________________
ગાથા – ૨૩ થી ૨૫
૩૫૩ ૧૩ ની સાલ, એકવીસ વર્ષ પહેલાં, મોટી ચર્ચા વિકાર હૈ એ કર્મકા નિમિત્તસે હોતા હૈ. કીધું બિલકુલ નહીં. વિકાર અપનેસે (હોતા હૈ) કર્મકી અપેક્ષા હૈ હી નહીં. પણ એ બધું સારા સંપ્રદાયમાં એ વાત હતી. શ્વેતામ્બરમેં તો એની એ જ મુખ્યતા હૈ આખી, સમજમેં આયા? રામવિજય હૈ ઉસમેં એક, એ રામવિજયકે સાથ એક આપણા હૈ. ખેડાવાળા જેઠાભાઈ શ્વેતામ્બર પાકા અને પછી એના ભગત હતા ને એમાં અહીંનું આપણું વાંચન આવી ગયું સાંભળવા, ત્યારે એમને એમ થયું કે ભાઈ પચાસ પ્રશ્નો કાઢયા એણે કે આના કોઈ જવાબ આપો. જો આપણામાંથી મળે શ્વેતામ્બરમાંથી તો મારે ફરવું મટે. પચાસ પ્રશ્નો કાઢયા કોઈએ જવાબ આપ્યા નહીં. એક જણે જવાબ આપ્યા પણ બધા ખોટા. પછી રામવિજય સાથે ચર્ચા કરીએ, રામવિજયની સાથે બેઠા. રામવિજયે પહેલે કહ્યા કે જો ભાઈ આ કર્મસે વિકાર હોતે હૈ એ માન્ય હૈ પહેલે તમારે? તો પછી ચર્ચા કરીએ. આ કહે કે એ અમારે માન્ય નહીં હૈ, પણ શ્વેતામ્બરની આખી શૈલી જ કર્મને લઈને થાય ને પરને લઈને થાય. આખી ઊંધી શૈલી છે આખી. આહાહાહા ! (શ્રોતાઃ- આખી સંસારની શૈલી છે.) આખો સંસાર શૈલી હૈ. શું કહીએ ભાઈ ? આ તો દિગંબર તો કોઈ અલૌકિક ચીજ છે. ક્યાંય હું નહીં, ક્યાંય.
આ વાત બડી ચર્ચા હુઈ થી જેઠાલાલ ને, જેઠાભાઈ છે અમદાવાદ, મુંબઈ રહે છે. રામવિજય હારે ચર્ચા હુઈ, એ જાણે કે આમણે સોનગઢનું બધું સાંભળ્યું છે. આહાહા ! આપણે ચર્ચા કરીએ, પણ પહેલે આ માન્ય છે તમને એમ કહ્યું રામવિજયે કે કર્મથી વિકાર થાય. એ માન્ય છે? તો ચર્ચા કરીએ. આ કહે એ માટે માન્ય નથી. આ એના મોટા આચાર્ય રામવિજય ! એની વસ્તુ શું? આખી દૃષ્ટિ જ વિપરીત છે. શ્વેતામ્બરની શૈલી જ આખી દૃષ્ટિ વિપરીત છે. આહાહા ! અને લોકોને ખબર નથી. આ શ્વેતામ્બરના સાધુ હતા. જુઓ, ચેતનજી ! ક્યાં હતું કાંઈ? આહાહાહા !
અહીંયા તો કહેતે હૈ કે સ્વયં, હૈ? સ્વતઃ હી, બે શબ્દો તો પડ્યા હૈ. એ અપના સ્વભાવકો ભૂલકર સ્વયં સ્વતઃ હી અપનેસે વિમોહિત હૈં. રાગમેં અપનાપણા એ વિમોહિત સ્વયં સિદ્ધ અપનેસે હૈ. કોઈ પરકે કારણસે હૈ નહીં. આહાહાહાહા ! પણ વો શાસ્ત્રમ્ ઐસા આવે ને? જ્ઞાનાવરણી કર્મ, જ્ઞાનાવરણી કર્મ જ્ઞાનને રોકે, અરે! ઐસા હૈ નહીં સૂન તો સહી એ તો નિમિત્તા કથન હૈ. જ્ઞાન પર્યાય અપનેસે હીણી પરિણમતે હૈ. તો જ્ઞાનાવરણી કર્મકો નિમિત્ત કહેનેમેં આયા હૈ. નિમિત્તસે અહીંયા જ્ઞાનાવરણી આત્માકો રોકે એ બાત હૈ નહીં. પરદ્રવ્ય આત્માકો રોકે ઐસી બાત હૈ નહીં. એય આહાહા! આવી વાત છે ભાઈ. માર્ગ આ છે ભાઈ ! આહાહા ! સંતો કહેતે હું ને આચાર્ય મહારાજ, આહાહા... ઐસે કહેતે હે કે “જુઓ” ક્યા?
જિસકા હૃદય સ્વયં સ્વતઃ હી વિમોહિત હુઆ હૈ, ઐસા અપ્રતિબુદ્ધ અજ્ઞાની જીવ સ્વપરકા ભેદ ન કરકે, આહાહા... એ રાગ જો દયા, દાન, વ્રત આદિકા વિકલ્પ હૈ એ રાગ હૈ. આહાહાહા! ઉસસે ભિન્ન ન કરકે, આહાહા.. સ્વારકા ભેદ ન કરકે, મૈ જ્ઞાનાનંદ હું ને આ રાગ પર હૈ. આહાહાહા ! ઉન અસ્વભાવભાવોંકો હી એ પુણ્ય ને પાપકા રાગાદિ અસ્વભાવભાવ હૈ. અપને સ્વભાવ નહીં હૈ ઐસે વિભાવકો હી અપના કરતા હુઆ. આહાહાહા ! એ વ્યવહારકા રાગાદિ આયા. ઉસકો અપના કરતા હુઆ, હું અસ્વભાવભાવ અપના સ્વભાવ નહીં. આહાહાહા !