________________
૩૭૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ કરી, કેવળજ્ઞાન ઉત્પન્ન કરી, મોક્ષને પ્રાપ્ત થાય. આત્માનુભવનું એવું માહાભ્ય છે તો મિથ્યાત્વનો નાશ કરી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવી તો સુગમ છે; માટે શ્રી ગુરુઓએ એ જ ઉપદેશ પ્રધાનતાથી કર્યો છે. ૨૩.
अयि कथमपि मृत्वा तत्त्वकौतूहली सन् अनुभव भव मूर्तेः पार्श्ववर्ती मुहूर्तम्। पृथगथ विलसन्तं स्वं समालोक्य येन त्यजसि झगिति मूर्त्या साकमेकत्वमोहम्।। २३ ।।
અયિ એ કોમળ સંબોધનને સૂચક અવ્યય છે અયમ્ હે ભગવાન, હે આત્મા એમ હે ભવ્ય જીવ ટીકામાં તો એમ લીધું છે કે હે મિત્ર, અયિનો અર્થ અધ્યાત્મમાં હે, મિત્ર. આહાહા ! હે ભગવાન આત્મા! હે મિત્ર! એમ કરીને કહ્યું છે. આહાહાહા ! આચાર્યદેવ કોમળ સંબોધનમેં કહેતે હૈ, હે ભાઈ ! કથમપિ કિસી પ્રકાર, મહાકસે ગમે તેટલી પ્રતિકૂળતા હોય તો પણ એને છોડકર સ્વભાવના અનુભવ કર. આહાહાહા! મહા પુરુષાર્થસે, મર કર ભી ! આહાહાહા ! માયાને મારી નાખીને, આહાહા! રાગ ને ઉદયભાવ એ માયા હૈ. એ માયા હૈ એ આત્માકી ચીજ નહીં, કાયમ ટીકતી નહીં એ તો અસ્થિર હૈ. આહાહાહા! ઉસકો મારકર ભગવાન આનંદ
સ્વરૂપસે જીવન કર, આહાહાહા... આવું કામ છે, તત્ત્વોના કૌતુહુલી હોકર, આહાહા... તત્ત્વોકી વિસ્મયતાકો જાનકર, આહાહાહા... રાગની પાસે અંદર પ્રભુ, ચૈતન્ય ચિંતામણી રતન ભગવાન પડા હૈ, આહાહાહા. કામધેનુ, ચિંતામણી કલ્પવૃક્ષ, સૂર તરૂ, દેવનાં વૃક્ષ એમ ભગવાન આત્મા સૂરતરૂ, દેવ સ્વરૂપ વૃક્ષ હૈ. આહાહાહા ! ઐસા ભગવાનકો કૌતુહલી હોકર, કુતૂહલ તો કર કહે છે બહારમાં તને કુતૂહલતા લાગે છે, શરીર જરી સુંદર દેખાય અને પૈસા જરી મળે ને સ્ત્રી જરી રૂપાળી હોય ત્યાં એને કુતૂહલ લાગે કે, આહાહા ! આ શું છે? પ્રભુ એ તો હાડકાંની ફાસક્સ છે. મસાણમાં હાડકાં હોય છે ને. ને એમાં ચમક થાય ને અગ્નિ ફોસ્ફરસ છોકરા એમ કહે કે ત્યાં વ્યંતર હૈ વ્યંતર, ત્યાં નહીં જાના. વ્યંતર ક્યાં હોય? હાડકાં આમ પડ્યા હોય એમાં ફોસ્ફરસ હોય છે, એમ આ જગતની ફોસ્ફરસ બહારની છે. મસાણના હાડકાંની ફોસ્ફરસ એમ આ શરીર વાણી પૈસા મકાન બહાર, આહાહા... પ્રભુ કહે છે એની કુતૂહલતા પ્રભુ એકવાર છોડ અને અંદરની કુતૂહલતા કર. આહાહા !
આ કોને પડી હૈ આ રાગને પડદે ક્યા ચીજ હું આ? આહાહા ! એટલા એટલા પ્રભુ વખાણ કરતે હૈ, ત્રણલોકના નાથ આત્માના વખાણ કરે, તું દેવાધિદેવ, તું સિદ્ધરૂપ, પરમ અમૃતકા પિંડ. આહાહાહા.. અનંત ગુણકા ધામ, શક્તિકા સંગ્રહ, આહાહા.. કયા હું આ તે. ઐસે એકવાર કુતૂહલ તો કર. એટલે? અંતર અવલોકન કરને માટે પ્રયત્ન તો કર એમ કહે છે. સમજમેં આયા? કુતૂહલનો અર્થ એ કર્યો. આહાહાહા તેરા જ્ઞાનકી પર્યાય પરકો દેખતી હૈ તો એ પર્યાયકો એક વાર કુતૂહુલ તો કર કે આ આત્મા કયા હૈ ઐસા અવલોકન તો કર. આહાહાહાહા... અપની જ્ઞાનપર્યાયમેં સ્વરૂપકા અવલોકન કુતૂહલ તો કર કે આ કયા હૈ? અવલોકન તો કર એકવાર. આહાહાહા... આવી વાતું છે.
“ભવમૂર્ત મુહૂર્તમ્ પાર્થવર્તી ભવે” એ શરીરાદિ મૂર્તિ દ્રવ્યના એક મુહૂર્ત, દો ઘડી પાડોશી હો જા, જેમ પાડોશી હૈ તો ઉસકા મકાન દૂસરા, તેરા મકાન દૂસરા. આહાહા! એકવાર દો ઘડી