________________
૩૧૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ “આ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ ભાવો તથા પહોળું તળિયું, પેટાળ આદિના આકારે પરિણત પુદ્ગલ-સ્કંધો છે' એમ વસ્તુના અભેદથી અનુભૂતિ થાય છે, તેવી રીતે કર્મ-મોહ આદિ અંતરંગ પરિણામો તથા નોકર્મ-શરીર આદિ બાહ્ય વસ્તુઓ-કે જેઓ (બધાં) પુદ્ગલના પરિણામ છે અને આત્માનો તિરસ્કાર કરનારા છે તેમનામાં “આ હું છું” એમ અને આત્મામાં “આ કર્મ-મોહ આદિ અંતરંગ તથા નોકર્મ-શરીર આદિ બહિરંગ, આત્મતિરસ્કારી (આત્માનો તિરસ્કાર કરનારા) પુદ્ગલ-પરિણામો છે એમ વસ્તુના અભેદથી
જ્યાં સુધી અનુભૂતિ છે ત્યાં સુધી આત્મા અપ્રતિબદ્ધ છે; અને જ્યારે કોઈ વખતે, જેમ રૂપી દર્પણની સ્વ-પરના આકારનો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ છે અને ઉષ્ણતા તથા
જ્વાળા અગ્નિની છે તેવી રીતે અરૂપી આત્માની તો પોતાને ને પરને જાણનારી જ્ઞાતૃતા (જ્ઞાતાપણું) જ છે અને કર્મ તથા નોકર્મ પુદ્ગલનાં છે એમ પોતાથી જ અથવા પરના ઉપદેશથી જેનું મૂળ ભેદવિજ્ઞાન છે એવી અનુભૂતિ ઉત્પન્ન થશે ત્યારે જ (આત્મા) પ્રતિબુદ્ધ થશે.
ભાવાર્થ-જેમ સ્પર્શાદિમાં પુદ્ગલનો અને પુગલમાં સ્પર્ધાદિનો અનુભવ થાય છે અર્થાત્ બન્ને એકરૂપ અનુભવાય છે, તેમ જ્યાં સુધી આત્માને, કર્મ-નોકર્મમાં આત્માની અને આત્મામાં કર્મ-નોકર્મની ભ્રાંતિ થાય છે અર્થાત્ બન્ને એકરૂપ ભાસે છે, ત્યાં સુધી તો તે અપ્રતિબદ્ધ છે; અને જ્યારે તે એમ જાણે કે આત્મા તો જ્ઞાતા જ છે અને કર્મ-નોકર્મ પુગલનાં જ છે ત્યારે જ તે પ્રતિબદ્ધ થાય છે. જેમ અરીસામાં અગ્નિની જ્વાળા દેખાય ત્યાં એમ જણાય છે કે “જ્વાળા તો અગ્નિમાં જ છે, અરીસામાં નથી પેઠી, અરીસામાં દેખાઈ રહી છે તે અરીસાની સ્વચ્છતા જ છે”; તે પ્રમાણે “કર્મ-નોકર્મ પોતાના આત્મામાં નથી પેઠાં; આત્માની જ્ઞાન-સ્વચ્છતા એવી જ છે કે જેમાં શેયનું પ્રતિબિંબ દેખાય; એ રીતે કર્મનોકર્મ શેય છે તે પ્રતિભાસે છે”—એવો ભેદજ્ઞાનરૂપ અનુભવ આત્માને કાં તો સ્વયમેવ થાય અથવા ઉપદેશથી થાય ત્યારે જ તે પ્રતિબદ્ધ થાય છે.
कम्मे णोकम्मम्हि य अहमिदि अहकं च कम्म णोकम्म। जा एसा खलु बुद्धी अप्पडिबुद्धो हवदि ताव।।१९ ।। નોકર્મ-કર્મે “હું', હુંમાં વળી “કર્મ ને નોકર્મ છે',
એ બુદ્ધિ જ્યાં લગી જીવની, અજ્ઞાની ત્યાં લગી તે રહે. ૧૯. ટીકાઃ- જૈસે સ્પર્શ રસ ગંધ રંગ આદિ ભાવોમેં અને ચોડા ગહરા અવગાહરૂપ ઉદરાદિકે આકારરૂપ પરિણત હુએ પુદ્ગલકે સ્કંધોમેં “યહુ ઘટ હૈ” દેખો કયા કહેતે હૈ? સ્પર્શ, રસ, ગંધ ને રંગ, આદિ ભાવોમેં અને ચોડા ગહરા અવગાહરૂપ આકાર, ઉદરાદિ આકાર પરિણત હુએ પુગલકે સ્કંધોમેં યહ ઘટ હૈ, ઈસ પ્રકાર, ઔર ઘડેમેં યહ સ્પર્શ ગંધ રસ વર્ણ આકાર પરિણત પુદ્ગલકે સ્કંધ આદિ ભાવ ચોડે ગહરે ઉદર આકાર આદિ પરિણત પુદ્ગલ સ્કંધ હૈ. કયા કહા? વર્ણ, ગંધ, રંગ, સ્પર્શમેં ઘટ હૈ ને. ઘટમેં વર્ણ રંગ ગંધ સ્પર્શ છે. આહાહા.... અરસપરસ. આહાહા ! ઈસ પ્રકાર વસ્તુ કે અભેદસે અનુભૂતિ હોતી હૈ. ઘટ ને ઘટનો ભાવ વર્ણ, ગંધ, રસ,