________________
ગાથા – ૧૯
૩૨૫ જાનનેકી પર્યાય ઔર રાગકો જાનનેકી પર્યાય એ પર્યાય અપની બસ ઈતની ગિની. સમજમેં આયા?
આહાહા! અને એ અસ્વામી સંબંધ એ દ્રવ્ય ગુણ ને પર્યાય નિર્મળ એ સ્વ અને ઉસકા સ્વામી જીવ. બસ, રાગકા સ્વામી અને પત્નિનો પતિ સ્વામી ને નરનો નરેન્દ્ર સ્વામી ને નરપતિ ને નૃપતિ મનુષ્યનો પતિ ધૂળેય નથી. આ ઉદ્યોગપતિ, મારી નાખ્યા. (શ્રોતાબોર્ડીંગનો ગૃહપતિ) પહેલાં પૈસા નહોતા એના બાપે, કાંઈ નહોતું આપ્યું, આ અત્યારે બાહુબળે દસ કરોડ રૂપિયા, પચીસ કરોડ રૂપિયા એકઠા કર્યા છે. ઓહોહો ! શું છે પણ આ તને? આહાહા! સનેપાત વળગ્યો છે. આહાહા ! અહીં તો પ્રભુ એમ કહીએ, જેવા પુણ્ય ને પાપને પુગલ કહ્યા, એવા શરીર વાણી, કર્મ, સ્ત્રી, કુટુંબ પરિવાર સબને પુદ્ગલ કહ્યા, આ આત્મા નહીં માટે પુદ્ગલ એમ. સમજમેં આયા? આહાહાહા ! ક્યાં ભરખાઈ ગયો છે એ ? આહાહા ! ભરમાઈ ગયો પરમાં, ભરખાઈ ગ્યો ભગવાનને ભૂલી ગ્યો તું, પ્રભુ. આહાહા !
તેરી તો જાનને, અપનેકો ઔર પરકો જાનનેવાલી આત્માકી તો એમ, આત્માકી તો એમ છે ને? અપનેકો ને પરકો જાનનેવાલી હવે વર્તમાન અહીં પર્યાયની બાત કરતે હૈ. આત્મા તો ત્રિકાળી દ્રવ્ય. સમજમેં આયા? હૈં? અરૂપી આત્માકી તો? અહીં પર્યાય લેના હેં ને? દ્રવ્ય ગુણ તો કહો એ કહેતે હૈ અપને કો ને પારકો જાનનેવાલી જ્ઞાતૃતા. આહાહા ! એ પર્યાય લિયા. અપનેકો જે પર્યાય જાનતી હૈ ઔર એ પર્યાય રાગકો જાનતી હૈ એ જ્ઞાતૃત્વ પર્યાય એ આત્માકી છે. સમજમેં આયા? ભાષા તો સાદી પણ ભાઈ ભાવ તો આકરા છે ભાઈ. આહાહા! ભાષા આવડી જાય માટે અંદર આવવું એમેય નથી આ તો, જુદી બીજી ચીજ છે. આહાહાહા!
શરીરને પુગલ કહા, બહિરંગ બધા સ્ત્રી પુત્ર આદિ બધાને પુગલ કહા લ્યો. આહાહા ! આદિ છે ને? શરીરાદિ શબ્દ છે ને? આહાહા! અરે!દેવ ગુરુને શાસ્ત્ર એ પુદ્ગલ હૈ, એમ કહેતે હૈ. એકત્રીસ (ગાથા) મેં કહ્યા કે દેવગુરુ ને શાસ્ત્ર, ઇન્દ્રિય હૈ. એ અણીન્દ્રિય આત્મા નહીં. આહાહાહા ! લોકો ક્યાં ક્યાં ખેંચાઈને એકાંતમાં ચાલ્યા જાય છે ખબર નથી. આહાહાહા... સહજાનંદી રે આત્મા ! સુતો કહીં નિશ્ચિત ! ક્યાં પ્રભુ તું સુતો? તેરા પોઢણાં ક્યાં ગયા ભાઈ ! રાગ અને પુણ્યમાં તેરા પોઢણાં સો ગયા! પ્રભુ તું તો આનંદનો સાગર હું ને ! તેરી પર્યાયમેં જો જાનનેકી દશા હુઈ એ તેરી હૈ. આહાહાહા ! ઔર કર્મ નોકર્મ પુગલકે હૈ. પુષ્ય ને પાપકા ભાવ શરીર આદિ બાહ્ય વસ્તુ એ સબ પુગલકે હૈ. આહાહાહા!
ઈસપ્રકાર સ્વતઃ અથવા પરોપદેશસે બે પ્રકાર બસ. કાં અપનેસે જાન લે, કાં ગુરુ ઉપદેશસે જાન લે. સમજમેં આયા? આહાહાહા ! જાનના તો ઉસકે હૈ. આહાહા! આવું મોંઘુ પડે કામ, સંસારનાં કામ કરવા, બાયડી છોકરા સાચવવા, આબરુ હોય એ પ્રમાણે રહેવું, હવે આ કહે, આવો આત્મા, આવો આત્મા. આહાહા! ભાઈ તે વૈતરા મજૂરી બહુ કરી પ્રભુ સેં. આહાહાહા ! રાગ, રાગ, શુભ અશુભભાવ, આ તો અશુભભાવ છે. આ તો શુભભાવકો ભી, આહાહાહા.. પુદ્ગલ કહી. (શ્રોતાઃ- આત્માના તિરસ્કાર કરનારા એ ભાવ છે) જે ભાવે તીર્થકર ગોત્ર બંધાય તે ભાવ પુગલ. આહાહા! અપનેકો જાનના ને શુભભાવકો જાનના, એ જ્ઞાતૃત્વ પર્યાય અપની અને એ રાગાદિ પુદ્ગલકા, આહાહા! ચૈતન્યકા નહીં માટે પુદ્ગલ એમ.