવ છે, એટલે ખરેખર તો એ અણાત્માના ગુણ છે. આહાહાહા.. કેમ કે વિકલ્પ છે એ રાગ છે ને એમાં આ જ આવે. આહાહા ! અને નિર્વિકલ્પપણે જે આત્માના ગુણો તે કેવળીના ગુણો છે. આહાહાહા ! વિષય આજે જરી નિશ્ચય વ્યવહારનો હતો ને. આહાહા ! તેથી હવે ખુલાસો કરશે, કે ભગવાન અને ભગવાનની વાણી એ બધા ઇન્દ્રિય છે, પુદ્ગલ છે, આ આત્મા નહીં. આહાહાહા... આહાહાહા... જેવી આ જડ ઇન્દ્રિય છે, ભાવેન્દ્રિય છે, એવી જ આ ભગવાનની વાણી અને ભગવાન પોતે ઇન્દ્રિય છે કેવળી પ૨માત્મા પણ આ આત્માને હિસાબે ઇન્દ્રિય છે. આહાહાહાહા... ભગવાન આત્મા અણીંન્દ્રિય પ્રભુ, આહાહાહા... એની અપેક્ષાએ તો ભગવાન સાક્ષાત્( પ્રત્યક્ષ ) બિરાજે છે, તે પણ ઇન્દ્રિય છે. આહાહાહા ! એમ સાક્ષાત્ ભગવાનના ગુણ કરે તો પણ એ પુદ્ગલના ગુણ છે. જુઓ- વિકલ્પ ઉઠયો છે અને ૫૨ ત૨ફ આશ્રય છે ને ? આહાહા... નિર્વિકલ્પપણે અંત૨માં દૃષ્ટિમાં જાય તે કેવળીના સ્તવન કેવળી એટલે કેવળ તું પોતે. આહાહાહા ! આવું સ્વરૂપ છે. અટપટું હતુ બાબુભાઈ આજે. આહાહા... આમાં કાંઈ ફે૨ફા૨ ક૨વા જાય તો થાય તેવું નથી. આહાહાહા ! કારણકે ન્યાય વર્ણવી વર્ણવીને ભગવાનના ગુણગાન કરે તોય કહે છે શ૨ી૨ના ગુણગાન છે, તારા નહીં. એ નગ૨ જે બાહ્યની ચીજ છે એનું વર્ણન નગ૨નું વર્ણન. વિશેષ લેશે.
(શ્રોતાઃ- પ્રમાણ વચન ગુરુદેવ.)
* સિદ્ધનગરમાં અનંતા સિદ્ધો બિરાજે છે. તેઓએ પહેલાં બહા૨થી નજ૨ સંકેલીને અંદરનો વિસ્તાર કર્યો હતો તું પણ બહા૨થી સંકેલો કરી નાખ. હું તો પૂરણ અભેદ ૫૨માત્મા જ છું, મારે ને પરમાત્માને કાંઈ ફેર નથી – એમ ફેર કાઢી નાખના૨ને ફેર છૂટી જશે. આહાહા ! દિગંબર સંતોની કથનશૈલી અલૌકિક છે.
(દૃષ્ટિનાં નિધાન - ૨૪)