________________
૩૧૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ સ્વભાવની એકાગ્રતા, સ્વભાવ સન્મુખની ઉપાસના એક ક્ષણ માત્ર ભી કિયા નહીં. આહાહાહા ! આ તો એક ક્ષણ હુઆ વો તો ખલાસ જનમ-મરણકા અંત આ ગયા. આહાહાહા !
ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા નિત્યાનંદ પ્રભુ, આહાહા.. એ તરફકા બાહ્ય જે જ્ઞાન ને રાગાદિ કી મહત્તા છોડકર, આહાહાહાહા.. અપના શાયકભાવસે ભરા પડા પ્રભુ વો તરફના દૃષ્ટિ કરકે, ઉસમેં એકાગ્રતા હોના ઉસકા નામ જ્ઞાનકી સેવા કિયા કહેનેમેં આતા હૈ. આ શાસ્ત્ર બાસ્ત્ર પઢના એ જ્ઞાનકી સેવા નહીં હૈ, એમ અહીં કહે છે. આહાહા ! શબ્દ જ્ઞાન કહ્યું 'તું બંધ અધિકારમાં જિતના શાસ્ત્રકા જ્ઞાન હૈ એ તો શબ્દકા જડકા જ્ઞાન હૈ, ચૈતન્યકા નહીં. આહાહાહા ! સમજમેં આયા? શાસ્ત્ર હૈ, પુસ્તક પાનાં, ઉસકી ભક્તિ કરના, અરે ઉસકા જ્ઞાન કરના એ ભી, આહાહાહાહા... એ પરકા જ્ઞાનકી શબ્દ જ્ઞાનકી સેવા હૈ. આકરું કામ ભાઈ ! વીતરાગ માર્ગ કોઈ અલૌકિક હૈ. આહાહા ! એ શાસ્ત્ર ચાહે તો સમયસાર હો, પ્રવચનસારાદિ એ શાસ્ત્રકા જ્ઞાન કરે, આ શાસ્ત્ર આમ કહેતે હૈ, આમ કહેતે હૈ, તો એ તો શબ્દજ્ઞાન હુઆ અને શબ્દજ્ઞાન હુઆ એ આત્મજ્ઞાન નહીં. આહાહાહા... શાબ્દિક જ્ઞાનમેં જિસકા પ્રેમ હૈ, એ શબ્દકી સેવા કરતે હૈ. આહાહાહાહા.. આવો માર્ગ છે. ભૂપતભાઈ ! ત્યાં તમારા વેપારમાં ધર્મવિલાસ સાંભળવામાં
ન્યાં ક્યાંય નથી. એવું અત્યારે ગજબ પડયુ ભાઈ. આહાહા ! વાત બહુ ફેરવી નાખી લોકોએ, (શ્રોતા લોકોએ બધું વિપરીત કરી નાખ્યું) વિપરીત કરી નાખ્યું. આહાહા.. ભાઈ તું ક્યાં છો? એ તો જ્ઞાન સ્વભાવમાં ભગવાન તો રહે છે. આહાહા ! કયા એ રાગના ભાવમેં આત્મા હૈ? અરે ! કયા નવતત્ત્વકી ભેદવાળી શ્રદ્ધામેં આત્મા હૈ? કયા પંચમહાવ્રતકા વિકલ્પમેં આત્મા હૈ? આહાહાહા ! કયા એ અગીયાર અંગકા જ્ઞાન કિયા, નવ પૂર્વક જ્ઞાન, આહાહાહા ! પ્રભુ એમાં આત્મજ્ઞાન ન આયા. આહાહાહા ! આવી વાતું છે. યુગલજી! લોકોને એકાંત લાગે પછી સોનગઢનું ભાઈ પરમ સત્ય તો આ છે પ્રભુ. આહાહા! દુનિયા અપને સ્વાર્થના સ્વચ્છેદે શાસ્ત્રકા અર્થ કરે, અને માને કે અમે જ્ઞાન કિયા ભાઈ એ ચીજ કોઈ દૂસરી હૈ. આહાહા !
જ્યાં ભગવાન જ્ઞાનકો ભંડાર ભગવાન, વો તરફકા ઝુકાવસે એકાગ્રતા હોતા હૈ, ઉસને જ્ઞાનકી સેવા કિયા ઔર જિસકી પુણ્ય ને પાપ ને શાબ્દિક જ્ઞાન, આહાહાહા.. અરેરે પ્રભુ શું કહે છે? શાસ્ત્રજ્ઞાન એ શાબ્દિક જ્ઞાન, એ આત્મજ્ઞાન નહીં. આહાહાહા ! એ સેવામેં રુકાવ કરતે અનંતકાળસે ક્ષણમાત્ર ભી ભગવાન આત્મા, ચિદાનંદ ભગવાન પ્રભુ ઉસકી સેવા કિયા નહીં તે, આહાહા. વો તરફકા ઝુકાવ એકાગ્રતા તેરા કભી નહીં હુઆ. આહાહા ! સમજમેં આયા? બહુ મર્મની વાત હૈ. આહાહાહા!
ક્યોંકિ? સેવન કયું ન કિયા? “સ્વયં બુદ્ધત્વ, સ્વયં સ્વતઃ જાનના” અપનેસે અંદર જ્ઞાનકી પર્યાયસે આત્માકો જાનના, આહાહા... “ઔર (બોધિત) બુદ્ધત્વ દૂસરે બતાનેવાલેસે જાનના” ઈસ કારણપૂર્વક એ દો કારણપૂર્વક જ્ઞાનકી ઉત્પત્તિ હોતી હૈ, ભગવાન જ્ઞાન સ્વરૂપી તો હૈ, પણ પર્યાયમેં જ્ઞાનકી ઉત્પત્તિ આ કારણસે હોતી હૈ. કાં સ્વયં અંતર આત્મા જ્ઞાન કરે કાં બોધિત ગુરુ સમજાવે કે આ જ્ઞાન તે આત્મા, તો પીછે પણ કરના તો ઈસકો હી હૈ. આહાહાહા ! સમજમેં આયા? આવી ઝીણી વાતું એટલે લોકોને, એવું એકાંત લાગે અને પછી હા હો, હા હો બહારમાં મોટા ભાષણ કરે ને લાખો માણસોનું રંજન થઈ જાયને જુઓ. આહાહા! જવાહરલાલ