________________
શ્લોક - ૧૨
૨૧૩ ધ્યાનકા વિષય ધ્રુવ, આહા... આવી વાત છે. ઉસકો વિષયભૂત બનાકર આત્માની અનુભૂતિ હી જ્ઞાનકી અનુભૂતિ છે. એ તો એ જ આત્માના અનુભવ કહો કે જ્ઞાનકી અનુભૂતિ કહો, દો એક હી બાત હૈ. ગુણીકા અનુભવ કહો કે જ્ઞાન ગુણકા અનુભવ કહો. આહાહાહા ! (શ્રોતા:મહારાજ હમકો તો મોક્ષમાર્ગ સૂનાઓ.) આ કિસકી ગાથા ચલતી હૈ? આ મોક્ષમાર્ગ આ હૈ. જે મુક્ત સ્વરૂપ ભગવાન આત્મા, ઉસકા અનુભવ કરવા એ મોક્ષમાર્ગ હૈ. અહીં તો સમ્યગ્દર્શનકી બાત ચલતે હૈ સમ્યજ્ઞાનકી, ચારિત્ર તો પીછે સોળમેં લેગા.
ચૌદમેમેં દર્શન અધિકાર, પંદરમેમેં જ્ઞાન મુખ્ય અધિકાર, સોળમેમેં દર્શન, જ્ઞાન, ચારિત્ર તીનોંકા અધિકાર. ચૌદ, પંદર ને સોળ. સમજમેં આયા? સોળમેં વો લેગા ચારિત્ર, આંહી તો હજી જ્ઞાન દર્શનકો અધિકાર કહા. ઐસે એ આત્માનો અનુભવ વો સમ્યગ્દર્શન, તો ઐસા જ્ઞાનકા અનુભવ ભી સમ્યજ્ઞાન અને એ સમ્યગ્દર્શન. આહાહાહા ! આવી વાતું છે બહુ આકરી. ધીરા વિના એ વસ્તુ અંતરમાં પકડાય એવી નથી બાપુ. આહાહા ! ઘણી ધીરજ જોઇએ. અપની પર્યાયકો દ્રવ્ય તરફ ઝૂકાના એ કાંઇ સાધારણ વાત નહીં, સમજમેં આયા? વર્તમાન પર્યાયકો આહાહાહા.. ઉસકા તળ જો ધ્રુવ વો તરફ ઝૂકાના એ અલૌકિક બાત હૈ. હૈ (શ્રોતા:- વો હી વિધિ બતાઓ મહારાજ.) આજ વસ્તુ હૈ એ કહેગા.
૦
૦
૦
૦
૦
૦૦૦૦
૦
૦
૦
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
* આત્માને સદાય ઊર્ધ્વ એટલે મુખ્ય રાખવો. ગમે તે પ્રસંગ આવે પણ દ્રવ્યસ્વભાવને મુખ્ય રાખવો. શુભાશુભ પરિણામ આવે ભલે, પણ કાયમ દ્રવ્યસ્વભાવનું ધ્યેય રાખવું. આત્માને મુખ્ય રાખતાં જે દશા થાય તે નિર્મળદશાને સાધન કહેવાય છે ને તેનું સાધ્ય કેવળજ્ઞાન કરવું તે છે ને તેનું ધ્યેય પૂર્ણ આત્મા છે. કષાયની મંદતા કે જ્ઞાનના ઊઘાડની મુખ્યતા હશે તેની દૃષ્ટિ સંયોગ ઉપર જશે. આત્માની ઊર્ધ્વતાની રુચિ ને જિજ્ઞાસા હોય તેનો પ્રયાસ થયા વિના રહે જ નહિ. આત્માના અનુભવ પહેલાં પણ સાચી જિજ્ઞાસા હોય તેને અવ્યક્તપણે આત્માની ઊર્ધ્વતા હોય. હજુ આત્મા જાણવામાં આવ્યો નથી પણ અવ્યક્તપણે ઊર્ધ્વતા થાય અને અનુભવમાં આવે ત્યારે વ્યક્ત-પ્રગટ ઊર્ધ્વતા થાય.
(દૃષ્ટિનાં નિધાન - ૯૯)
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦