________________
૩૨૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ અજ્ઞાનની (શ્રોતા:- પૈસા હોય એને ) આહાહા ! પ્રભુ તું ક્યાં ગયો? ભાઈ (શ્રોતા:- ખોવાઈ ગયો) ખોવાઈ ગયો ભાઈ તું.
જાણનારની સ્વચ્છતા એ તારી હૈ. સ્વ ને પરને જાણનારી જ્ઞાતા એ તારી હૈ. શરીર, કુટુંબ, પરિવાર તો તેરા નહીં. દેશ મેરા દેશ, મેરા દેશ. હુમચી મુંબઈ, શું કહે છે ને કંઈ મુંબઈ હમચી, હમચી મુંબઈ ધૂળેય નથી સાંભળને ભાઈ. મરી ગયા, મારી નાખ્યા આ બધા કાઠિયાવાડી આવ્યા છે ને નીકળી જાવ યહાંસે હમચી મુંબઈ હૈ દક્ષિણની. આહાહા! મારી નાખ્યા. આહાહા... આફ્રિકામાંય રંગ ભેદ છે ને? બહારના માળા આવ્યા ને પૈસાવાળા થઈ ગયા. અને અમે અહીં ગરીબ કેટલાક છીએ. તમે આવીને અહીં મોટા કરોડપતિ હો ગયા. મહાજન લોકો બહોત કરોડપતિ ત્યાં આફ્રિકામાં. આહાહા! અહીં બળદનાં પૂંછડા ઓલા કરતાં હોય ખેતીમાં, ત્યાં પૈસાવાળા થઈ ગયા કરોડપતિ ને ઓલા ગામના માણસો બિચારા કેટલાક સાધારણ થઈ ગયા. બહાર નીકળો, નહીં તો અહીંને અહીં રહેશે એને માટે આ છે. તમારાથી પૈસો બહાર દેવાશે નહીં, બહાર લઈ જવાશે નહીં. આહાહાહા !
અહીંયા તો કહે છે, કે સ્વદેશ ભગવાન આત્મા, ઉસસે પરદેશમાં રાગાદિ(મેં) જાના. આહાહા ! એ તો પરદેશ હૈ, સ્વધામ નહીં. આહાહા ! ભગવાન અતીન્દ્રિય આનંદકા, આનંદધામ અમૃતકો સાગર ઉસમેં એની સ્વચ્છતા એ ઉસકી હૈ, રાગ સંબંધી અપની જ્ઞાનકી પર્યાય, ઔર અપની પર્યાય એ સ્વચ્છતા ઉસકી હૈ. રાગ ને પર એ ઉસકા હૈ નહીં. આહાહા! અરેરે! હજી ઐસી દૃષ્ટિકા ઠેકાણાં નહીં. આહાહાહા ! ઈસીપ્રકાર અરૂપી આત્માકી તો ઓલો રૂપી અરીસો, અપને કો ને પરકો જાનનેવાલી જ્ઞાતા બસ. આહાહાહા ! એ તો અપની સ્વચ્છતામેં રાગ જાનનમેં આતા હૈ, પણ રાગ અપના હૈ ઐસા હોતા હી નહીં અંદરમેં. આહાહાહા ! આવો માર્ગ બહુ, લોકોને આકરો પડે છે એટલે બિચારા બીજે રસ્તે, એ વ્યવહારથી થાય, આનાથી થાય, અહીં કહે છે, કે વ્યવહાર તારો દુઃખરૂપ છે, એ તારી ચીજ જ નથી, એ તો પુગલ છે, ગજબ વાત છે નાથ. આહાહા! અને એ પુદ્ગલથી તેરા સમ્યગ્દર્શન, તેરા આત્માના જ્ઞાન હુઆ ? શું થાય? જગત, હૈ? (શ્રોતા – જ્ઞાતા દેષ્ટા રહેવું...) આહાહા! અહીંયા તો સ્વ ને પર, અપનેકો ને પારકો જાનનેવાલી જ્ઞાતૃતા હી હૈ, એ અપની હૈ. આહાહાહા ! રાગાદિ ને શરીર ને સ્ત્રી કુટુંબ પરિવાર તો ક્યાંય રહી ગયા. આહાહા! અપની પર્યાયમેં રાગ હો એ ભી પર હૈ, અપની સ્વચ્છતામેં જાનને લાયક હૈ, તો સ્ત્રી કુટુંબ ને પરિવાર ક્યાંય ક્યાંય થોથાં રહી ગયા બહાર. આહાહા !
એ બધા પુદ્ગલ છે કીધા છે, એ પુદ્ગલ છે. પર છે ને? આ ચૈતન્ય નહીં માટે પુગલ. આહાહા ! બાયડી છોકરાના આત્મા પુગલ ! આ દ્રવ્ય નહીં માટે અદ્રવ્ય. આ આત્મા નહીં માટે અણાત્મા, આ આત્મા નહીં માટે પુગલ. આહાહાહા ! આવી વાત ક્યાં? અરેરે ! સત્યને સાંભળવા મળે નહીં, સૂનનેમેં આવે નહીં એ કભી કરે? આહાહા! એકાંત હૈ, એકાંત હૈ, એકાંત હૈ, એમ કરીને તિરસ્કાર તિરસ્કાર પણ એકાંત જ છે, સમ્યક એકાંત, નિશ્ચયનો વિષય સમ્યક એકાંત હૈ નય હૈને? પ્રમાણમાં દોકા વિષય હૈ. આ નિશ્ચયનયનો વિષય એકાંત, સમ્યક્રચૈતન્યમૂર્તિ સ્વ ને પરને જાણવાની પરિણતિ પર્યાય ઉસકી બસ એ હૈ ત્રિકાળી, પણ વર્તમાનમેં સ્વકો