________________
શ્લોક – ૨૩
૩૭૯ હૈ? અપને શુદ્ધ સ્વરૂપના અનુભવ કરે, ઉસમેં લીન હો પરિષહકે આને પર ભી ડિગે નહીં. આહાહાહા ! ઘાતીયા કર્મકા નાશ કરકે કેવળજ્ઞાન ઉત્પન્ન કરકે, મોક્ષકો પ્રાપ્ય હો. આહાહાહા... ઐસી સ્થિતિમેં તો અંતર્મુહૂર્તમેં કેવળજ્ઞાન હોતા હૈ કહેતે હૈ, ઐસી તેરી તાકાત હૈ. આહાહાહા! તો આત્માનુભવની ઐસી મહિમા હૈ તો મિથ્યાત્વકા નાશ કરકે, આહાહા !... અતીન્દ્રિય આનંદમેં લીન લીન લીન લીન લીન હોતે હોતે જ્યાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરતે હૈ ત્યાં મિથ્યાત્વકા નાશ કરના એ તો સાધારણ બાત હૈ એમ કહેતે હૈ. સમજમેં આયા? આહાહા! હૈ? તબ મિથ્યાત્વકા નાશ કરકે સમ્યગ્દર્શનકી પ્રાતિ હોના તો સુગમ હૈ. આહાહાહા ! આનંદના નાથમાં સમ્યગ્દર્શનપૂર્વક જ્યાં રમતે હૈ અંદરમેં, જમવટ અંદર જાતી હૈ, આહાહાહા.... જામી જાય જ્યાં આનંદમાં કેવળજ્ઞાન હો જાતા હૈ તો એક ક્ષણમેં સ્વરૂપ તરફકા અનુભવ કરકે મિથ્યાત્વનો નાશ કરના એ તો સુગમ હૈ, એમ કહેતે હૈ. સમજમેં આયા? હૈ? મિથ્યાત્વકા નાશ કરકે સમ્યગ્દર્શનકી પ્રાતિ હોના એ તો સુગમ હૈ. “ઈસલિયે શ્રીગુરુએ પ્રધાનતાસે યહ ઉપદેશ દિયા હૈ” મુખે એ ઉપદેશ દિયા. (શ્રોતા:- અહીં સુગમ કહ્યું ક્યાંક કઠણ કહ્યું ) આહાહા ! એ તો કઠણ અપેક્ષાએ કહ્યું છે બોધિદુર્લભ ભાવના, બીજુ અનંતવાર મળ્યું ને આ મળ્યું નહિ એ અપેક્ષાએ દુર્લભ કહે (શ્રોતા:- બેમાંથી કયું સાચું ) બેય સાચું છે. (શ્રોતા:- સુલભેય સાચું ને દુર્લભેય સાચું) એ તો કહા થા ને હમ તો કહેતે થે ને સંપ્રદાયમેં હજારો માણસ તે દિ' ભેગા થતા થાને. એંસીની સાલ કેટલા વર્ષ થયા? ૫૪ વર્ષ. બોટાદમાં ચોમાસા હજારો માણસ આવે સાડા ત્રણસો ઘર, વ્યાખ્યાન ચાલે ત્યારે કાનજી સ્વામી વાંચવા બેઠા છે એટલે હજારો માણસ પાર નહીં ૫૫ વર્ષ પહેલે, એકવાર ઐસા કહા થા ઉસમેંસે શ્વેતાંબરમેં ઊત્તરાધ્યયન હૈ, ઉસમેં એક બ્રાહ્મણકા છ લડકાકી કથા હૈ. પછી એ લડકા વૈરાગ્ય પામતે હૈ, પછી માતા પાસે રજા માગતે હું માતાને કહેતે હૈ લડકા, એ ગાથા જ્યારે ચલતી થી વ્યાખ્યાનમેં ત્યારે લોકો આમ, ૫૫ વર્ષ પહેલાં “અજેવ ધમ્મમ્ પરિવજયામો જહીં પવન નામ પુનઃ ભવામો” હૈ માતા ! મેં આત્માના આનંદની ઉગ્ર દિક્ષા લેવા માટે આજે જ અંગીકાર કરશું. અજેવ ધમ્મમ્ પરિવજજયામો માતા આનંદના નાથને પ્રગટ કરવા અમે વનમાં ચાલ્યા જઈશું, અમને અહીંયા કયાંય ચેન પડતું નથી. અજેવ ધમ્મમ્ પરિવજજયામો જહીં પવનામ પુનઃ ભવામો, માતા જનેતા કોલ કરાર કરીએ છીએ બા ફરીને હવે અમે માતા નહીં કરીએ. માં, ફરીને અવતાર નહીં કરીએ હવે. આહાહા !
એ વખતે સભા બહુ મોટી બોટાદમાં શેઠીયાઓ બેઠા હોય ૫૦-૫૦ હજારની પેદાશવાળા સાંભળે, પહેલેથી આવી શૈલી છે ને અહીં તો. આહાહાહા... અજેવ ધમ્મમ પરિવજજયામો અમે, આજે જ આનંદના સ્વરૂપને ચારિત્ર અંગીકાર કરવા માગીએ છીએ, જહી પવનામ પુનઃભવાયો, માતા જેને અંગીકાર કરતા બીજી માતા ને બીજા ભવ ન કરવાની અમારે પ્રતિજ્ઞા છે. અનાગયું એવઅતિકિંચી ત્રીજુપદ માતા અણાગય એવ અતિ કિંચી અનંતકાળમાં કઈ ચીજ અણપામી રહી ગઈ છે. અાગય નિરઅતિ કિંચી, માતા ગયા કાળમાં ભૂતકાળમાં કઈ ચીજ બાકી રહી છે કે જે પ્રાપ્ત ન થઈ હોય, અનંતકાળમાં, અનંતવાર સ્વર્ગ મિલા, અનંતવાર શેઠાઈ મિલી. અણાગાયમેવ અતિહિંચી, શ્રદ્ધાકમ્મ મે. માતા શ્રદ્ધા કરો, “વિનય તુ રાગમ્ અમારા પ્રત્યે માં રાગ છોડી દે હવે. આહાહા !