________________
શ્લોક – ૧૮-૧૯
૨૭૯ વ્યવહારીજન, અહીં હવે કયા કહેતે હૈ, કે તમે બહુ પહેલે તો ઐસા કહેતે થે કે દર્શન જ્ઞાન ચારિત્ર એ પર્યાય એ મેચક વ્યવહાર, અશુદ્ધ, ઐસા કહેતે થે. વળી તુમ્હ દર્શન જ્ઞાન ચારિત્રકો પરિણમના ઐસા કહા. સમજમેં આયા? વળી એકરૂપે નહીં તીનરૂપે પરિણમના ઐસા કહા. પહેલે તો કહેતે થે કે એ તો અશુદ્ધ હૈ, વ્યવહાર હૈ, મેચક છે. વ્યવહારીજન પર્યાયમેં સમજતે હૈ એ સમજાનેકી રીત બીજી કયા કહે બાકી. આહાહાહા ! ભેદમેં સમજતે હૈ યૂ ઉસકો ભેદ કરકે બતાવે તો સમજતે હૈ. આહાહાહા! કે ઈસલિયે યહાં જ્ઞાન દર્શન ચારિત્રકા ભેદસે સમજાયા હૈ દેખો, નિશ્ચય સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર એ ભેદસે સમજાયા હૈ, એ ભેદસે સમજતે હૈ, એ કારણે બાકી વસ્તુ તો અભેદ હૈ. આહાહાહા!
આઠમી ગાથામાં કહી ને? કે દર્શન જ્ઞાન ચારિત્ર કો પ્રાપ્ત હો એ આત્મા, એ તો વ્યવહાર કહા. સમજમેં આયા? વ્યવહાર કહેકર આચાર્યે ઐસા કહા આઠમી ગાથા, કે વ્યવહાર કહેતે હૈ ને વ્યવહાર વિકલ્પમેં આયા હૈ પણ અમારે ભી વ્યવહાર અનુસરવા લાયક નહીં. ઔર તેરે ભી વ્યવહાર અનુસરવા લાયક નહીં. આહાહાહા ! અનાર્ય આવે છે ને? આહા! (શ્રોતા – અનુસરવા લાયક નથી એવા ભાવથી ધર્મ થાય?) એવો વિકલ્પ આવે સમજાવ્યા વિના, આવ્યા વિના રહેતો નથી, પણ એનાથી ધર્મ થાય એ નહીં. એને અનુસરવા લાયક નથી. ભેદથી સમજાવ્યા ભગવાન આત્મા દર્શન જ્ઞાન ચારિત્રકો પ્રાપ્ત હો એ આત્મા, પણ વો ભેદકો આદરણીય અનુસરણ કરને લાયક નથી. એ તો તેરે સમજનેકો મેં કહા મેરે ભી વિકલ્પ આયા હૈ તો ભેદસે કહા, મેરે ભી વ્યવહારકો અનુસરણ કરને લાયક નહીં. આહાહાહા ! આવી વાતું હવે ભારે આકરું પડે. આહાહા! આખો દિ' ધંધામાં રોકાય એમાં કોક દિ' સાંભળવા જાય એમાં આમ માથે બેઠો હોય એ પંડિત એ કહે એ માનવું. એ એક જણો એમ કહે છે અને બીજુ ક્યાં પણ એને ખબરેય ન મળે એને બિચારા, પાપમાં પોટલા પડ્યા આખો દિવસ બાયડી છોકરા ને એમાં આવીને નવરો હોય તો સાંભળે તો ઓલો માથે પંડિત કહેતો હોય જે નારાયણ, (એને એમ થાય કે) એ પણ સમજીને કહેતા હશે ને? આહાહા..
અહીં કહેતે હૈ કે આ જો દર્શન જ્ઞાન ચારિત્રકા પરિણમન કહા, તો હમ તો પહેલેસે મેચક ને ભેદ કિયા થા, પણ વો રીતે સમજતે હૈ તો સમજાયા હૈ, બાકી તો દૃષ્ટિકા વિષય તો અભેદ હૈ વો તરફ હી લે જાના હૈ. હૈં. યહાં જ્ઞાન-દર્શન-ભેદસે સમજાયા હૈ. હવે વિશેષ કહેગા. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ...)
* કેટલાકને એમ થાય કે આ ગજા ઉપરાંતની વાત છે! અરે ! ગજા ઉપરાંતની શું? એક સમયમાં કેવળજ્ઞાન ત્યે એટલું એનું ગજ છે. આ તો હાથી ઉપર ફૂલ મૂકવા જેવી હળવી વાત છે.
(દેષ્ટિનાં નિધાન - ૪૬)