________________
ગાથા - ૨૦ થી ૨૨
૩૪૧ રાગ હું નહિ, એવી (રીતે) જિસને રાગકો જીત લિયા, જેણે રાગને જીત લિયા, અને જેને રાગે જીત લિયા એ અજ્ઞાની. જેણે રાગને જીત લિયા એ જૈન. આહાહાહા ! સમજમેં આયા? જગતથી જુદી વાત છે બાપુ! - અમે દુનિયાને બહુ જાણીએ છીએ કે અહીં તો નેવાશી વર્ષ થયા. અને ૭૨ વર્ષથી તો આ શાસ્ત્ર અભ્યાસ છે. દુકાનમાંય હું તો શાસ્ત્ર અભ્યાસ કરતો પાલેજ, બધા જોયા છે ને? અનેક જોયા છે. વેદાંતી જોયા છે. વેદાંતીના ગુરુ એક હતા મોટા. એ તો અમારો ગ્રાહક હતો ત્યાં. બધા પગે લાગે ને અમારો ગરાગ અસીલ હતો. શું કહેવાય? એને ગરાગ હતો. શું કહેવાય ધીરતા ધાર-ધીર કરતા આવતો હોં. ઉઘરાણી જતો હું ત્યાં એમને મેહરાજસી ગામ હતું, ત્યાં ઉઘરાણી વધારે હતી અમારી. પણ એ બધી ઓગણીસ-વીસ-એકવીસ વર્ષની ઉંમરે. બધી ભ્રમણાઓ કરી. આહાહાહાહા !
અરે પ્રભુ તું કોણ છે ક્યાં છો? આહાહા ! તું તો આત્મા છે ને નાથ !કિસમેં તુમ હૈ? તુમ હૈ તો જ્ઞાનમેં, આનંદમેં, શાંતિ મેં હૈ ને તુમ તો, તુમ રાગ અને પરમેં તો હૈ હી નહિ ને? આહાહાહા ! અને રાગ ને પર તેરે મેં આયા હી નહિ કભી. આહાહા! ઐસા આત્માકા અંતરમેં, રાગસે ભિન્ન હોકર ભાન અનુભૂતિ હોના, ઉસકા નામ ભગવાન સમ્યગ્દષ્ટિ, ધર્મની પહેલી શરૂઆતવાળા, પહેલી શરૂઆત હજી હોં! આહાહાહા ! આવો માર્ગ અરેરે! દુનિયા હાલી જાય છે. લૂંટાઈ જાય છે. બચારા ક્યાં જાશે? આહાહા! ઘણાં તો આ આત્માનું જેને શ્રવણ નથી, પુયેય નથી ને પાપ એકલા કર્યા છે, ધર્મ તો છે નહિ. રાગથી ભિન્ન સમ્યગ્દર્શન તો છે નહીં. આહાહા... અને પાપ બાવીસ-તેવીસ કલાક એકાદ કલાક સાંભળવા જાય કોઈ શુભભાવ હોય, શુભ, જાત્રા આદિ શુભભાવ પણ, એરણની ચોરી ને સોયના દાન. આહાહાહા ! એરણ સમજતે
ને? સોની, સોનું ઘડવાની, આહાહા. ક્યા કહેતે હૈ (એરાણી) એરાણી. એરણકી ચોરી ને સોયના દાન. ધર્મ તો છે નહિ આત્મજ્ઞાન, પણ પુણ્યના ઠેકાણાં ન મળે. એકાદ કલાક સાંભળવા જાય એ તેથી શુભભાવ હોય તે, એમાં બાવીસ કલાક તો પાપ એકલા. બાયડીછોકરા ને ધંધા ને મારી નાખ્યા. આહાહા !
અહીં તો કહેતે હે પ્રભુ એક ક્ષણ પણ પરકી ચીજ અપની હું ને મેં ઉસકા હું, એ માનનેવાલા મૂઢ, મિથ્યાષ્ટિ, અધર્મી હું ને એક ક્ષણમેં જેમ ભિન્ન પાડકર અપના ભાન હુઆ મૈ તો આત્મા જ્ઞાનસ્વરૂપ, આનંદસ્વરૂપ, મેરેમેં એ ચીજ જાનનેમેં આતી હૈં, છતે મેરેકું વિકાર નહિ હોતા, મેં તો જાનનેવાલા હું. આહાહાહા ! ઉસકા નામ ધર્મની પહેલી સીઢી. આહાહાહા. કેટલી જવાબદારી? એ હી પ્રતિબુદ્ધકા લક્ષણ હૈ. હૈ? ઈસસે જ્ઞાની પહેચાના જાતા હૈ!
ભાવાર્થ: જો પરદ્રવ્યમેં આત્માના વિકલ્પ રાગ એકતા કરતા હૈ, વહુ અજ્ઞાની હૈ. અને જો અપને આત્માકો હી અપના માનતા હૈ યે જ્ઞાની હૈ. અગ્નિ ઈધનકે દષ્ટાંતસે દેઢ કિયા, વાત તો બહુ સાદી હતી ભાષા. અગ્નિ લકડીકી હોતી નહીં, લકડી અગ્નિકી હોતી નહીં. પરદ્રવ્ય અપના હોતા નહીં, અપના દ્રવ્ય પરદ્રવ્યમેં હોતા નહિ. અગ્નિ શબ્દ આત્મા, આનંદકંદ પ્રભુ એ રાગ ને એ સબ લકડી હૈ. પૈસા બૈસા ઉસકા હોતા નહીં અને લકડી અપની હોતી નહીં કભી. આહાહા ! વિશેષ કહેગા.
(શ્રોતાઃ- પ્રમાણ વચન ગુરુદેવ.)