________________
૩૮૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨ અમે વનમાં એકલા ચાલ્યા જઈશું. આહાહા! જ્યાં અમારું કોઈ નથી. આહાહાહા.. બહારમાં, આહાહા... એ વનમાં વાઘની ત્રાડુ પડતી હોય સિંહની, અમે તો આનંદમાં ઝૂલશું ત્યાં આહાહાહા... એકાકી વિચરતો વળી સ્મશાનમાં, આહાહાહા... આ તો એ દશા પામવી સહેલી તો પછી સમકિત પામવું કેમ મુશ્કેલ છે તને? એમ કહે છે. આહાહા ! સમજમેં આયા?
એ અહીં કહા. શ્રીગુરુએ મુખ્યથી એ ઉપદેશ દિયા. આહાહા ! સમકિત પામવાનો, આહાહાહા... આ લોકો એ રીતે કહે બહારથી આમ થાય ને આમ થાય ગુરુનો વિનય કરે ને ગુરુની ભક્તિ કરે ને, હો પણ એ રાગ હૈ એ તો આવે, રાગ હોતા હૈ પણ ઉસસે કોઈ આત્માકા સમ્યગ્દર્શન પાતે હૈ, એ ચીજ નહીં પ્રભુ. આહાહાહા ! આમ તો ઐસા કહે વિનય એ મોક્ષનું દ્વાર છે. વિનય એ મોક્ષનો દ્વાર, પણ ક્યો વિનય? આહાહા... અપના અનંત આનંદનો નાથ એનો વિનય, એનો સત્કાર સ્વીકાર કરવો એ વિનય ભગવાનનો વિનય તો આવે પ્રભુ પણ એ શુભરાગ છે. આહા!દસમો દિવસ છે આજે, દસલક્ષણી પર્વ છે ને? આહાહા ! એવા દસ લક્ષણી પર્વ પણ અનંતવાર ગયા પ્રભુ તારે માથે. આહાહા ! અનંત અનંત ભવમાં, આહાહા.. જૈન સંપ્રદાયમાં, દિગંબર સંપ્રદાયમાં પણ જન્મ અનંત બૈર હુઆ ઔર અનંત ઐસા હુવા પણ આત્મા અંદરમાં કયા ચીજ હૈ એ જાનનેકા કુતૂહલ નહીં કિયા. આહાહાહા !
અબ અપ્રતિબુદ્ધ જીવ કહેતા હૈ ઉસકી ગાથા. બહુ જ્યારે જોર દિયા કે રાગ ને શરીર આત્માકા હૈ હી નહિ, ત્યારે અપ્રતિબુદ્ધ પૂછે છે. આહાહાહા ! મહારાજ તુમ ઇતના બધા જોર દેતે હો તો હમ કહેતે હે શાસ્ત્રકી બાત સૂણો.
* હું લાયક નથી. લાયક નથી-એમ એના નકારે વાત અટકી છે. પણ એને અંદરથી એમ આવવું જોઈએ કે હું આ ક્ષણે જ પરમાત્મા થવાને લાયક છું. એવો અંદરથી વિશ્વાસ આવવો જોઈએ. આ વાતની જે હા પાડે છે, અંદરથી હકાર આવે છે, તે જીવને રાગથી છૂટો પડવાની શરૂઆત થઈ ગઈ છે, છૂટો પડતો જાય છે એટલે નૈગમનયે છૂટો પડી ગયો તેમ શાસ્ત્રમાં કહ્યું છે.
(દૃષ્ટિનાં નિધાન – ૧૮)